Tuesday, December 3, 2019

છેડો

પહેલો છેડો એટલે મારા અસ્તિત્વની ઓળખરૂપી માઁના ગર્ભ સાથે જોડાયેલો નાયડો

બીજો છેડો એટલે સુગ નહી પણ સ્નેહથી બાંધેલી મારા બાળોતિયાની ગાંઠ

ત્રીજો છેડો એટલે ડરથી બચવા દોડીને જેની પાછળ હું સંતાઇ જતી એ માઁ નો પાલવ

ચોથો છેડો એટલે સ્કૂલે જતાં કચકચાવીને બાંધેલી મારા ચોટલાની રિબીન

પાંચમો છેડો એટલે વીરાના કાંડે બાંધેલી રક્ષાની સુતરની કોર

છઠ્ઠો છેડો એટલે સગપણમાં મોકલેલ શુકનના રૂપિયો-નાળિયેર પર વીંટેલી નાડાછડી

સાતમો છેડો એટલે સપ્તપદીના વચનો સાથે અગ્નિની સાક્ષીએ પિયુજીએ પહેરાવેલું મંગલસૂત્ર

આઠમો છેડો એટલે નણંદબાએ બાંધેલું નજર ઉતારતું પંચમાસીયુ

નવમો છેડો એટલે મારી લાડકવાયીને પહેરાવેલું છઠ્ઠીયુ

દસમો છેડો એટલે પ્રૌઢાવસ્થામાં હોસ્પિટલના બેડ પર મારી રગોમાં પ્રવેશતા  મારા દિકરાના રક્તને પહોંચાડતી નળી

અગિયારમો છેડો એટલે મારી જ જીદથી મારા અખંડ ચૂડી-ચાંદલા અને ચુંદડીમાંથી ફાડીને ઘરના બારણે બાંધેલો લીરો

છેલ્લો અને મારો મનગમતો છેડો એટલે ચિતા પર ઓઢાડવામાં આવશે એ મહિયરની ચુંદડી.

શાસ્ત્રો અને રિવાજો પણ કહે છે કે એક દિકરીનો છેડો તો એના અસ્તિત્વથી લઇને અંત સુધી માઁ-બાપ સાથે જોડાયેલો રહે છે.

Beautiful defination of CHEDO

Tuesday, October 29, 2019

કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી

કોણ હલાવે લીંમડી ને કોણ ઝૂલાવે પીપળી, ભાઇની બેની લાડકી ને ભઇલો ઝૂલાવે ડાળખી…

હે લીમડીની આજ ડાળ ઝૂલાવે, લીંબોળી ઝોલા ખાય, હીંચકો નાનો બેનનો એવો, આમ ઝૂલણ્યો જાય, લીલુડી લીમડી હેઠે… બેનીબા હીંચકે હીંચે….કોણ…

એ પંખીડા પંખીડા, ઓરા આવો એ પંખીડા, બેની ભારી હીંચકે હીંચે, ડાળીઓ તુ ઝૂલાવ, પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો….કોણ…

આજ હીંચોડુ બેનડી તારા હેત કહ્યા ન જાય, મીઠડો વાયું બેની તારા હીંચકે બેસી જાય, કોયલ ને મોરલા બોલે, બેનીનો હીંચકો ડોલે…કોણ…

આજ વીરો તારો લાવશે વ્હાલે, મીઠા ફળ ને ફૂલ, ભાઇ બેનીના હેતની આગળ જગ આખું થાશે ડૂલ,
બેની મને રાખડી બાંધે,
વીરાના મીઠડા લેશે (૨)

કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી, ભાઇની બેની લાડકી ભૈલો ઝૂલાવે ડાળખી.

Sunday, July 14, 2019

કાનુડા વિચારજે ફરી અવતરતા

કાનુડા વિચારજે ફરી અવતરતા

કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોસાય એમ નથી,

કોખ તો મળી જશે અવતરવા,
હીંચકા હાલરડાંના મેળ ખાય એમ નથી,

*અમુલ માં કરાવી આપીશ ઓળખાણ,*
*માખણના મટકા કોઈ ઘરમાંય નથી,*

જોગર્સ પાર્ક ઘરની પાસે જ છે,
વૃંદાવનની ટીકીટ મળે એમ નથી,

લઈ મોબાઈલ ને પહોંચી જજે ત્યાં,
વાંસળી તો ક્યાંય જડે એમ નથી,

*ગોપીઓ તો હજુ પણ મળે છે હજાર,*
*રાધાની ભાળ હવે મળે એમ નથી,*

રાસલીલા કરે તો tiktok માં મુકજે,
પછી કહેતો નહી like મળતા નથી,

*કંસને જો મારે તો ધ્યાન રાખજે,*
*સાચાને અહીં જામીન જલ્દી મળે એમ નથી,*

નાગદમન તો વિચારતો જ નહીં,
એનીમલ રાઈટ્સ તું જાણતો નથી,

મોરના પીંછા હવે ક્યાં ભરાવીશ,
વેશભૂષા આવી કોઈને ગમે એમ નથી,

જીન્સ તો ફાવશે ને વિચારી લેજે,
નાઈટપાર્ટીમાં ધોતીયા ચાલતા નથી,

*ગીતાનો ઉપદેશ કોને તું આપીશ,*
*અર્જુન જેટલો કોઈની પાસે ટાઈમ પણ નથી,*

one sided love થી ચેતીને ચાલજે,
કોઈ મીરા હવે ઝેર પીવે એમ નથી,

*આધાર કાર્ડ તો તારેય બનાવવું જ પડશે,*
*આમ હજાર નામ હવે ચાલતા નથી,*

website નો તો ખર્ચો છે જ તારે,
તને મંદિરમાં કોઈ search કરતું નથી,

*selfie લેવાનું તો ભૂલ્યા વિના શીખજે,*
*આ જૂના pose હવે ચાલે એમ નથી,*

કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોસાય એમ નથી.

રામાયણ વિષે અણજાણ્યુ જ્ઞાન , અત્યાર સુધી આ વાતની કોઈને ખબર નહિ હોય

તમારા બાળકને જરુર જણાવો.

✍🏻 રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી?
શ્રી ગુરુ નાનજી

✍🏻 વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા?
મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર

✍🏻 શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો.
શાંતા-ઋષ્યશૃંગ

✍🏻 એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે?
આદિગ્રંથ

✍🏻 શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
સોમવતી-શાંતનુ

✍🏻 અનુષ્ઠાન એટલે શું?
કોઈ પણ મંત્રના સવા લાખ જાપ

✍🏻 ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા?
શિવ

✍🏻 કૈકયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા?
શંબરાસુર

✍🏻 શબરીનું સાચું નામ શું હતું?
શ્રમણા

✍🏻 રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે?
રામ,સીતા,ભરત,લક્ષમણ, હનુમાનજી

✍🏻 પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા?
વડ,પીપળો,આંબલી, બિલી, અશોક

✍🏻 સુંદરકાંડમાં રામ,હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે?
રામ-૫૧,હનુમાન-૨૧,સુંદર-૯

✍🏻 બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતા-પિતાનું નામ જણાવો?
તાટકા અને સુંદ

✍🏻 લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા?
લંકિની

✍🏻 મંદોદરી કોની પુત્રી હતા?
માયાસુર

✍🏻 મૃતસંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા?
ઔષધિપ્રસ્થ

✍🏻 રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે?
પ્રાકૃત

✍🏻 સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો.
વેદવતી

✍🏻 રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ?
રઘુકુલ રીત સદાચલી આઈ

✍🏻 ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો.
માંડવી અને શ્રુતકીર્તિ

✍🏻 વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય?
વરસાદ-ચાસ

✍🏻 સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી?
લવ-કુશ

✍🏻 સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો.
ઋક્ષરજસ

✍🏻 ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું?
દંદુભી

✍🏻 લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી?
ત્રિકુટ

✍🏻 હનુમાનજીના પુત્રનું નામ જણાવો?
મકરધ્વજ

✍🏻 સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ ચોપાઈઓ કેટલી છે?
૯૨૨૮

✍🏻 રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે?
સરયૂ નદીમાં જળસમાધિ

✍🏻 અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી કરતી હતી?
ત્રીજય

✍🏻 રાવણના માતા-પિતા કોણ હતા?
કૈક્સી-વિશ્ર્વા

✍🏻 ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો?
યુધાજીત

✍🏻 વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે?
૨૪૦૦૦

✍🏻 સીતાજીના માતાજીનું નામ જણાવો?
સુનયના

✍🏻 સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો?પીનાકપાણી

✍🏻 વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે?
તપ     

                          જય શ્રી રામ
પહેલાં તો એણે કહ્યું કે શ્વાસની તકલીફ છે,
ને પછી ધીમેથી કહે, વિશ્વાસની તકલીફ છે !

આપણી તકલીફ એ કે ફાંસને કાઢી નહિ,
ફાંસનું વાગી જવું એ ફાંસની તકલીફ છે.

દિલની હાલત હું બીજા શબ્દોમાં તો નહિ કહી શકું,
માનીલો દુષ્કાળ છે, ને ઘાસની  તકલીફ છે !

નાડને મારી તપાસી વૈદ્ય મોટેથી કહે:
આને કોઇ લઇ જાવ, આને પ્યાસની તકલીફ છે.

પારકા લોકો હમેશા પ્રેમ આપી જાય છે,
જ્યાં બી છે તકલીફ, સાલ્લી ખાસની તકલીફ છે.

જાણવા ને શીખવાના માપદંડો છેજ નહિ,
અહીં તો કેવળ પાસ ને નાપાસની તકલીફ છે.

તું ઘરે પહોંચ્યો નથી એની ન ચિંતા કર 'નિનાદ',
અહીં ઘણાંને જન્મથી આવાસની તકલીફ છે.

'રજાચીઠ્ઠી’

ઘરમા વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા હોઇશું..... અને ખૂબ મજા કરીશુ...!’ મમ્મી તો ગોવા  જતી ફ્લાઇટમા જાણે સૌ બેસી ગયા  હોય છે તેવુ આભાસી ચિત્ર મોટા દિકરા આયુધ અને નાની દીકરી રીધ્ધીને બતાવી રહી હતી.

‘અને જો મમ્મી... હું બીચ પર ખૂબ ન્હાવાનો છું... તું મને રોકતી નહી...!!’ દસમા ધોરણની પરીક્ષા પુરી થયા પછી આયુધ ક્યારનો’ય વેકેશનની મોજમસ્તીના સપના જોઇ રહ્યો હતો.

‘પણ.... મમ્મી.... આ ફરવા જવાનો ખર્ચ કેટલો થશે ?’ ક્યારનીયે ચુપ બેસેલી રિધ્ધિએ મમ્મીને પુછી લીધું.

‘એ.. તો.. તારા પપ્પાને ખબર...!!’ મમ્મી એ જવાબ વાળી દીધો તો ખરો, પણ જે ચિંતા મોટા વ્યક્તિને થવી જોઇતી’તી તે ચિંતા ઘરની સૌથી નાની વ્યક્તિ જે હજુ તો ચોથા ધોરણની પરીક્ષા આપી તે રિધ્ધિ કરી રહી હતી.

‘પણ.. જુઓ આ વખતે હુ તમારુ કોઇ બહાનુ નહી ચલાવી લઉ... મારી બધી બહેનો તો આખુ ભારત ફરી આવી... તમે મને અંબાજીથી ક્યાંય આગળ નથી લઇ ગયા....!!! ગમે તે કરી આ વેકેશન તો મારે ગોવા જ જવુ છે.....!!!’ આ સ્ત્રીહ્ઠે વશિષ્ઠને મજબુર કરી દીધો હતો….
જો કે તે સ્ત્રીહ્ઠ પુરી કરવા પાછળ વશિષ્ઠે પોતાની પ્રામાણિક્તા દાવ પર લગાવી દીધી હતી. પોતાની કંપનીમા એક મોટો ઓર્ડર અપાવવા માટે સામેની કંપની પાસે ગોવાનું  પેકેજ લાંચ પેટે લઇ લીધુ હતુ..

વશિષ્ઠની અંદરનો વસવસો દુર કરવા તેની પત્નીએ જ પ્રેક્ટિક્લ એપ્રોચ સમજાવ્યો હ્તો.

વશિષ્ઠની પત્નીએ અને આયુધે તો પોતાની સોસાયટી અને દરેક જાણીતાને પોતે વેકેશનમા પ્લેનમાં ફરવા જવાના છે તેની જાહેરતો કરી દીધી હતી.

મમ્મીએ ત્રીજી વાર બધુ પેકીંગ ચકાસી  લીધું.. અને બસ હવે તો ગોવામા જ શાંતીથી સુઇ શક્શે તેવા શમણાંમાં ખોવાઇ જતી...
રાત્રે બાર વાગે સેકન્ડ શિફ્ટ પુરી કરી વશિષ્ઠ ઘરે આવ્યો.
તેના ચહેરા પર નૂર ઓછુ હતુ... તે ચુપ હતો... પત્નીએ આજે પહેલી વાર રાત્રે મોડે ગરમ-ગરમ રસોઇ બનાવી આપી.
ચોથા કોળીએ તો વશિષ્ઠે તો કહી દીધું,.. ‘મારી રજા મંજુર થઇ નથી... બધા વેકેશનમા રજા લેશે તો કંપની કેવી રીતે ચાલશે ? શેઠે હમણા રજા નહી મળે તેમ સ્પષ્ટ કહ્યું છે…..!!’ આ વાક્ય પુરુ થતા તો તેની પત્નીના બધા સપનાઓ તો જાણે એકક્ષણમાં જ ઓગળી ગયા.

‘તો... પછી એમ કરો.... બિમારીની રજા લઇ લો...!!’

‘પણ.. માંદુ કોણ છે ? એક તો મેં શેઠને જણાવ્યું પણ નથી કે આપણે ફરવા જવાના છીએ... જો તે તપાસ કરે કે આ પેકેજ મને પેલી કમ્પનીએ ગિફ્ટ વાઉચરમા આપ્યું છે.. તો... મારી વર્ષોની પ્રામાણિક્તા અને વિશ્વાસ પર પાણી ફરી વળે...!!’ વશિષ્ઠ ખોટું કરવા તૈયાર નહોતો.

‘બળી તમારી પ્રામાણિક્તા...ને બળ્યો તમારો વિશ્વાસ.... આટલા વર્ષોની નોકરી પછી તમને મળ્યું છે શું ? અને એક વાર ખોટુ બોલી જશો કે  મારી દિકરી ખરેખર માંદી છે.. તો શેઠ કાંઇ ઘરે થોડા જોવા આવવાના છે ?’ પત્નિ ખૂબ પ્રેક્ટિક્લ બની વશિષ્ઠના વર્ષોની પ્રામાણિકતાને તુચ્છ જણાવી રહી હતી.

‘સારુ.. એમ કરીશ....’ ત્રણ શબ્દો પછી વશિષ્ઠે જમવાનુ પુરુ કર્યુ અને આયુધ- રિધ્ધિ પાસે સુઇ ગયા.

રિધ્ધિ તે બન્નેની વાતચીત સાંભળી ચુકી હતી.
વશિષ્ઠની આંખોમાથી  ઉંઘે રજા લઇ લીધી હોય તેમ તે રુમની છતને તાકીને જોઇ રહ્યો હતો.
રિધ્ધિ જાણે પપ્પાની પરિસ્થિતિ પામી ચુકી હોય તેમ પોતાની નાની હ્થેળીથી પપ્પાના માથે હાથ ફેરવવા લાગી.

‘કેમ બેટા, ઉંઘ નથી આવતી....??’ વશિષ્ઠે રિધ્ધિ બાજુ પડખુ ફેરવ્યું.

‘પપ્પા... તમને પણ ક્યાં ઉંઘ આવે છે..? પપ્પા પૈસાની તકલીફ હોય તો આપણે ફરવા નથી જવું.’ દિકરીની નાની હથેળીમાં વ્હાલ એટલું હતું કે વશિષ્ઠની આંખો ભરાઇ આવી..

‘ના... બેટા.. આ તો રજા પાસ નથી થઇ... એટલે શું કરું તે વિચારતો હતો... પણ એ તો હું ગમે તેમ કરીને તે કરી લઇશ.. તુ  સૂઇ જા અને વેકેશન ટુરની તૈયારી કર...’ વશિષ્ઠે રિધ્ધિના કપાળે દીર્ધ ચુંબન કર્યુ અને જાણે પોતાના બધો’ય ભાર હળવો થઇ ગયો હોય તેમ લાગ્યું.

બીજા દિવસે વશિષ્ઠે પોતાના ઓળખીતા ડોક્ટર પાસે રિધ્ધિની માંદગીનુ સર્ટી લઇ લીધું અને કંપનીમા ભારે પગલે શેઠની કેબિનમા પગ મુક્યો.
શેઠ તેમના હાથમા એક કાગળ વાંચી રહ્યા હતા.

‘સર... મારી રજાચીઠ્ઠી.... મારી દિકરીને ઝેરી મેલેરીયાની અસર છે... હું અઠવાડિયું કામ પર નહી આવી શકું...!!’ વશિષ્ઠે આખરે સાહ્સ કરીને ખોટુ બોલી દીધું.

‘રજા આપી નથી એટલે બહાનું તો નથીને વશિષ્ઠ...???’’ શેઠે ધારદાર નજરથી વશિષ્ઠ સામે જોયું.

અને તે ક્ષણે વશિષ્ઠની આંખોમા રહેલુ અસત્ય ક્યાંક પરખાઇ ન જાય એટલે તે આડીઅવળી થઇને સુરક્ષિત ખુણો શોધવા લાગી અને છેલ્લે તે જમીન તરફ સ્થિર થઇ ગઇ. અને જીભે તેનું પ્રેક્ટિક્લ કામ કર્યું, ‘ના... સર....!!’

‘સારુ મને તારામા વિશ્વાસ છે કે તું ખોટુ નહી બોલે...!!’ શેઠના આ શબ્દોથી વશિષ્ઠને થયું કે ખરેખર આજે પહેલીવાર હું મારી નજર ઉંચી નથી કરી શક્તો.
તે ચુપ રહ્યો.
શેઠે કહ્યું, ‘સારુ રિધ્ધીની સારવારનો ખર્ચ કંપનીમાંથી લઇ લેજે....!’ આ શબ્દોથી વશિષ્ઠની આંખોમાંથી ઝળઝળીયા આવી ગયા... અને ફરી અંદરથી સત્ય બેઠું થઇ ગયું.
તે વિશ્વાસથી શેઠને સાચુ કહેવા નજીક આવ્યો.. ‘સર... સોરી... હું આજે તમારી સામે જુઠ્ઠુ બોલ્યો છું...રિધ્ધિ માંદી નથી..મારે રજા નથી જોઇતી...!’ વશિષ્ઠ ઝડપથી કેબિન બહાર નીકળવા લાગ્યો...!!’

‘ઉભો રહે વશિષ્ઠ.... તુ આ કંપનીનો સૌથી જુનો અને પ્રામાણિક કર્મચારી છે... તુ જુઠ્ઠુ બોલ્યો તેની સજા થશે...' શેઠની આંખોમાંથી જાણે આગના તણખા ઝરી રહ્યા હતા.

'લે આ કવર...!!’ શેઠના ભારેખમ અવાજમાં વશિષ્ઠના પગ થંભી ગયા.

વશિષ્ઠને લાગ્યું કે શેઠે મને પાણિચુ તો નથી પકડાવી દીધુ’ને...??

‘સારુ.. ખોલ... કવરને ..!!’ શેઠનો અવાજ વધુ ભારેખમ હતો.

વશિષ્ઠે ધ્રુજતા હાથે કવર ખોલ્યું, તેમા એક નાની ચીઠ્ઠી હતી.. અને સાથે બીજુ કવર હતુ...!

‘તે ચીઠ્ઠી વાંચ...!’ શેઠ હજુ ગુસ્સામા હતા.
નાની ચબરખીમાં મરોડદાર અક્ષરે લખેલું હતું....
‘રજા ચિઠઠી'....
સર,
જણાવવાનું કે મારા પપ્પાની રજા તમે મંજુર કરી નથી.અમારે ખરેખર ફરવા જવું છે. મારા પપ્પા ક્યારેય ખોટુ બોલતા નથી. પણ કાલે રાત્રે જ મને લાગ્યું કે મારા પપ્પા અમારા માટે ખોટુ બોલીને તમારી પાસે રજા માંગશે. મારી સ્કુલની રજા માટે મારા પપ્પા જો રજાચીઠ્ઠી લખતા હોય તો તેમની રજાચીઠઠી હું કેમ ન લખી શકું ? વળી.. પપ્પાને પૈસાની પણ તક્લીફો છે.. જે મને ક્યારેય નહી જણાવે કેમ કે હું તેમની દિકરી છું... દિકરો નહી.....!! હું માંદી નથી. છતા પણ તમે મારા પપ્પાને રજા આપશો તેવી હું તેમની દિકરી ભલામણ કરુ છું.

મારા પપ્પાની વ્હાલી દિકરી
'રિધ્ધિ.’

વાંચતાની સાથે જ વશિષ્ઠની આંખો ઉભરાઇ ગઇ... ગળામાં ડુમો બાઝી ગયો. તે નિ:શબ્દ બની ઉભો રહી ગયો.

શેઠ ઉભા થઇને તેની નજીક આવ્યા અને કહ્યું. ‘વશિષ્ઠ...આ ક્વરમા બીજુ કાગળ છે તે તમારી ફેમિલી ટુરનું યુરોપનું પેકેજ છે. તમારા પાસપોર્ટ, વીઝા થઇ જશે... ખરીદીના વાઉચરો છે...તમારા મનગમતા કપડા ખરીદી લેજો....અને ગોવા જવાની જરુર નથી....!!’શેઠ પણ દુનીયાદારી જોઈ ચુક્યા હતા.

વશિષ્ઠ શેઠના ચરણોમા ઝુકી ગયો..
શેઠે તેને ખભો પક્ડીને ઉભો કર્યો અને કહ્યુ,, ‘અને.... હા તારી ડાહી રિધ્ધિને કહી દે જે કે મેં તેને લખેલી રજાચીઠ્ઠી મંજુર કરી દીધી છે.’

Monday, July 8, 2019

બાળપણ

*બાળપણ* નુ મારૂ *ફળિયુ* ખોવાયુ
                 અને
રમતો *હુ* એ મારુ *આંગણુ* ખોવાયુ

નથી છીપાતી તરસ *ફ્રીજ* ના પાણીથી
                   કેમકે
રસોડામાં રમતું એ *પાણીયારુ* ખોવાયુ

નથીરે આવતુ લુંછવા *આંસુ* આજ કોઈ
                     અને
મારી *"મા"* લૂંછતી એ આજ *ઓઢણુ* ખોવાયુ

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
                   જયારે
કિલોમીટર દોડાવતુ એ મારુ *પૈડુ* ખોવાયુ

બત્રીસ ભાતના *ભોજન* કયા ભાવે છે હવે
                     ત્યારે
*ગોળ ઘીનુ* મારી *મા-બેની* નુ એ *ચુરમુ* ખોવાયુ

મારવા પડે છે દરેક દ્વારે *ટકોરા* હવે
                   કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે *બારણું* ખોવાયુ

નથી ભૂંસી શકતો હવે લખેલુ આ *કાગળ* નુ
                      અને
ત્યાં તો *દફ્તર* ની એ મારી *પેનને પાટીયું* ખોવાયુ

હજારો દોસ્તો છે  *ફેસબુક* અને *વોટસએપ* મા                 
                      પણ

*લંગોટીયા યાર* સાથેનુ મારું આખે આખું *ગામ* ખોવાયુ.....
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

Sunday, April 21, 2019

સાળંગપુરનો પ્રાચિન ઇતિહાસ

શ્રી કષ્ટભંજન દેવ
સાળંગપુરનો પ્રાચિન ઇતિહાસ
શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન.. દરેક કષ્ટભરી પરિસ્થિતિમાં શ્રી હનુમાનજીનું સ્મરણ માત્ર તમને વિકટભરી પરિસ્થતિમાંથી ઉગારી લે છે. હનુમાન જયંતિ પર વિશેષ પાઠ અને દર્શનનો અમુલ્ય લ્હાવો લેવા ભક્તજનો શ્રી હનુમાનના વિવિધ મંદિરે જાય છે. આવા જ એક વિખ્યાત અને કષ્ટનિવારક મંદિર વિશે જાણીએ.

આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા માટે તેમજ જેમને ભુત –પ્રેત કે અનિષ્ટ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું સત્કારી તેમજ ચમત્કારી મનાય છે. બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલ આ મંદિર માટે એમ કહેવાય છે કે ભુત -પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર જો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમને આવી પીડામાથી મુક્તિ મળે છે. આ ઉપરાંત માનસિક રીતે વિકલાંગ લોકો અને મંદબુદ્ધિના લોકો પણ આ મંદિરમાં હનુમાનજીના દર્શનનો અવશ્ય લાભ લે છે.'સાળંગપુરનો પ્રાચિન ઇતિહાસ

ખાસ કરીને કાળી ચૌદસના દિવસે આ મંદિરમાં હનુમાનજીના આશીર્વાદ લેવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. ભુત –પ્રેતાત્માથી ઉગારતા આ મંદિર માટે એવી વાયકા છે કે ભુત -પ્રેતાત્માથી પીડિત લોકો આ મંદિરમાં આવવાથી મંદિરનું પરિસર ધ્રુજવા લાગે છે અને હનુમાનની મુર્તિના દર્શન માત્રથી ભાગી જાય છે.વળી, મંદિરમાં ચાલતો ધુમાડો શ્વાસમાં જતાં અને મંદિરમાં ચાલતા મંત્રોના ઉચ્ચારણથી ભુત-પ્રેત કાયમ માટે નાસી જાય છે. સાળંગપુર મંદિર આશરે 150 વર્ષ કરતાં પણ જૂનું છે અને તેની સ્થાપના પણ જાણે શ્રધ્ધાળુઓનું કષ્ટ હરવા માટે થઇ છે.

આવો જાણીએ આ મંદિરની મુર્તિ પાછળનો રસપ્રદ ઇતિહાસ

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી સ્વામી સહજાનંદ ઘણુંખરું ગઢડામાં રહેતા હતા તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુકત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ વખતે વચ્ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા. સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા કરતા, તેમની ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચર પણ તેમની ભકિત કરતા રહ્યા. એવી લોકવાયકા છે કે આજથી 150 વર્ષ પહેલાં સાળંગપુરમાં ભારે દુકાળ પડ્યો હતો. પ્રાણી હોય કે મનુષ્ય – પાણી વિના દરેકની હાલત દયનીય બની. આ દુકાળ સાળંગપુર આખાને ભરખી લેશે તેમ જણાતું.

આ સમયે વાધા ખાચરે શ્રી ગોપાલાનંદે સ્વામીને વિનંતી કરતાં કહયુ કે સ્વામી અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. એક ત્રણ વરસથી વરસાદ નથી થયો અને બીજુ આ બોટાદ અને કરિયાણીના દરબારો સમૃધ્ધ હોવાથી તેઓ સંતોને રોકિ રાખે છે જેથી અમોને સતસંગનો લાભ નથી મળતો. આ સાંભળી ગોપાળાનંદ ગંભીર બની ગયા અને તેમણે કહ્યુ કે ભીડ ભાંગે એવા હનુમાનજી ની પ્રતીષ્ઠા કરી આપુ. સ્વામી ગોપાલાનંદે વાધા ખાચરને સાળંગપુરાથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી વાધા ખાચરને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને સ્વામીજી કડિયાને કહ્યુ કે આમા એવી મૂર્તિ કંડાર કે વિશ્વમાં તેની નામના થાય.

ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા અને વિક્રમ સવંત ૧૯૦૫(ઇ.સ.૧૮૫૦) ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો-વિદ્રાનો, બ્રાહ્મણો અને હરિભકતોને આંમત્રિત કયૉ. ભવ્ય મોહત્સવમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. આરતી સમયે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મુર્તિ સામે ત્રાટક વિધિ કરતાં ઊભા છે. પોતે સંકલ્પ કરે છે કે આ મુર્તિમાં હનુમાનજી મહારાજ આવિભૉવ થાઓ.

ત્યારે આરતીના પાંચમા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી. ગોપાળ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યોનાં દુઃખ દુર કરજો, પીડિતોને સવૅ પ્રકાર મુકત કરી એ સવૅના ઉધ્ધાર કરજો.મુર્તિ તો હજુ સુધી ધ્રુજતી હતી. તેથી ભકતોએ સ્વામીને પ્રાથૅના કરી કે સ્વામી બાજુમાં ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રીમદનમોહનજી મહારાજનું માહાત્મય ધટી જશે માટે માટે મુર્તી ને ધ્રુજતી બંધ કરો. ત્યારથી આ મુર્તિ ભક્તોના કષ્ટ નિવારવા લાગી ને સાળંગપુરના હનુમાનનું નામ કષ્ટભંજન પડી ગયું.

સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં ) શરૂ થયું. વધુ ને વધુ શ્રધ્ધાળુઓ આ મંદિરનો લાભ લઇ શકે એ માટે ઇ.સ1956માં શરૂ થયેલ વ્યવસ્થિત બાંધકામ આજે 2011 સુધીમાં આ મંદિરને વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે. તો ચાલો જાણીયે આ મંદિરની વિષેસતા વિષે.

આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમના બારણા ચાંદીના છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી. મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે. સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે જે બપોરના બાર વાગ્યા સુધી ખુલ્લા રહે છે. ત્યારબાદ બપોરે 4 વાગે આ મંદિર ખૂલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે.

બધી જ જાતિના અને ધર્મના લોકો અહીં દર્શન કરવા આવે છે. દેશના જુદા જુદા વિભાગોમાંથી અને રાજયોમાંથી આવેલા ભક્તોની મનની મુરાદ અહીં પૂરી થાય છે. એવું કહેવાય છે કે દુષ્ટાત્માઓ કે પ્રેતાત્માઓથી પીડાતા ભક્તોનો પણ અહીં આવી દર્શન કરવાથી છુટકારો થાય છે. પ્રેતાત્માવાળી વ્યકિત મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ મંદિર ધ્રૂજવા લાગે છે. ભગવાનની મૂર્તિ સામે આવતાં જ અને ધૂપનો ધુમાડો તેના શ્વાસમાં જતાં તેમજ હનુમાનજીના મંત્રો ભણતાં જ પ્રેતાત્મા નાસી જાય છે.

મંદિરની પાસે જ ધર્મશાળા આવેલી છે, જેમાં 50 રૂમો છે. ત્યાં રહેનાર ભક્તોને મફત જમાડવામાં આવે છે. ભક્તોને જે ઈચ્છા હોય તે ભગવાનને આપે. મંદિરના સ્થાનક પાસે જ ગૌશાળાછે. મંદિરની વ્યવસ્થા- કમિટી પાસે 600 એકર જમીન ઈનામમાં મેળલી છે. જેમાં 200 એકરમાં મંદિર તરફથી વાવણી કરી અનાજ ઉગાડવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે. તેમાં સ્વામી સહજાનંદ,સ્વામી યજ્ઞ પુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્વામી સહજાનંદ સ્વામીનાં પગલાં છે અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે. આમ સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્વ છે.

Friday, April 19, 2019

બંકિમભાઈ મોતીવાલા લિખીત રચના - વાંચીને મૂછમાં મલકાઈ જશો ....

બંકિમભાઈ મોતીવાલા લિખીત રચના -

વાંચીને મૂછમાં મલકાઈ જશો ....!

 
🌹તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે....
હૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છે.
 
જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી
ધંધા માં કસ નથી જવું છે સ્વર્ગ માં, પણ જવા માટે કોઈ બસ નથી
 
દિલ ના દર્દ ને પીનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે
છે કેટલી તકલીફ કબરમા, તે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણે
 
નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘ સેલ-ફોન ’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,…....
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,,......
‘ ઇમેલ ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે
આજે, સ્પેસ ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?...
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

' લેક્સસ ' ને ‘ મરસીડીઝ ’ માં આમતેમ ફરો છો તમે ,.....
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી ,.....
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,...
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી હવે ?....
‘ઇલેક્ટ્રિક ’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા 🌹

Sunday, April 14, 2019

રામ રાજ્ય

જોશો, કેમ આવે, કોણ લાવે રામ રાજ્ય..
સૌ બની બેઠા છે રાવણ, કેમ આવે રામ રાજ્ય...

લે બગલમાં રાખ છૂરો, નામ લેવું રામ મુખમાં..
જાય ઓળંગી બઘું, પાછો  ચલાવે રામ રાજ્ય...

રામ નામે જાપ કરતો, પારકું આગવું ગણાવે..
માણસો જો સાવ કેવા, જે ભણાવે રામ રાજ્ય...

છે ભરોસો, રામ રાખે એ ભલાને કોણ ચાખે..
રામના કાર્યો કરે છે, એ બનાવે રામ રાજ્ય...

રામ છું રમતો, કહે સૌ મસ્ત રામ મને ભલેને..
મોજમાં રહે છે એ, ને સૌને હસાવે, રામ રાજ્ય...

નામ લઇને રામનું આરંભ કરવા જાય માનવ..
રામ નામે પત્થરો ને જે તરાવે, રામ રાજ્ય...

રામ બોલો ભાઇ રામ કહી "જગત" મોકલાવે..
કર્મનું બંધન છતાં મોક્ષે સિધાવે, રામ રાજ્ય...

Tuesday, April 9, 2019

મારે પણ એકવાર રીટર્ન ફાઈલ કરવું છે!

કશું સંતાડવું નથી,
જેટલો હોય એટલો બધો ટેક્સ ભરવો છે.
દોસ્ત, ગયા વર્ષની મારી ઈન્કમમાં
મારે તને જાહેર કરવો છે.

તારી કંપની લક્ઝરી છે.
એના પર લક્ઝરી ટેક્સ ચોક્કસ લાગશે.
તું મારો દોસ્ત છે એની સાબિતી રુપે,
આ લોકો કેટલા ડોક્યુમેન્ટ્સ માંગશે?

ખિસ્સાઓ સાવ ખાલી હોય અને.
છતાં કોઈની જાહોજલાલી હોય
આવો ભાગ્યે જ કોઈ અપવાદ મળશે.
તારી ભાઈબંધી બહુ મોંઘી છે યાર.
એના પર લોન લઈ લઉં તો
એનું વ્યાજ મને ટેક્સમાંથી બાદ મળશે?

તારી હાજરી બહુ Obvious છે યાર.
તારા કારણે કેટલાયની નજરોમાં આવું છું.
એક તારા નામને કારણે,
હું ૩૦ %ના સ્લેબમાં આવું છું.

તેં આપેલી મોંઘીદાટ ક્ષણો
હવે ચોપડે ચડાવવી છે,
જિંદગી પાસેથી
તારા નામની એક રસીદ ફડાવવી છે.

તારા માટેનો સમય
જો હું બીજા કોઈને ન આપું,
તો એને કરચોરી કહેવાય?
મારું ચાલે તો તને ગજવામાં સંતાડી દઉં.
પણ તું જ કહે,
સરકારને થોડું સોરી કહેવાય?

તારી હાજરીના માનમાં,
જીવતરના દુઃખ સામે જોઈને
થોડું સ્માઈલ કરવું છે.
દોસ્ત, મિલકતના નામે જો તું હોય ને
તો મારે પણ એકવાર
રીટર્ન ફાઈલ કરવું છે.

ખુદને એપ્રિલ ફુલ બનાવું છું રોજે રોજ,

ખુદને એપ્રિલ ફુલ બનાવું છું રોજે રોજ,
જુઠી વાતે મન બહેલાવું છું રોજે રોજ!

ચહેરા પર મહોરા સજાવું છું રોજે રોજ,
સ્મિત પાછળ આંસુ છુપાવું છું રોજે રોજ!

નિત નવા સપના સજાવું છું રોજે રોજ,
પછી અમથું મન મનાવું છું રોજે રોજ!

સુખની પાછળ જાત દોડાવું છું રોજે રોજ,
અને દુખો ગૂંજે ભરીને લાવું છું રોજે રોજ!

સુજે શબ્દો તો કવિતા સજાવું છું રોજે રોજ,
મળવાને હું શાયરી થઇ આવું છું રોજે રોજ!

જીવું છું માની શ્વાસ લંબાવું છું રોજે રોજ,
પીડાઓની પણ મૌજ મનાવું છું રોજે રોજ!

જીવું છું એવુ મનને સમજાવું છું રોજે રોજ,
ખુદ ખુદને એપ્રિલ ફુલ બનાવું છું રોજે રોજ!

પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું.. કેવી રીતે ?

1. મારે અત્યારે નવાં કપડાંની શી જરૂર છે, એવું ખોટું કહીને સંતાનો માટે નવાં કપડાં ખરીદતા રહીને…

2. પોતાને કેટલું દુઃખ થશે એ છુપાવી રાખીને સાસરે જતી દીકરીને સુખી થવાના આશીર્વાદ આપતી વખતે…

3. પોતાને બસ કે ટ્રેનમાં મિત્રો સાથે ઓફિસે જવાની બહુ મજા પડે છે, એવું કહીને દીકરાને કોલેજ જવા માટે હપ્તેથી બાઇક અપાવતી વખતે…

4. પોતાને ફિલ્મો કે નાટકો જોવાનો શોખ જ નથી એવું કહીને સંતાનોને પોકેટમની આપતા રહીને…

5. પોતાની બગડેલી તબિયત વિશે મૌન રહીને ફેમિલી માટે ઓવર ટાઈમ કરતા રહીને…

6. હોટલમાં જઈએ ત્યારે મને તો કોઈ પણ વાનગી ભાવશે એમ કહીને સંતાનના હાથમાં મેન્યુ આપીને વાનગી પસંદ કરવાનું કહીને…

7. પોતાને થાક લાગ્યો હોય કે ઊંઘ આવતી હોય એ છુપાવીને સાસરેથી આવેલી દીકરી સાથે મોડે સુધી વાતો કરીને કે પત્તાં રમતા રહીને…

8. દીકરો-વહુ અલગ રહેવા જવાની વાત કરે ત્યારે પોતાની પીડા અને વ્યથા દબાવી રાખીને એમને સંમતિ આપતી વખતે…

9. પોતાના તૂટેલા ચશ્મા હજી ખાસ્સો સમય ચાલે એવા છે, એમ કહીને સંતાનને ગોગલ્સ અપાવતી વખતે…

10. આર્થિક પરિસ્થિતિ છુપાવી રાખીને સંતાનનાં ધામધૂમથી લગ્ન કરતી વખતે…

11. દરવાજા પાછળ છુપાઈને પપ્પાને ‘હાઉ’ કહીને ડરાવતા સંતાનથી ખોટેખોટું ડરતા રહીને…

12. પોતાનો બર્થ ડે ઉજવવાની હંમેશાં ના પડે અને ફેમિલીમાં સૌનો બર્થ ડે ઉજવવા તૈયાર રહીને…

– પપ્પા, હવે અમારેય તમને, તમારી સ્ટાઈલથી એપ્રિલફુલ બનાવવા છે, થોડા ચાન્સ અમનેય આપોને !