Friday, December 28, 2018

ગઝલ



એમ   નૈ   માને  જગત  પરચો બતાવી દે

ભર   બપોરે  સૂર્યને     ઢળતો    બતાવી દે

કર નજરબંધી    નગરના   ચોકની  વચ્ચે

જળ ભરેલા    પાત્રમા   ભળકો  બતાવી દે

શક્યતાનાં   દ્વાર   ખુલ્લાં   હોય    તેથી શું

પહોંચવા    ઇશ્વર સુધી   નકશો બતાવી દે

ભોગ છપ્પન ક્યાં જમે છે  દેવ   પથ્થરના

તું    પ્રભુને    કોળિયો     ભરતો  બતાવી દે

લોક અચરજ પામશે  તારી   કરામતથી

અયનાને    બે ઘડી    રડતો    બતાવી દે.

બંધન કયા છે? ( મનમાં )


🍃🙌એક કુંભાર પાસે ત્રણ ગધેડા અને ફક્ત બે દોરડા હતાં.⚱⚱⚱
તેણે એક ડાહ્યા માણસની સલાહ લીધી.
એ માણસે કહ્યું કે, "તું બે ગધેડાને, ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને (ખોટે ખોટે) બાંધવાની ફક્ત એક્શન કર, નાટક કર..

કુંભારે એમ જ કર્યું !

નહાઈને, બહાર આવીને જોયું તો, જેને નહોતો બાંધ્યો, ફક્ત બાંધવાનું નાટક જ કર્યું હતું તે ગધેડો પણ જાણે બંધાયને ઉભો હોય એમ નો એમ ઉભો હતો !!!
.
કુંભારે બે ગધેડાઓને છોડયાં અને ચાલવા માંડ્યો પણ, એનાં આશ્ચર્ય વચ્ચે ત્રીજો ગધેડો પોતાનાં સ્થાનેથી હલ્યો પણ નહીં ! ધક્કો માર્યો તો પણ નહીં !

કુંભારે ફરી પેલા ડાહ્યા માણસને પૂછ્યું..

🤔🤔🤔પેલા ડાહ્યા માણસે કહ્યું કે, "શું તે એ ત્રીજા ગધેડાને છોડ્યો ?"

કુંભાર કહે કે, "મેં તેને બાંધ્યો જ નહોતો !!"

ડાહ્યા માણસે કહ્યું કે, "એ તું જાણે છે કે ગધેડો બંધાયેલ નથી પણ, ગધેડો પોતાને બંધાયેલો જ સમજે છે.. તું એને (ખોટે ખોટે) છોડવાનું નાટક કર.."

કુંભારે તેમ જ કર્યું, ને તેના આશ્ચર્ય વચ્ચે હવે ત્રીજો ગધેડો ટેસથી ચાલવા લાગ્યો..

આપણી સાથે પણ એ ત્રીજા ગધેડા જેવું જ બનતું હોય છે..

આપણે (કાલ્પનિક રીતે) આપણી સાવ ખોટી શરમ, સંકોચ, ક્ષોભ અને કુંઠિત મનોવૃત્તિના કાલ્પનિક દોરડાથી બંધાયેલા હોઈએ છીએ..

- મને સંકોચ થાય છે..
- મને શરમ આવે છે..
- મને તક નથી મળતી..
- મને કોઈ સપોર્ટ નથી મળતો..
- મને માર્ગ નથી મળતો..
- મારાથી આ નથી થઈ શકે તેમ..
વગેરે.. વગેરે..

આ બધાં આપણને ફોગટના બાંધી રાખતાં દોરડાઓ છે..

આપણે આપણાં મનમાં જ કાલ્પનિક રીતે ઉભી કરેલી આવી બંધનવૃત્તિ થી છૂટવાની જરૂર છે..

🦅જેને ઉડવું છે - એને આકાશ મળી રહે છે..🌍
🎙જેને ગાવું છે - એને ગીત મળી રહે છે..🎶🎶
જેને ચાલવું છે - એને દિશા મળી જ રહે છે..
So...
🍁THINK POSITIVE ALWAYS
WORK POSITIVE ALWAYS

હાંક મારતો જા.     😘પ્રેમ ના ગીત ગુંનગુણવતો જા..........ઈશ્વરીય મદદ તારી પડખે જ છે.

Sunday, December 23, 2018

~♦ ''શ્રીમદ ભગવદ્ ગીતા''ની ખાસ ખાસ વિશિષ્ટતાઓ ♦~

''શ્રીમદ્ ભગવદ્ ગીતા'' - આપણા આ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ધર્મગ્રંથ (પુસ્તક) છે જેની છેલ્લાં ૫૧૧૮ વર્ષથી જન્મજયંતી ભારતભરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવેછે.

ભાગ્યે જ કોઈ ભારતીય હશે કે જેણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું નામ ન સાંભળ્યું હોય!! ગીતા જ્ઞાાન એ ગાગરમાં સાગર છે. જ્ઞાનનો આખેઆખો રસપ્રચુર મધપૂડો છે. માનવીના જીવનનું એકપણ ક્ષેત્ર એવું નથી કે જેમાં ગીતા જ્ઞાાન ઉપયોગી ન બનતું હોય!! ગીતાની એટલી બધી વિશિષ્ટતાઓ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તો પાર ન આવે. એમાંની ખાસ ખાસ કેટલીક વિશિષ્ટ વાતો આજે રજૂ કરવાનો ઉપક્રમ છે. આવો આ ખાસિયતો જાણીએ

(૧) ''શ્રીમદ્ ભગવદ્ ગીતા'' - એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત.

(૨)  મહાભારતના કુલ ૧૮ (અઢાર) પર્વ છે. જેમાં છઠ્ઠો પર્વ ભીષ્મપર્વ છે. ભીષ્મપર્વના અધ્યાય નંબર ૨૫ થી ૪૨ના કુલ ૮ અધ્યાય એટલે જ ગીતા.

(૩) સૌપ્રથમ શ્રી વિષ્ણુ ભગવાન થયા. તેમની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માના માનસ પુત્ર શ્રી વશિષ્ઠ ઋષિ થયા, તેમના શક્તિ,
શક્તિના પારાશર, પારાશર અને મત્સ્યગંધાના મિલનથી થયા વેદવ્યાસ - જેમનું સાચું નામ શ્રીકૃષ્ણ બાદરાયણ (દ્વૈપાયન) વ્યાસ - જે ૧૮મા છેલ્લા વેદવ્યાસ હતા તેમણે ગીતાને છંદબદ્ધ શ્લોકોમાં રૃપાંતર કરી ગીતા લખી. વેદવ્યાસને વંદન.

(૪)  ગીતા માત્ર ૪ (ચાર) વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને શ્રીકૃષ્ણ ભગવાન. સંજય ધૃતરાષ્ટ્રના સારથિ હતા જે વિદ્વાન ગવલ્ગણ નામના સારથિના પુત્ર હતા. શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ હતા. સંજયને વેદવ્યાસે દિવ્યદૃષ્ટિ આપી હતી તો વિરાટરૃપનાં દર્શન કરવા શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યદૃષ્ટિ આપે છે. બન્ને બાજુ સારથિ - બન્ને બાજુ દિવ્યદૃષ્ટિ. કેવો યોગાનુયોગ.

(૫)  ગીતામાં કુલ ૭૦૦ (સાતસો) શ્લોક છે જે પૈકી ૫૭૫ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા છે, ૮૫ શ્લોક અર્જુન બોલ્યા છે,

૩૯ શ્લોક : સંજય અને માત્ર ૧ (એક) શ્લોક
ધૃતરાષ્ટ્ર બોલ્યા છે.

(૬) ગીતાના ૧૮ અધ્યાય છે, ૭૦૦ શ્લોકો છે, ૯૪૧૧ શબ્દો છે, ૨૪૪૪૭ અક્ષરો છે. શ્રીકૃષ્ણ ઉવાચ - ૨૮ વખત, અર્જુન ઉવાચ - ૨૧ વખત, ધૃતરાષ્ટ્ર ઉવાચ ૦૧ એમ કુલ મળી - ૫૯ વખત ઉવાચ આવે છે. સંજય ઉવાચ - ૯ વખત આવે છે.

(૭) ઈ.સ. પૂર્વે ૩૧૦૨ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે ગીતા અર્જુનને કહી તે યુદ્ધ કરવા, યુદ્ધના મેદાનમાં કહી અને એ ઉપદેશ જ હિન્દુ ધર્મનો મહાન ધર્મગ્રંથ
બની ગયો એ બાબત સમગ્ર વિશ્વના બધા ધર્મગ્રંથોમાં માત્ર અને માત્ર એક જ કિસ્સો છે.

(૮)  આખી ભગવદ્ ગીતામાં ''હિંદુ'' શબ્દ એક પણ વખત આવતો નથી - તે હિંદુ ધર્મનો ધર્મગ્રંથ હોવા છતાં પણ. એ જ સાબિત કરે છે કે ગીતા વૈશ્વિક ધર્મગ્રંથ છે.

(૯)  શ્રીમદ્ ભગવદ્ ગીતા - એ એવો એક ધર્મગ્રંથ છે જેનો અનુવાદ ભાષાંતર વિશ્વની તમામે તમામ ભાષાઓમાં થયું છે.

(૧૦) શ્રી હેમચંદ્ર નરસિંહ લિખિત શ્રી ગીતાતત્ત્વ દર્શનમાં ગીતાના કુલ ૨૩૩ પ્રકાર છે, જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા મુખ્ય છે. અનુગીતા, અવધૂત ગીતા,
અષ્ટાવક્ર ગીતા, પાંડવગીતા, સપ્તશ્લોકી ગીતા જેવા ૨૩૩ ગીતા પ્રકાર છે.

(૧૧)  ભક્તિના કુલ ૯ (નવ) પ્રકાર છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ નવેનવ પ્રકારની ભક્તિનું વર્ણન, વ્યાખ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે.

(૧૨) ગીતાના દરેક અધ્યાયના અંતે અધ્યાય પૂરા થયાની નોંધ માટે જે પંક્તિ આવે છે તેને પુષ્પિકા કહે છે જે મુજબ ગીતા બ્રહ્મવિદ્યા છે, યોગનું શાસ્ત્ર છે, આવી અઢાર પુષ્પિકાના કુલ શબ્દો ૨૩૪ છે
અને તેના કુલ અક્ષરો ૮૯૦ છે.

(૧૩) શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રદ્ધાનો, ભક્તિનો, ધર્મનો અને સત્યનો એવો આધારસ્તંભ છે કે
આપણા દેશની તમામ અદાલતોમાં પણ તેના ઉપર હાથ મૂકી સોગંદ લે પછી સત્ય જ બહાર આવશે તેટલી અધિકૃતિ મળેલી છે, આવું વિશ્વમાં બીજે ક્યાંય નથી!!

(૧૪) ગીતા યોગશાસ્ત્રવિદ્યા છે. ગીતામાં કુલ ૧૮ અધ્યાયના ૧૮ યોગ તો છે જ જે તેના શીર્ષકમાં આવે છે જેમકે ભક્તિયોગ, કર્મયોગ સાંખ્ય યોગ. આ ઉપરાંત અભ્યાસયોગ, ધ્યાનયોગ બ્રહ્મયોગ જેવા કુલ ૩૦ (ત્રીસ) યોગો ગીતામાં છે.

(૧૫) ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકનો પહેલો શબ્દ ધર્મક્ષેત્ર છે, જ્યારે છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ 'મમ' છે. અર્થાત્ મારું ધર્મક્ષેત્ર કયું? તો ૧ થી ૭૦૦ શ્લોક વચ્ચે જે આવે છે. વેદવ્યાસનો શબ્દસુમેળ કેવો અદ્ભુત છે!!

(૧૬) સમગ્ર ગીતાનો સાર શું છે? ગીતા શબ્દને ઉલટાવીને વાંચો. તાગી. જે આસક્તિનો ત્યાગ કરે છે તે જ પ્રભુને પામી શકે છે. મહાત્મા ગાંધીજીએ એટલે જ ગીતા વિશે જે પુસ્તક લખ્યું છે તેનું ચોટડૂક શીર્ષક 'અનાસક્તિ યોગ' આપ્યું છે.
ઉપનિષદમાં પણ કહ્યું છે : ત્યેન ત્યક્તેન ભુંજિથા - ત્યાગીને ભોગવો.

(૧૭)  ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ - ચાર વેદો છે પણ ગીતાને પાંચનો વેદ કહેવાય છે.

(૧૮)  મહાભારતના પર્વ ૧૮ છે, ગીતાના અધ્યાય ૧૮ છે. સરવાળો ૯ થાય છે. ૯ એ પૂર્ણાંક છે. 'શ્રીમદ્ ભગવદ્ ગીતા'ના કુલ અક્ષરો પણ ૯ થાય છે.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણનાં કુલ ૧૦૮ નામ છે, કુલ ૧૦૮ સુવાક્યો છે, ગીતાને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કરનાર 'શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસ'નું નામ પણ ૯ અક્ષરનું છે, ગીતામાં 'યોગ' શબ્દ ૯૯ વખત આવે છે, ગીતામાં કુલ ૮૦૧ વિષયોનું વર્ણન છે, યોગ માટે ૫૪ શ્લોકો છે, ગીતામાં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે જેમકે વૃક્ષોમાં હું પીપળો છું, નદીઓમાં હું ગંગા છું - તો ગીતામાં આવી કુલ મળી ૨૩૪ વિભૂતિઓનું વર્ણન છે. ગીતામાં કુલ ૯૦
(નેવું) વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ છે.

જેમકેઃ નારદ, પ્રહલાદ, ભૃગુ, રામ વગેરે. આ
તમામનો સરવાળો ૯ થાય છે એટલું જ નહિ ગીતાનાં કુલ ૧૮ નામ છે જેનો સરવાળો પણ ૯ થાય છે. ૯નું અદભુત સંકલન અહીં જોવા મળે છે.

(૧૯)  ગીતાના ૭૦૦ શ્લોકો છે જેમાં વર્ણવાર ગણતરી કરતાં સૌથી વધુ ૧૦૩ શ્લોકો 'ય' - અક્ષર ઉપરથી શરૃ થાય છે જ્યારે બીજા નંબરે 'અ' - ઉપર ૯૭ શ્લોકો છે.

(૨૦)  શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આત્મા શબ્દ ૧૩૬ વખત, જ્ઞાન શબ્દ ૧૦૮ વખત, યોગ શબ્દ ૯૯ વખત, બુદ્ધિ અને મન ૩૭ વખત બ્રહ્મ - ૩૫ વખત, શાસ્ત્ર શબ્દ - ૪ વખત, મોક્ષ શબ્દ - ૭ વખત અને ઈશ્વર-પરમેશ્વર શબ્દ - ૬ વખત આવે છે. ધર્મ શબ્દ ૨૯ વખત આવે છે.

(૨૧)  સમગ્ર ગીતાસાર અધ્યાય  ૨ માં આવી જતો હોવાથી અધ્યાય  ૨ ને ''એકાધ્યાયી ગીતા'' કહેવામાં આવે છે.

(૨૨)  અધ્યાય નં. ૮ શ્લોક નં. ૯, ૮/૧૩, ૯/૩૪, ૧૧/૩૬, ૧૩/૧૩, ૧૫/૧ અને ૧૫/૧૫ = આ ૭
શ્લોકને 'સપ્તશ્લોકી ગીતા' કહે છે.

(૨૩)  શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠમાં મંત્ર, ઋષિ, બીજ, છંદ, દેવતા અને કીલક આ ૬ મંત્રધર્મનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફળ માટે ગીતામાહાત્મ્યનો પણ ખાસ મહિમા છે.

(૨૪) ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મ, ૭ થી ૧૨ અધ્યાયમાં ભક્તિ અને ૧૩ થી ૧૮ અધ્યાયમાં જ્ઞાનનો વિશેષ મહિમા છે.

(૨૫) કોઈપણ ધર્મના સિદ્ધાંતોને વેદ- ઉપનિષદ-ભગવદ્ ગીતા આ ત્રણનો આધાર લઈ શાસ્ત્રોક્ત રીતે સાબિત કરવામાં આવે છે તેને પ્રસ્થાનત્રયી કહે છે જેમાં ગીતાનું સ્થાન મોખરે આવે છે. ધર્મની એકપણ ગૂંચવણ એવી નથી કે જેનો ઉકેલ ભગવદ્ ગીતામાં ના હોય!!

(૨૬) ગીતાના ૭૦૦ શ્લોકો પૈકી ૬૪૫ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. બાકીના ૫૫ શ્લોકો ત્રિષ્ટુપ, બૃહતી, જગતી, ઈન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા વગેરે અલગ અલગ છંદોમાં આવે છે.

(૨૭) ગીતાએ આપણને એના પોતીકા સુંદર શબ્દો આપ્યા છે. લગભગ આવા શબ્દોની સંખ્યા ૧૦૦ થવા જાય છે જે પૈકી ઉદાહરણ તરીકે ૧૦ શબ્દો અત્રે પ્રસ્તુત છે.
અનુમંતા, કાર્પણ્યદોષ, યોગક્ષેમ, પર્જન્ય, આતતાયી, ગુણાતીત, લોકસંગ્રહ, ઉપદૃષ્ટા, છિન્નસંશય, સ્થિતપ્રજ્ઞા

(૨૮)  સમગ્ર વિશ્વમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા - એ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની ભક્તો વિધિસર પૂજા કરે છે.

(૨૯) ગીતામાં કુલ ૪૫ શ્લોકો તો એવા છે કે જેની પંક્તિઓ એક સરખી હોય, શ્લોક બીજી વખત આવ્યો હોય કે શ્લોકના ચરણની પુનરૃક્તિ-પુનરાવર્તન થયું હોય. જેનાં કેટલાંક ઉદાહરણો અત્રે આપેલ છે :

♥ અધ્યાય/શ્લોક ♥
૩/૩૫
૬/૧૫
૯/૩૪
૧૮/૪૭
૬/૨૮
૧૮/૬૫

(૩૦) એકલી ગુજરાતી ભાષામાં જ શ્રીમદ્
ભગવદ્ ગીતા વિષે અલગ અલગ સમજૂતી આપતાં, ટીકા- ટીપ્પણી કરતાં ૨૫૦ પુસ્તકો હાલ ઉપલબ્ધ છે જે દર્શાવે છે કે આ ગ્રંથ કેટલો મહાન છે, આવાં ખૂબજ લોકપ્રિય પુસ્તકોના ઉદાહરણ
રૂપ ૧૦ લેખકો અત્રે પ્રસ્તુત છે

[૧] મહાત્મા ગાંધીજી - અનાસક્તિ યોગ
[૨] વિનોબા ભાવે - ગીતા પ્રવચનો
[૩] આઠવલેજી - ગીતામૃતમ્
[૪] એસી ભક્તિ વેદાંત - ગીતા તેના મૂળરૃપે
[૫] કિશોર મશરૃવાળા - ગીતા મંથન
[૬] પં. સાતવલેકરજી - ગીતાદર્શન
[૭] ગુણવંત શાહ - શ્રીકૃષ્ણનું જીવન સંગીત
[૮] શ્રી અરવિંદ - ગીતાનિબંધો
[૯] રવિશંકર મહારાજ - ગીતાબોધવાણી
[૧૦] કાકા કાલેલકર - ગીતાધર્મ

(૩૧) આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા-ને કુલ ૫૧૧૮
વર્ષ થયા છતાં ગીતામાં દર્શાવેલા ધર્મસિદ્ધાંતોનું
- મતનું કોઈએ પણ કોઈ ખંડન કર્યું નથી તે જ
દર્શાવે છે કે ગીતા સર્વમાન્ય ગ્રંથ છે.

(૩૨)  ગીતાનું મૂળ બીજ બીજા અધ્યાયનો અગિયારમો શ્લોક છે. આ શ્લોકથી જ ભગવદ્ ગીતાની શરૃઆત થાય છે. ગીતાની પૂર્ણાહૂતિ અઢારમા અધ્યાયના ત્રેસઠમા શ્લોકમાં 'ઈતિ'થી થાય છે - જે સમાપ્તિસૂચક શબ્દ છે. માગશર સુદ - અગિયારસના રોજ શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ગીતા કહેવામાં આવી.

(૩૩) ગીતાનો સૌથી શ્રેષ્ઠ મંત્ર તજજ્ઞોની દૃષ્ટિએ
અઢારમા અધ્યાયનો છાસઠમો શ્લોક છે જેમાં શ્રીકૃષ્ણ સ્વયં પોતાના મુખેથી જણાવે છે કે હું તને સર્વ પાપોથી છોડાવીશ તેમાં તું સહેજ પણ શોક ન કર. ગીતાનો સાર પણ આ જ શ્લોકમાં છે. અર્થાત્ વિશ્વાસ એ જ વિશ્વનો શ્વાસ છે.

(૩૪) ગીતાના બધા શ્લોકો મંત્ર છે, શ્રેષ્ઠ છે પરંતુ ગીતાભક્તોની દૃષ્ટિએ, આલોચકોની દૃષ્ટિએ,
વિદ્વાનોની દૃષ્ટિએ સમગ્ર ૭૦૦ શ્લોકોમાંથી ટોપ ટેન ૧૦ શ્લોકો નીચે પ્રમાણે છે. પ્રથમ આંક અધ્યાય દર્શાવે છે, બીજો આંક શ્લોક નંબર દર્શાવે છે. (દરેક શ્લોક શ્રેષ્ઠ હોઈ મુમુક્ષુઓની પસંદગી અલગ અલગ હોઈ શકે)

૨/૨૩, ૩/૩૫, ૪/૭, ૨/૪૭, ૬/૩૦, ૯/૨૬, ૧૫/૫,
૧૭/૨૦, ૧૮/૬૬, ૧૮/૭૮

(૩૫) ગીતાના અઢારમા અધ્યાયનો છેલ્લો શ્લોક
એટલો મર્મસભર, ગીતસભર છે કે ન પૂછો વાત!! આ શ્લોકમાં '૨' અક્ષર કુલ  ૧૩ વખત આવે છે, ય અક્ષર ૪ વખત આવે છે, ત્ર અક્ષર ૩ વખત આવે છે, ધ અક્ષર ૩ વખત આવે છે છતાં છંદ જળવાય છે અને એટલું મધુર સંગીત સહજ ઉત્પન્ન થાય છે કે વારંવાર આ શ્લોક બસ ગાયા જ કરીએ. તમે પણ પ્રયત્ન કરી જુઓ - વારંવાર ગાવા લલચાશો. આવા વારંવાર ગમી જાય, ગાવા માટે ઉત્સુકતા રહે તેવા ઉદાહરણરૃપ પાંચ શ્લોકો નીચે મુજબ છે.એકવાર તો ગાઈ જુઓ!
૪/૭, ૬/૩૦, ૯/૨૨, ૧૫/૧૪, ૧૮/૭૮

(૩૬)  ગીતામાં ગણિતનો પણ અદભુત પ્રયોગ શ્રી વેદવ્યાસે કર્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગીતામાં ૧ થી ૧૦૦૦ સંખ્યાનો પ્રયોગ વારંવાર
સંખ્યાવાચક શબ્દોથી થયો છે. માન્યામાં નથી આવતું ને? ગીતામાં કુલ ૧૬૫ વખત આવાં સંખ્યાવાચક રૂપકો આવે છે પણ સ્થળસંકોચના કારણે ઉદાહરણરૂપ વિગત અત્રે પ્રસ્તુત છે :

૧. એકાક્ષરમ (ઁ)
૨. દ્વિવિદ્યા નિષ્ઠા (બે નિષ્ઠા)
૩. ત્રિભિઃ ગુણમયૈઃ (ત્રણ ગુણ)
૪. ચાતુર્વર્ણ્યમ્ (ચાર વર્ણ)
૫. પાંડવા  (પાંચ પાંડવ)
૬. મનઃ ષષ્ઠાનિ (છ ઇન્દ્રિય)
૭. સપ્ત મહર્ષય (સપ્તર્ષિ)
૮. પ્રકૃતિ અષ્ટધા (આઠ પ્રકૃતિ)
૯. નવ દ્વારે (નવ દ્વાર)
૧૦ ઈન્દ્રયાણિ દશૈકં (૧૦ ઈન્દ્રિય)
૧૧. રૃદ્રાણામ (૧૧ રૃદ્ર)
૧૨. આદિત્યાન્ (૧૨ આદિત્ય)
૧૩. દૈવી સંપદ્મ (૨૬ ગુણો)
૧૪. નક્ષત્રાણામ્ (૨૭ નક્ષત્રો)
૧૫. એતત્ ક્ષેત્રમ્ (શરીરના ૩૧ ગુણ)
૧૬. મરુતામ્ (૪૯ મરૃતો)
૧૭. અક્ષરાણામ્ (૫૨ અક્ષર)
૧૮. કુરૃન્ (૧૦૦ કૌરવો)
૧૯. સહસ્ત્રબાહો (૧૦૦૦ હાથવાળા)

(૩૭)  ઘણા એવી શંકા કરે છે કે યુદ્ધના મેદાનમાં આટલી લાંબી ૭૦૦ શ્લોકોવાળી ગીતા માટે કેટલો બધો સમય લાગ્યો હશે પણ આ શંકાનું પણ નિવારણ છે. ગીતાનો ૧ શ્લોક શાંતિથી, નીરાતથી ગાવામાં આવે તો માત્ર અને માત્ર ૧૦(દસ) સેકન્ડ જ થાય છે. આ હિસાબે જો ૭૦૦ શ્લોક ગાઇએ તો ૭૦૦૦ સેકન્ડ થાય. ૧ કલાકની ૩૬૦૦ સેકન્ડ થાય એ મુજબ આખી ગીતા વાંચતા માત્ર બે કલાક જ
થાય છે. આ તો પદ્યની વાત થાય છે. જ્યારે યુદ્ધના મેદાનમાં તો શ્રીકૃષ્ણ- અર્જુનનો સંવાદ
ગદ્યમાં થયો હતો જેથી આવી સમય મર્યાદાની શંકા અસ્થાને છે.

(૩૮) ગીતા એ માનવજીવનનું રહસ્ય છે. રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતા માનવીની કથા છે. ભક્ત અને ભગવાન વચ્ચેનો મધુર સંવાદ છે, તો કર્મ - અકર્મનો વિવાદ પણ છે. ગાદી માટેનો વિખવાદ છે,ફરજથી પલાયનવાદ છે તો અંતે સૌના માટેનો આશીર્વાદરૃપ ધન્યવાદ પણ છે.

(૩૯)  ગીતા વિશે એક અદ્ભુત 'પ્રયોગ' - પણ
પ્રચલિત છે. જ્યારે તમે ખૂબજ મુશ્કેલીમાં હોવ, કોઈપણ રસ્તો સૂઝતો જ ના હોય, ચારે તરફથી નિરાશા જ મળી હોય ત્યારે ગીતા માતાના શરણે
જાવ. ગીતા હાથમાં લો. શ્રદ્ધાપૂર્વક ૧૧ વખત શ્રીકૃષ્ણ ભગવાનનો મંત્ર બોલો. શ્રીકૃષ્ણઃ શરણં મમ - હવે ગીતા ખોલો. પેન્સિલ-પેનની અણી કોઈપણ શ્લોક ઉપર મૂકો. ત્યાં જે શબ્દ કે શ્લોક છે તેનો જે અર્થ થાય છે તે જ તમારા પ્રશ્નનો ઉપાય-
જવાબ છે. મોટાભાગના અનુભવો સફળ જ થયા છે. સુખને એક અવસર તો આપો!!

મહાત્મા ગાંધીજી ખુદ કહેતા  ''મુશ્કેલીમાં હું
ગીતામાતાના શરણે જઉં છું.'

♥ જયશ્રીકૃષ્ણ ♥

Saturday, December 22, 2018

દુલાભયા કાગના પુસ્તકનો ટૂંકો સાર

      ૧. ભૂખ લાગવી એ પ્રકૃતિ છે. ધરાયા પછી ખાવું એ વિકૃતિ છે અને ભૂખ્યાં રહીને બીજાને ખવરાવવું એ સંસ્કૃતિ છે.

      ૨. થાકેલાને ગાઉ લાંબો લાગે છે. ઉંઘ વિનાનાને રાત લાંબી લાગે છે અને ઉત્સાહ વિનાનાને કાર્યસિઘ્ધિ લાંબી લાગે છે.
  
     ૩. નાથ નાખવાથી બળદ વશ થાય છે. અંકૂશથી હાથી વશ થાય છે. નમ્રતાથી જગત વશ થાય છે અને વિનયથી વિદ્વાનો-બુઘ્ધિમાનો વશ થાય છે.

      ૪. પગી, પારેખ, કવિ, રાગી, શૂરવીર, દાતાર, છેતરનાર અને કૃતધ્ની એ સૌ સંસ્કારો સાથે જ જન્મે છે. એને બનાવી શકાતા નથી. એની નિશાળ હોતી નથી.

        ૫. ઊંટને ત્રીજે વરસે, ઘોડાને પાંચમે વરસે, સ્ત્રીને તેરમા વરસે અને પુરુષને પચ્ચીસમા વર્ષે જુવાની આવે છે.

         ૬. આખા જંગલનો નાશ કરવા એક તણખો બસ છે. સર્વ સુકૃતોને ધોઈ નાખનાર એક પાપ બસ છે, તેમ કુળનો નાશ કરવા માટે એક જ કુપુત્ર બસ છે.

         ૭. જેના ઘરમાં બાળકોનો કિલ્લોલ નથી, જેના ઘરમાં સભ્યો વચ્ચે સંપ નથી, જેના ઘરમાં વહેલી સવારે વલોણાનો રવ કે ઘંટીના રાગ સંભળાતા નથી, જેના આંગણે ગાય-વાછરું નથી, જેના ઘરમાં કોઈ મહેમાન આવતાં નથી તે ઘર શ્મશાનસમું સમજવું.

        ૮. કર્મ પહેલાં કે જીવ?, બીજ પહેલાં કે વૃક્ષ, ઇંડું પહેલું કે મરઘી?, પુરુષ પહેલો કે સ્ત્રી? આ પ્રશ્નનો જવાબ મૂર્ખ અને વિદ્વાન બધા પાસેથી એક જ જાતનો મળે છે.

          ૯. રાત્રી સૂર્યને મળવા જતાં, યુવાની ઘડપણને મળવા જતાં અને માનવી કામનાઓને મળવા જતાં મૃત્યુ પામે છે.

          ૧૦. લડાયક પડોશ, ઘાસવાળું ખેતર, ભાઠું પડેલું ઘોડું અને વિધવાવાળું ઘર એટલાં માનવીને દુઃખ આપનારાં છે.

         ૧૧. તારાઓથી ચંદ્ર છૂપાતો નથી. વાદળાંઓથી સૂર્ય છૂપાતો નથી. અવળું જોવાથી પ્રેમ છૂપાતો નથી. યાચકોને ભાળીને દાતાર છૂપાતો નથી અને રાખ ચોળે તોપણ ભાગ્ય છૂપાતું નથી.

           ૧૨. જેમ પારસને અડેલી તલવાર સોનું બને છે પણ એની ધાર અને આકાર એનાં એ જ રહે છે, તેમ સંતના પ્રસાદથી દુષ્ટ માનવી સમજુ બને છે, છતાં એની દુષ્ટતા વખત આવ્યે પ્રગટ થાય છે.

              ૧૩. ભગવાન બે વખત હસે છે, એક તો ભાઈ સાથે ભાઈ બથોબથ બાઝે ત્યારે અને બીજું સો વરસનો પથારીવશ બુઠ્ઠો જીવવા માટે ઓસડ ખાય ત્યારે.

            ૧૪. સર્પને ઘીનો દીવો, લોભીને મહેમાન, બકરીને વરસાદ અને સુમ કહેતા લોભીજનને કવિ અળખામણો લાગે છે.

           ૧૫. સર્પને મોરનો રાગ, કરજદારને લેણદાર, તાબેદારને ઉપરી અને સ્વચ્છંદી છોકરાને નિશાળ આટલાવાનાં નથી ગમતાં.

            ૧૬. ફળ વિનાના ઝાડનો પંખી ત્યાગ કરે છે, કદરહીણા ધણીનો સેવક ત્યાગ કરે છે, સંશયવાળાનો શ્રઘ્ધા ત્યાગ કરે છે તેમ વૃઘ્ધ થયેલાઓનો કુટુંબીજનો ત્યાગ કરે છે.

            ૧૭. ઊંદરને ઘેર કાણ મંડાય ત્યારે બિલાડીના ઘેર ગીતડાં ગવાય છે. આપણા સંસારનું પણ એવું જ છે.

               ૧૮. ધરતી માતાનો ચમત્કાર તો જુઓ, આપણે ગમે તેવું ગંધાતું ગોબરું ખાતર આપીએ તો તે પણ ૪ મહિનામાં કણમાંથી મણ અનાજ આપે છે.

            ૧૯. પેટમાં ગયેલું ઝેર એકનો નાશ કરે છે જ્યારે કાનમાં ગયેલું વિષ હજારોનો નાશ કરે છે.

            ૨૦. ઈશ્વરે માતાના પેટમાં જીવની વ્યવસ્થા એવી કરી છે કે એને વિના મહેનતે પોષણ મળે છે. પણ સંસારમાં એ વ્યવસ્થા માનવીએ એવી કરી છે કે કમાવા છતાં માણસોને અન્ન, વસ્ત્ર અને આબરૂના તોટા પડે છે.

         ૨૧. તાવવાળાને દૂધ કડવું લાગે છે. ગધેડાને સાકર કડવી લાગે છે અને દુર્જનને સદ્‌ઉપદેશ કડવો લાગે છે.

         ૨૨. જીવન પાછળ મરણ છે. દિવસ પાછળ રાત છે. ભોગ પાછળ રોગ છે અને વિલાસની પાછળ વિનાશ છે.

        ૨૩. વચન પાળવું, અજાણ્યા મલકમાં મુસાફરી કરવી, મિત્રતા નિભાવવી, યુદ્ધમાં અડગ રહેવું. દુશ્મન પર ક્ષમા કરવી અને ભયભીતને અભય આપવું આ બધાં કામ અતિ મુશ્કેલ છે.

         ૨૪. ૠતુ અને વૃક્ષ બંને મળે છે ત્યારે જ સુંદર ફળ આવે છે. તેમ મહેનત અને પ્રારબ્ધ બેય ભેગા થાય ત્યારે સારું પરિણામ મળે છે.

        ૨૫. મા વિનાનું બાળક રડે છે. ધણી વિનાનાં પશુ રડે છે. ઘેર રહેવાથી ખેતી રડે છે. સાવધાની વિનાનો વેપાર રડે છે અને વેરવાળાનું જીવન રડે છે.

       ૨૬. દૂધ બગડે ત્યારે ખટાશ થાય છે. ખેતર બગડે ત્યારે ખાર થાય છે. લોઢું બગડે ત્યારે કાટ થાય છે, અને બુદ્ધિ બગડે ત્યારે રાવણ થાય છે.

        ૨૭. છોડી મૂકેલા બળદ, બોલકણો વૃઘ્ધ અને માન વિનાનો મહેમાન એ બધા સરખા ગણાય છે.

        ૨૮. કરજ હોવા છતાં મોજશોખ કરનારાંનો, પૈસા લીધા હોય તેની સાથે વેર બાંધનારાનો, માલિકની, મિત્રની અને સલાહ લેનારની ગુપ્ત વાતો ઉઘાડી કરનારાનો અને સાચો ઠપકો આપનારનો તિરસ્કાર કરનારાનો સંગ કરવો નહીં.

       ૨૯. બીજાને પ્રકાશ આપવા દીવો બળી જાય છે, બીજાને છાંયો આપવા વૃક્ષ તડકો સહન કરે છે. બીજાને સુગંધ આપવા ફૂલ અગ્નિ પર તાવડે ચડે છે, અને બીજાને સુખી કરવા સજ્જન દુઃખો સહન કરે છે.

       ૩૦. ખાંડની નાની નાની કણીઓને કીડીઓ શોધી કાઢે છે. ગાયને વાછરડી શોધી કાઢે છે. ગુપ્તચરો ગુનેગારોને શોધી કાઢે છે એમ કર્મનું ફળ કર્મના કરનારને જ્યાં હોય ત્યાંથી શોધી કાઢે છે.

       ૩૧. સજ્જન અને સૂપડું એ બંને સારી વસ્તુને રાખીને ખરાબ વસ્તુ બહાર ઝાટકી કાઢે છે, તેમ દુર્જન અને ચાળણી ખરાબ વસ્તુને પેટમાં રાખે છે અને સારી વસ્તુને ત્યજી દે છે.

        ૩૨. જુવાની વેડફી નાખનાર ઘડપણમાં, ધન વેડફી નાખનાર ગરીબીમાં અને જીભ વેડફી નાખનાર જીવનભર પસ્તાય છે.

        ૩૩. સંપત્તિ પામેલો મૂર્ખ, નીર પામેલી નાની નદી અને પવનમાં આકાશે ચડેલું પાંદડું પોતાની જાતને મહાન માને છે.

      ૩૪. મમતાની દોડ મૃત્યુ સુધી, વાસનાની દોડ અવતારો સુધી, નદીઓની દોડ દરિયા સુધી છે જ્યારે જીવની દોડ ઈશ્વર સુધી છે.

       ૩૫. વિદ્યાભ્યાસ, ખેતીની ૠતુ, ચૂલે ચડાવેલું ઘી અને યૌવનની સાચવણીમાં આળસ ન કરવી.

      જો મિત્રો આ સાર ભાવ ગમ્યો હોય તો ? વિસ્તાર કરજો કોઈકના જીવનમા ઝબકારો થાયને જીવન બદલાઈ જાય તો વાંચ્યું લેખે લાગશે.

Friday, December 21, 2018

જીવન જીવવા બહુ જરૂરી છે.......


શબ્દો સમજાય 
અને ન વાગે, 
એ બહુ જરૂરી છે.

સંબંધ સચવાય 
અને મન ન કચવાય,
એ બહુ જરૂરી છે.

નીકળી જાઉં હું ગમે
તેટલું આગળ 
સત્યની શોધમાં,
સમય રહેતા પાછું 
વળાય; 
એ બહુ જરૂરી છે.

લંબાઈ માપીને શું કરીશું આ જિંદગીની?
દુ:ખના દિવસો જલ્દીથી, સુખના ધીરે-ધીરે જાય,
એ બહુ જરૂરી છે.

અંતે ભળી જવાનું છે રાખમાં એ જાણતો હોવા છતાંય દોડે જાઉં છું,
કારણ કે દીપક બુજાય એ પહેલા ઝળહળી જવાય, 
એ બહુ જરૂરી છે.

મિત્રતાનું ક્ષેત્રફળ માપવાનું સમીકરણ અલગ પણ હોઈ શકે,
લંબાઈ અને પહોળાઈ માપવામાં, ઊંડાઈ વિસરાઈ ન જાય, 
એ બહુ જરૂરી છે.

સંવાદ સર્જાય કે નહિ 
એ અગત્યનું નથી,
એક-મેક ને જોઈ ને 
આંખો ચમકી જાય, 
એ બહુ જરૂરી છે.

એકરાર થાય- ન થાય, 
એ મળે- ના મળે, 
ને છતાંય- શ્વાસમાં 
પહેલો પ્રેમ છલકાય, 
એ બહુ જરૂરી છે.

હસું-રડું, 
અથડાઉં-પછડાઉં, 
જાઉં ઉપર કે નીચે 
પડી જાઉં, 
અસ્તિત્વ થી અંત સુધી વ્યક્તિએ ઝઝુમતા રહેવું, 
એ બહુ જરૂરી છે.

શબ્દો સમજાય અને 
ન વાગે, એ બહુ જરૂરી છે.

સંબંધ સચવાય 
અને મન ન કચવાય, 
એ બહુ જરૂરી છે!

Thursday, December 20, 2018

અમે રહીયા

અમે તો રહ્યાં હથેળીના માણહ,
ટેરવેથી મળવાનું નહીં ફાવે.

ભીની આંખે ભેટી લેશું,
અમને સાવ ઠાલું મરકવું નહીં ફાવે.

ખુલ્લા દિલે ખખડાવી દેશું,
બાકી રૂસણાં -મનામણાં નહીં ફાવે.

હકથી લેશું દુઃખડાં દોસ્તનાં,
એમાં પાછળ રહેવાનું નહીં ફાવે.

સાથે રહીને સુખ વહેંચશું,
એક્લતાનું સ્વર્ગ સાલું નહીં ફાવે,

મૈત્રીની મહેક સહજ ફેલાવશું,
વચન -વાયદા નહીં ફાવે...!!!

Sunday, December 16, 2018

હા હુ જીંદગી જીવી રહી છુ

હા.. હું પ્રેમ કરું છું મારી વધી રહેલી ઉમર ને,
ગમી રહ્યું છે શાણપણ, તો યે શરારત હું કરતી રહું છું.

કેટલીક જવાબદારીથી મુક્ત થઈ ચૂકી છું,
બની બેફિકર મારી માટે હવે હું જીવી રહી છું.

શુ વિચારશે કોઈ એની હવે પરવાહ નથી,
શુ કરવું છે હાંસિલ એ હવે સમજી રહી છું. 

જીવી રહી છું મરજી મુજબ ને ખૂબ મોજથી,
શોખને પાંખો આપી આભ માં ઊંચે ઉડી રહી છું.

સફેદી વાળમાં આછી અને કરચલી ચહેરે થોડી,
મારા સૌંદર્ય ને જાણે વધારે ખીલવી રહ્યું છે.

જીવું છું સ્વમાનભેર અને છું પ્રિય મિત્રોમાં,
આટલી સંપત્તિ થી શ્રીમંતાઈ ને પોષતી રહી છું.

ભીતર

સિદ્ધિ તને મળી ગઈ,ઈશ્વર મળ્યો કે નહિ ?
‘તું કોણ છે ?’ આ પ્રશ્નનો ,ઉત્તર મળ્યો કે નહિ ?

એકાદ મોતી તળથી,તું લાવ્યો હશે કદી
પણ પ્રશ્ન એ જ છે કે,સમંદર મળ્યો કે નહિ ?

જે કંઈ તને મળ્યું છે,તે અંતિમ ન હોય તો
અંતિમ જે છે તે પામવા,અવસર મળ્યો કે નહિ ?

બાહર ભલે તું રોજ મળે, લાખ લોકને
એકાદવાર ખુદને,તું ભીતર મળ્યો કે નહિ ?

Sapakaru With Lyrics | સપાકરું રાજભા ગઢવીના સ્વરમાં

સપાકરું

સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા,
બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક,
જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે,
તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક.

ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં,
પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર,
ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે,
પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર.

કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી,
ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર,
રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા,
ડણંકી મામલે શુરા કરે મારામાર.

હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા,
વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક,
ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં,
મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક.

બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ,
તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ,
લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી,
મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ.

હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી,
ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન,
બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી,
સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન.

લોઢે સાગરારા કેના પ્રથમીરા ધડા લાગા,
કોપ્યા કિરતાર કેના થાવા પ્રલેકાળ,
હલબલ્યા પ્રથી પીઠુ મેદાનીરા મળ્યા હોળા,
બધાં ટોળાં ઠોરે ઠોર કુંકાવ્યા બૈતાળ.

લલક્યાં ગ્રિધાંણ ટોળાં ગળે વાને માસ લોળા,
ભભક્યાં ભેરવાં કાળાં લેવા બળી ભોગ,
રતિયાં ઝંઝાળ્યાં નાળાં સિંધુડે ભ્રેકુંડ રંગ્યા,
જાગ્યાં ઘણે દિ’એ લાગ્યા તોપુવાળા જોગ.

ઉપર આપેલું સપાખરું સાંભળો રાજભા ગઢવીના સ્વરમાં 

• સપાકરું (સ્વર-રાજભા ગઢવી) : ડાઉનલોડ

Saturday, December 15, 2018

અલક મલકની વાતો : ગણિતની ગઝલ

ગણિત ગઝલ:

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ,
કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખાની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

અને છેલ્લે...

ચાલ જીંદગી, થોડુ બેસીએ, 
મારાં કરતા, 
તુ વધારે થાકી ગઇ છે.

Friday, December 14, 2018

તહેવાર દિવાળી

રંગોળી માં પુરજો રંગ સરસ....
       કે રંગીન થય જાશે
           *ધનતેરસ*

રહેજો હંમેશા લાગણી ને વશ
         કે શુભ થય જાશે
          *કાળીચૌદસ*

સળગાવી નાખજો નફરતની પાળી
      કે ચમકાવતી જાશે જીંદગી
               *દિવાળી*

રાખજો ને આપજો હષૅ સામે હષૅ
        કે ખરેખર ખીલી જાશે
               *નૂતનવર્ષ*

સંબંધો માં રાખવી ન કદી ખીજ
  કે ઉમંગોથી થી છલકી જશે
          *ભાઈબીજ*

દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ
      કે મહેકતી રહેશે હંમેશા
               *ત્રીજ*

હરખથી થય‌જાવ લોથપોથ
કે ખુશીઓથી ભરાઈ જાશે
             *ચોથ*

પ્રેમની મુલાયમ પાથરી જાજમ
     વિતાવજો એકમેક થી
          *લાભપાંચમ*
*દ્વારકેશ*

કાગવાળી - દુલા ભાયા કાગ

દુલા કાગ
પૃથ્વી તણો પિંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે ?
જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે ?

આકાશના ઘડનારનાં ઘરને ઘડ્યા  કોણે હશે?.
 અને અવકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે ?

 કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે.? વિણ આંચળે દોહનાર એ ગોપાલ બેઠો ક્યાં હશે .? 
છેતરે નહીં છેતરાઈ નાં અબજોનો આડતીઓ દીસે સૌના હિસાબો ચૂકવે એ શેઠીયો કેવો હશે ?

જગ ચોર બુટા ભર્યા..  ક્યારે કિનારી છાપ શે.?
એને ઘેર બીબા કહો કેટલા હશે.?
એ રંગરેજ બેઠો ક્યાં હશે ?.

કાગ સર્જક સર્પનો કેવો કઠિન  ઝેરી હશે?.. 
પવને સુગંધ પ્રસરાવતો એ લાડીલો કેવો  લહેરી  હશે ?

એ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતિ અટકી ગઈ........

Thursday, December 13, 2018

બાકી લોકો કરતા તો હટકે જ હતી મારી કોલેજની લાઈફ


કોલેજમાં કોઈના સપના રંગીન , તો કોઈના BLACK & WHITE હોય છે.

કોઈના પેન્ટ LOOSE , તો કોઈનુ જીન્સ TIGHT હોય છે.

કોઈ છોકરી BLACK-BEAUTY, તો કોઈની SKIN WHITE હોય છે.

અને છોકરી પટાવવા છોકરો , પાછો ON-LINE આખી NIGHT હોય છે.

અરે કોલેજમાં જ , આવા જલ્સા INFINITE હોય છે.

 બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે.

*કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.*

 કોલેજમાં કોઈની આંખો જોઈને , LOVE AT FIRST SIGHT હોય છે.

પછી ક્યારેક FLIRTING , તો ક્યારેક FIGHT હોય છે.

 અને પછી કોલેજમાં જ , સ્વર્ગની HIGH-LIGHT હોય છે.

પણ જો BREAK UP થાય તો , દિલ પર SNAKE BITE હોય છે. EXAM માં FAIL થાય એવી , FRUSTRATION ની HIGHT હોય છે.

અને પછી LOVER ની યાદોમાં જ , દેવદાસની ડીમ LIGHT હોય છે. અરે કોલેજમાં જ , આપણી FEELINGS ના DIFFERENT TYPE હોય છે.

બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે.
*કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.*

ક્યારેક કેન્ટીનમાં મિત્રો સાથે , હાથમાં PEPSI કે SPRITE હોય છે. અને ત્યારે પાડેલા PHOTO ની , FACEBOOK પર ઘણી LIKE હોય છે.

 ક્યારેક ક્લાસમાં હોય BUNK , તો ક્યારેક કોલેજમાં STRIKE હોય છે. અને પછી તો GIRL-FRIEND સાથે , હાથમાં SPORT BIKE હોય છે.

 ક્યારેક કોલેજની EVENT માં , STAGE પર હાથમાં MIKE હોય છે. અને ત્યારે બોલવુ હોય બીજુ ,અને બોલાતુ પાછુ કાંઈક હોય છે.

અરે કોલેજમાં જ , આમ ને આમ રોજ નવા SURPRISE હોય છે.
 બાકી તો FUTUREમાં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો ,
*કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.*

કોલેજમાં કોઈ છોકરી , FARWARD અને FATIONવાળી , તો કોઈ સુંદર અને DRESSવાળી હોય છે.
 કોઈ ભણવામાં જુસ્સાવાળી , તો કોઈ બોલવામાં ગુસ્સાવાળી હોય છે.
 કોઈ છોકરીને જોતા , દીલનો મોબાઈલ , SILENT MODE થઈ જાય છે. અને મોઢેથી પાછુ , OH MY GOD થઈ જાય છે. આમ છોકરાની નજરમાં , છોકરી ના ઘણા TYPE હોય છે.

 એટલે કોલેજમાં જ , કોઈપણ છોકરાની મનગમતી WIFE હોય છે. અને કોલેજમાં જ , કોઈ પણ છોકરીનો PERFECT Mr. RIGHT હોય છે.

 અરે કોલેજમાં જ , જે પણ કરો ., તે બધુ જ ALL RIGHT હોય છે. બાકી તો FUTUREમાં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે.
*કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.*

કોલેજ પછી તો , મિત્રો બધા , એકબીજાથી દુર હોય છે. દુર હોય તો પણ , બધાનો એકસમાન સુર હોય હોય છે.

 ક્યારેક કોલેજ ની યાદોમાં , દીલ આપણુ ચકચુર હોય છે. પછી તો FACEBOOK પર , આપણુ CHATTING ભરપુર હોય છે. એટલે જ , આપણો હાથ , આવી કવિતા લખવા મજબુર હોય છે. અરે કોલેજમાં જ , આપણા GOLDEN DAYS અને મસ્તીભરી NIGHT હોય છે.

*બાકી તો FUTURE માં , બધાજ BORING HUSBUND-WIFE હોય છે. કદાચ એટલે જ મિત્રો , કોલેજ માં આપણી GOLDEN-LIFE હોય છે.*

ચાલ જીંદગીની પરીક્ષા દઈએ

ચાલ જીવન નામે પેપરને લીક કરી જોઈએ.
ને આઈ.એમ.પી મળે તો ક્લીક કરી જોઈએ.

દુઃખ નામના દાખલાઓ ગણતા ફાવે નહીં.
તો કૃષ્ણ નામની કાપલીની ટ્રીક કરી જોઈએ.

સપ્લીમેન્ટરી સ્વાર્થની આખી ભરીને શું થશે?
પરમાર્થ નામે પ્રશ્નો પહેલાં પીક કરી જોઈએ.

કોર્સ બહારનું પૂછવામાં પરમેશ્વરને આવે મઝા
તૈયારી ત્રિકમને તૃપ્ત કરવા ક્વિક કરી જોઈએ.

ને ફોડેલાં પેપરમાં કશું જો સમજાય નહિ તો
‘હરિ ઇચ્છા’ નામે ખાનામાં ટીક કરી જોઈએ.

Wednesday, December 12, 2018

દીપાવલી ની શુભેચ્છાઓ..

લાગણીથી ખળખળો તો
છે દિવાળી,
પ્રેમના રસ્તે વળો તો
છે દિવાળી.

એકલા છે જે સફરમાં
જિંદગીની,
એમને જઈને મળો તો
છે દિવાળી.

છે ઉદાસી કોઈ આંખોમાં
જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો
છે દિવાળી.

ઘાવ જે લઈને ફરે છે કૈક
જૂના,
પીડ એની જો કળો તો
છે દિવાળી.

જાતથી યે જેમણે ચાહયા
વધારે,
એમના ચરણે ઢળો તો
છે દિવાળી.

દીવડાઓ બહાર પ્રગટાવ્યે
થશે શું ?
ભીતરેથી ઝળહળો તો
છે દિવાળી.

દીપાવલી ની શુભેચ્છાઓ..

બળદની કહાની બળદની જુબાની

બળદ બોલ્યો (બળદ ની કહાની,બળદ ની જુબાની ) જુઓ

આ રેઢિયાળ બળદ ને તેનો જુનો ખેડુત માલિક રસ્તામાં મળ્યો
પોતાના માલિક ને જોઈને બળદ ની આંખ માંથી આંસુ સરી પડ્યા...હિંમત કરીને ધીરે ધીરે ડગ મગ ડગલે તેના માલિક પાસે ગયો....અને દબાતે અવાજે પુછ્યું.... કેમ છે ભેરૂબંધ......! ઘરે..બધા કેમ છે....? છોકરા શું કરે છે...?
આ વાત સાંભળી ને ખેડુત માલિક મુંજાણો... બધા મજામાં છે..આટલું તો માંડ માંડ બોલી શક્યો...
બળદે કહ્યું કે મિત્ર. મુંજાતો નહિ...ચાલ્યા રાખે.. જેવા મારા નસીબ... પણ જે દિવસે
તું મને દૌરી ને અહીં અજાણી જગ્યા એ મૂકીને ને હાલતો થયો હતો ત્યારે જ મારે તને કહેવું હતું પણ પછી મને એમ થયું કે મેં તારો ચારો ખાધો હતો એ ચારો હજુ મારા દાંતમાં ચોટયો હતો અને ત્યારે તું મારો માલીક હતો એટલે ત્યારે કાંઈ ના બોલ્યો પણ આજે તું મારો માલિક નથી...હવે મારો ખાલી મિત્ર જ છો એટલે મારે તારી સાથે બે વાતું કરવી છે
મિત્ર ..સાંજે તારે ઘરે વાત થયી કે હવે બળદ ને ક્યાંક મોકળો મૂકી આવવો છે... બસ ત્યારે આખી રાત મને નીંદર નહોતી આવી...મને બહુ દુઃખ થયું કે આ આંગણે મારી આ આખરી રાત ...હવે આ ઘરે મારા અન્નજળ પુરા થયા છે,હું સવાર થવાની રાહ જોતો રહ્યો..અને સવારે તું મને દૌરડે બાંધી ને હાલ્યો ત્યારે મારે એક એક ડગલું ભવના ફેરા જેવુ હતું
..અરે...ભલા માણસ..15 ધર(ખેડ)નો નાતો તું આમ અચાનક કાં ભૂલી ગયો ?
ખેડુત બોલ્યો..એવું નથી..પણ દુકાળ છે એટલે...ચારા ની તંગી જેવું છે એટલે મિત્ર..
બળદે કહ્યું..અરે મારા મિત્ર ચારા ની તંગી છે કે હું હવે તારા કામનો નથી રહ્યો..? તારે ઘરે ભગરી ભેંસો બાંધી છે એની ઓગઠ(એંઠવાડ)ખાઈ અને પાણી પિય ને હું દિવસો કાઢી નાંખત..
મિત્ર તને યાદ છે... તારે નળીયા વાળા મકાન હતા,તારી પરિસ્થિતિ સારી નહોતી,ત્યારે તારી હાલત જોઈને મને એમ થાતું કે ખેતીમાં વધુ મહેનત કરૂ,જેથી કરીને મારા માલીક ને સારી ઉપજ અને વધુ વળતર મળે,તને પગભર કરવામાં માટે મેં મોટી મહેનત કરી, તારા ખેતરડા ખેડયા,પૃથ્વી પેટાળ પલટાવી નાખ્યા, મેં દિવસ રાત એક કરી દીધા હતા, પછી  કાળીયા ઠાકર ની કૃપા થી અને આપણી મહેનત થી તારે મોટા મકાન બની ગયા,મોટરસાઇકલ અને કાર આવી ગયી બધું સારુ થયી ગયું,હું તારા પરિવાર ને સુખી જોય ને હરખાતો હતો પણ જે દિવસે તારે ઘરે મીની ટ્રેકટર આવ્યું....બસ મને ધ્રાસકો પડ્યો કે હવે આ મારા ઉતારા ભરાવશે....
મિત્ર...સાચું કહું તો હું બહુ દુઃખી છું...પેટ ભરવા માટે ક્યાંક સિમ કે શેઢે મોં નાખું ત્યાં તો લોકો પરાણાં (લાકડી)લઈને દૌટ મૂકે છે અને સીધા મારી પીઠ ઉપર ફટકારે છે,આ ઠોકરો ખાઈ ખાઈ ને હું થાકી ગયો છું,મને બહુ અઘરું લાગે છે, અરે...ભલા માણસ હું ક્યાં હવે જાજુ જીવવા નો હતો,મારી કાયા ઘડપણે ઘેરાણી છે,અને હવે મારે જાજુ જીવવના અભરખા પણ નથી...
જેવા મારા ભાગ્ય..પણ મિત્ર હવે મારુ એક કામ કરજે..તારા ફળિયામાં મને બાંધવાનો જે ખીલ્લો છે ને... એ ખીલ્લા ને તું ઉપાડી નાંખજે કારણ કે કો'ક દિવસ એ મારા વાળા ખીલ્લે તું ભેંસો ને બાંધી ને લીલા ચારાના ખોળ કપાસીયાના બત્રીસ ભાતના ભોજન જમાંડિશ ને તો મારા આત્મા ને શાંતિ નહિ મળે..
બીજું ખાસ એ કે તારા છોકરાઓ ને મારી સાથે મજાક મસ્તી કરવના,મને ટીંગાઈ ને વળગી ને રમવાના હેવા(આદત)હતા તો છોકરાવ ને કહેજે કે ભેંસ સાથે એ આવા અખતરા(કોશિષ)ના કરે કારણ કે મારી "માં અને ભેંસ ની માં"ના સંસ્કારોમાં બહુ જ ફેર છે..ક્યાંક લગાડી ના દયે એનું ધ્યાન રાખજો
ઘરે જઈ ને બધા ને મારી યાદી આપજે કહેજે કે આપણો ઇ બળદ મળ્યો હતો,અને બહુ જ ખુશ હતો અને મજામાં હતો
મિત્ર...બીજું તો ઠીક પણ"રેઢિયાળ" નું બિરુદ લઈને મરવું મને બહુ અઘરું લાગશે
ખાલી મને તારે આંગણે મરવા દીધો હોત ને તો ભેરૂબંધ મને..અફસોસ ના થાત...
બળદ ની આંખ માંથી આંસુ વહેવા લાગ્યા..
હું....આ ખેડુત અને બળદ ની વાતો સાંભળતો હતો.. તો મેં બળદ ને કહ્યું કે અહીં થી 5 કિમી દુર મારા ગામની ગૌશાળા છે ત્યાં ધીમે ધીમે પહોંચી જાવ તો ત્યાં ચારા-પાણી ની સગવડ મળી જશે..
બળદે મારી સામે ત્રાંસી આંખે જોયું અને કહ્યું.. ખોટી ચિંતા ના કરો..હવે મારો મલક ભર્યો છે..હું છું અને મારી ઝીંદગી છે.એમ કહી ને બળદ  તેના ખેડુત માલીક સામે છેલ્લી નજર કરીને જુનાં સંભારણા યાદ કરતો કરતો ધીમે ધીમે હાલી નીકળ્યો...
નોંધ-આજે રોડ ઉપર આ બળદો ને જોયા અને બસ લખવાનું મન થયું
જેનું ખેડેલું ખાધું એના ગુણ ને ભુલી જનારાઓના આત્મા ને પ્રભુ શાંતિ આપે.

તમારાથી તમારું થવાયું છે?

બધાંને એમ છે ; પોતે જ સવાયું છે , , ,
ખરેખર કોણ , આખે આખું ઓળખાયું છે . . . ?
ચકાસો ધ્યાનથી, તો સ્પષ્ટ જણાશે , , ,
બધું 'એની' રીતે જ, ગોઠવાયું છે   
 હ્રદય પર હાથ રાખીને , પૂછો તમને , , ,
તમારાથી, તમારું પણ થવાયું છે . . . ??

Life | જીવવા જેવી જિંદગી

જિંદગી :
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે...!!!

ભરચક કામની વચ્ચે,
ઘરેથી ફોન કરીને કોઈ ‘ક્યારે આવે છે ?’ એવું પૂછે...
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !

ગાલ પર પડતો ઉદાસીનો પહેલો વરસાદ,
કોઈ પોતાના પાલવથી લૂછે...
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !

જ્યારે કોઈને કશું પણ કહ્યા વિના,
કોઈ આપણને પૂછે કે - "કેમ આજે ઉદાસ છે ?"
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !

જ્યારે હાથ પકડીને પાસે બેસીને કોઈ સમજાવે કે -
"તું મારા માટે 'ખાસ' છે !" 
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !

સાંજ પડે સૂરજની જેમ આથમી ગયા હોઈએ...
અને ઘરનો દરવાજો 'દીકરી' ખોલે...
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !

અંધારું ઊંચકીને ઘરે લાવીએ...
પણ રસોડામાંથી 'મમ્મી' નામનું અજવાળું બોલે...
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !

જ્યારે ઉજાગરા વખતે કોઈ બાજુમાં બેસીને કહે- "ચાલ, હું તારી સાથે 'જાગું'  છું..." 
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !

જ્યારે સેલ્ફી પાડીને કોઈ મોકલે,
અને પ્રેમથી પૂછે કે - "કેવી લાગુ છું ?"
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !

લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !

ના પાડ્યા પછી પણ પરાણે એક પેગ હાથમાં પકડાવી,
કોઈ નજીકનો ખાસ મિત્ર "પીવાઈ જશે" 
એવું કહે...
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !

જ્યારે વર્ષો જુનો મિત્ર ફોન કરીને કહે કે - 
"ચાલને યાર, એક વાર પાછા 'મળીએ'... "
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !

જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,
ને આરતી ટાણે મંદિરમાં એક 'પ્રાર્થના' સાંભળીએ...
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !

બે ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને,
'ફૂલો વેચતી' કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી જીવવા જેવી લાગે છે !

હોસ્પિટલના ખાટલા પર 'મૃત્યુ સામે' તલવારો ખેંચતી,
કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી જીવવા જેવી લાગે છે !!

-ડૉ. નિમિત ઓઝા

"આ કવિતા વાંચીને,
તમારા ચહેરા પર 'સ્મિત' આવી જાય...

ત્યારે મને મારી જિંદગી જીવવા જેવી લાગે છે !!!"

Tuesday, December 11, 2018

કાઠીયાવાડી માવો

ધંધો છોડીને ચાલી નીકળ્યો ખાવાને હું માવો,
દુકાને જઈને ઓર્ડર આપ્યો બનાવ બ્રધર માવો,

એકસો પાંત્રીસ તમાકુ, સોપારીને કીમામ ખૂબ નખાવો,

નાગરવેલનું પાન નહીં પણ પોલીથીનમાં લાવો,
કામધંધામાં ચિત્ત ન ચોંટે હોય નહીં જો માવો,
હથેળીમાં લઈને મસળી મેં તો ગલોફામાં ચડાવ્યો,

મારી પિચકારી મેં તેથી કપડે ડાઘ લાગ્યા,
કપડાં, પૈસા, શરીર બગડે લાખ ભલે સમજાવો.
તોયે છોડી શકીશ નહીં હું રહીશ આવો ને આવો,
માન્યો નહીં આ મૂરખ, જિંદગીભર ખાધે રાખ્યો માવો.

શરીર ઘસાયું માંદો પડ્યો ડોકટર હવે બચાવો,

ઓપરેશન આવે છે મોટું, નાણાં અઢળક લાવો.
મિલકત, મકાન, ખેતર વેચ્યું થઈ ગયો છે બાવો,

છોકરા રડતાં રડતાં બોલે કાં અમને તતડાવો?
પાટી, ચોપડા, કપડાં લઈ દો પપ્પા અમને ભણાવો,

બૈરી કહે વગર વાંકે કાં મુજને ધમકવો.
કહેતી રહી હું આખું જીવન છોડી દો તમે માવો,

ચકલા ખેતર ચણી ગયા છે થાય હવે પસ્તાવો.
મિત્રો મારા ચેતી જજો સમય ન આવે આવો,
વ્યસનના કચરાને કાઢી દીલમાં દીપ જલાવો..

યક્ષજી ના પ્રશ્રનો યુધિષ્ઠિ.રજી ના જવાબો...



સ.) પૃથ્વી થી મોટુ શું છે?
જ.) માતા
 સ.) આકાશ થી ઊંચું શું છે?
જ.) પિતા
સ.) વાયુ થી ઝડપી શું છે?
જ.) મન
સ.) ઘાસ કરતાં પણ જલદી શું વધે?
જ.) ચિંતા
સ.) આ દૂનિયા માં ધર્મ કરતા પણ શું મહાન છેં?
જ.) દયા અને વિવેક.
સ.)કોની સાથે મિત્રતા નો અંત નથી હોતો?
જ.) સજ્જન સાથેની.
સ.) ક્યારેય પણ દુઃખી ન થવા પાછળ નું રહસ્ય શું છે?
જ.) જે કોઇ પોતાના મન ને કાબુમાં રાખી શકે તો તે કયારેય દુઃખી ન થાય.
સ.) સૌથી મોટું ધન શું છે?
જ.) શિક્ષણ
સ.) સૌથી મોટો નફો ક્યો છે?
જ.) તંદુરસ્તી
સ.) સૌથી મોટું સુખ કયું છે?
જ.) સંતોષ
સ.) માણસ નો સૌથી મોટો દુશ્મન કોણ છે?
જ.) ક્રોધ
સ.) કયા રોગ નો ઉપાય નથી?
જ.) લોભ
છેલ્લો સવાલ
સ.) જિંદગી ની સૌથી મોટી વિચિત્રતા શું છે?
જ.) અનંત સમય સુધી જીવવાની ઇચ્છા. રોજેરોજ આપણે કેટલાય લોકોને મરતા જોઇએ છીએ. છતા આપણે એવું વિચારી એ છીએ કે આપણે મૃત્યુ નહીં પામીએ.

Monday, December 10, 2018

*આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?*

*।। નમન ।।*

*આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?*

નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી *‘જય આદ્યાશક્તિ મા…’*નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે … નાના નાના ભૂલકાં પણ આ આરતીનું ગાન કરે છે. નાના ભૂલકાંઓ પણ વડીલોનું જોઈને આરતી કાલીઘેલી ભાષામાં ગાય છે. મારી કોલેજમાં અને પડોશમાં આ અંગે પૂછતા માલૂમ પડયું કે, આરતીમાં વપરાયેલ શબ્દો કે શબ્દસમૂહોના અર્થની બધાં લોકોને જાણકારી નથી. આ બાબતે જ આ લેખ લખવાની પ્રેરણા મળી કે, સર્વત્ર ગુજરાત, ભારત અને વિદેશમાં ગવાતી આ આરતીનું રસદર્શન નહીં પણ અર્થઘટન ભાવિકો સુધી પહોંચાડવું. જેથી હવે પછી તેઓ જ્યારે આરતીનું ગાન કરશે ત્યારે તેમનામાં શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદમાં વધારો થશે.

માતાજીની આ આરતી *‘જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી છે.* તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળે છે, અર્થ એનો એ જ જોવા મળે છે. આમ છતાં પૂનમ પછીની પંક્તિઓ પછીથી ઉમેરાઈ છે.

*પ્રથમ પંક્તિ* ‘જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ થયાં’ એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે. એવા મા શક્તિ અંબાનો જય હો.

*બીજી પંક્તિ* ‘દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા’ બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે મા, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.

 *ત્રીજી પંક્તિ* ‘તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણીમાં’ ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.

*ચોથી પંક્તિ* ‘ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં’ એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે.

*પાંચમી પંક્તિ* ‘પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં’ અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચેયતાએ કેટલીક છૂટ લીધી છે. હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સર્પ્તિષ જોઈએ અને ગુણ પાંચ નહીં ત્રણ છે. સત્વ, રજસ અને તમસ. હે મા, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો.

*છઠ્ઠી પંક્તિ* ‘ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે મા’ મહિષાસુર રાક્ષસને મારનારી મા તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.

*‘સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતા મા’* સાતે પાતાળમાં આપ બિરાજમાન છો, પ્રાતઃ સંધ્યા (સાવિત્રી) અને સાયંસંધ્યા આપ છો. પાંચ માતાના સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ઉમિયા અને ગીતા આપ જ છો.

*આઠમી પંક્તિ* ‘અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો મા’ (દૈત્યોને હણનારી મહાકાલી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાલી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયાં છે. 

*‘નવમી નવ કુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હરબ્રહ્મા’* નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.

*દસમી પંક્તિ* ‘દસમી દસ અવતાર વિજ્યાદસમી’, રામે રામ રમાડયાં, રાવણ રોળ્યો મા’ દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજ્યાદશમી કહે છે. હે મા, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો.

આગળની પંક્તિ *‘એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા’* નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે , શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.

*બારમી પંક્તિ* ‘બારસે બાળારૂપ, બહુચરી અંબા મા, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ મા’ બહુચર મા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધાં તારા સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.

*‘તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, ગુણતારાં ગાતાં’* હે મા, તારું તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે. (તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજેલ છે જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં) જે સર્વજનોને તારે છે, એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાય છે.

 *‘ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા’ ભાવભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા’* શક્તિનું ચૌદમું સ્વરૂપ મા ચામુંડાનું છે. એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે. એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર મા, અમને થોડાં ભક્તિભાવ અને ચતુરાઈ આપો.

*’પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરૂણા મા, વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં, ગાયે શુભ કવિતા.'* પૂનમ એટલે પૂર્ણત. ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરૂણા ધારીને સાંભળજો. વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.

*‘ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી’* અહીં નગરીના નામ તો પ્રતીક છે. હે મા, તમે સર્વત્ર વ્યાપેલાં છો. સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે. પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.

*અંતિમ પંક્તિ* ‘શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખસંપત થાશે, હર કૈલાસ જાશે, મા અંબા દુઃખ હરશે’ આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે અને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે, સર્વનું સુખ દુઃખ હરશે’ આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે એને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. સ્વર્ગનું સુખ મળશે. શિવપાર્વતિના ચરણમાં-કૈલાસમાં સ્થાન મળશે એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે છે. *।। નમન ।।*

*આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?*

નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી *‘જય આદ્યાશક્તિ મા…’*નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે … નાના નાના ભૂલકાં પણ આ આરતીનું ગાન કરે છે. નાના ભૂલકાંઓ પણ વડીલોનું જોઈને આરતી કાલીઘેલી ભાષામાં ગાય છે. મારી કોલેજમાં અને પડોશમાં આ અંગે પૂછતા માલૂમ પડયું કે, આરતીમાં વપરાયેલ શબ્દો કે શબ્દસમૂહોના અર્થની બધાં લોકોને જાણકારી નથી. આ બાબતે જ આ લેખ લખવાની પ્રેરણા મળી કે, સર્વત્ર ગુજરાત, ભારત અને વિદેશમાં ગવાતી આ આરતીનું રસદર્શન નહીં પણ અર્થઘટન ભાવિકો સુધી પહોંચાડવું. જેથી હવે પછી તેઓ જ્યારે આરતીનું ગાન કરશે ત્યારે તેમનામાં શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદમાં વધારો થશે.

માતાજીની આ આરતી *‘જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી છે.* તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળે છે, અર્થ એનો એ જ જોવા મળે છે. આમ છતાં પૂનમ પછીની પંક્તિઓ પછીથી ઉમેરાઈ છે.

*પ્રથમ પંક્તિ* ‘જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ થયાં’ એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે. એવા મા શક્તિ અંબાનો જય હો.

*બીજી પંક્તિ* ‘દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા’ બે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે મા, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.

 *ત્રીજી પંક્તિ* ‘તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણીમાં’ ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.

*ચોથી પંક્તિ* ‘ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાં’ એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે.

*પાંચમી પંક્તિ* ‘પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં’ અહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચેયતાએ કેટલીક છૂટ લીધી છે. હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સર્પ્તિષ જોઈએ અને ગુણ પાંચ નહીં ત્રણ છે. સત્વ, રજસ અને તમસ. હે મા, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો.

*છઠ્ઠી પંક્તિ* ‘ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે મા’ મહિષાસુર રાક્ષસને મારનારી મા તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.

*‘સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતા મા’* સાતે પાતાળમાં આપ બિરાજમાન છો, પ્રાતઃ સંધ્યા (સાવિત્રી) અને સાયંસંધ્યા આપ છો. પાંચ માતાના સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ઉમિયા અને ગીતા આપ જ છો.

*આઠમી પંક્તિ* ‘અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો મા’ (દૈત્યોને હણનારી મહાકાલી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાલી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયાં છે. 

*‘નવમી નવ કુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હરબ્રહ્મા’* નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.

*દસમી પંક્તિ* ‘દસમી દસ અવતાર વિજ્યાદસમી’, રામે રામ રમાડયાં, રાવણ રોળ્યો મા’ દશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજ્યાદશમી કહે છે. હે મા, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો.

આગળની પંક્તિ *‘એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા’* નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે , શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.

*બારમી પંક્તિ* ‘બારસે બાળારૂપ, બહુચરી અંબા મા, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ મા’ બહુચર મા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધાં તારા સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.

*‘તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, ગુણતારાં ગાતાં’* હે મા, તારું તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે. (તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજેલ છે જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં) જે સર્વજનોને તારે છે, એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાય છે.

 *‘ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડા’ ભાવભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા’* શક્તિનું ચૌદમું સ્વરૂપ મા ચામુંડાનું છે. એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે. એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર મા, અમને થોડાં ભક્તિભાવ અને ચતુરાઈ આપો.

*’પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરૂણા મા, વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં, ગાયે શુભ કવિતા.'* પૂનમ એટલે પૂર્ણત. ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરૂણા ધારીને સાંભળજો. વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.

*‘ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી’* અહીં નગરીના નામ તો પ્રતીક છે. હે મા, તમે સર્વત્ર વ્યાપેલાં છો. સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે. પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.

*અંતિમ પંક્તિ* ‘શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખસંપત થાશે, હર કૈલાસ જાશે, મા અંબા દુઃખ હરશે’ આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે અને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે, સર્વનું સુખ દુઃખ હરશે’ આ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે એને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. સ્વર્ગનું સુખ મળશે. શિવપાર્વતિના ચરણમાં-કૈલાસમાં સ્થાન મળશે એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે છે.

Sunday, December 9, 2018

જીવનના સાત પગલા

🎯 (૧) જન્મ....
      એક અણમોલ સોગાદ છે, 
      જે ભગવાનની ભેટ છે...
🎯 (૨) બચપણ 
      મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, 
     જે ડુબી શક્યો તે તરી ગયો છે...
🎯 (૩) તરુણાવસ્થા...
     કાંઇ વિચારો, કાંઇ આશાઓનો પહાડ છે
     મેળવવાની અનહદ આશા અને 
     લુટવાની તમન્ના છે. 
     તરુણાવસ્થા એટલે તરવરાટ, 
     થનગનાટ... 
     અને અનેક નવી મૂંઝવણો...
🎯 (૪) યુવાવસ્થા...
      બંધ આંખોનું એ આંધળુ સાહસ છે... 
      તેમા જોશ છે, ઝનુન છે, 
      ફના થવાની
      ઉમ્મીદો ..અને કુરબાન
      થવાની આશા છે.
🎯 (૫) પ્રૌઢાવસ્થા...
       ખુદને માટે કશુ ન વિચારતા... 
       બીજા માટે કરી છુટવાની ખુશી છે. 
       કુટુંબ માટે કંઇ કરી છુટવાની 
      જીજીવિશા છે. 
🎯 (૬) ઘડપણ...
        વિતેલા જીવનના સરવાળા 
        બાદબાકી છે, 
        જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે... 
🎯(૭) મરણ...
     જીદગીની કિતાબના પાના ખુલ્લા 
     થશે... 
     નાડીએ નાડીએ કર્મ તૂટશે.. 
     પાપ-પૂણ્યનો મર્મ ખુલશે... 
     ધર્મ-કર્મનો હિસાબ થશે... 
     સ્વર્ગ-નરકનો માર્ગ થશે.... 
     પોતાનાનો પ્યાર છુટશે....
                અને...  
     સાત પગલા પુરા થશે..... 
                
    માટે.. સાત પગલાની...
   પાણી પહેલા પાળ બાંધો...
🎯 (૧) જીદગીને કોઇપણ જાતની શરત 
       વગર પ્રેમ કરો.
🎯 (૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે 
      ચોકીદાર  છો,   
      માલીક નથી!
🎯 (૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે... 
      તે ..  પોતે જ... ચાલાક છે...! 
      પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે 
       ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ 
       આવી જાય
       છે! માટે તમારી હોશીયારી તમારી 
       પાસે રાખો!
🎯 (૪) જો તમને... 
      પહેરવા કપડા, રહેવા ઘર અને.. 
      બે ટાઇમ અન્ન મળતું હોય તો... 
      ઉપરવાળાનો આભાર માનજો.. 
      તમારાથી બીજા કેટલા સુખી છે.. 
      તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે.. 
      તે જોશો તો... તમારે માટે સ્વર્ગ અહીં 
      જ છે!
🎯 (૫) તમે પૈસાદાર હો કે ગરીબ.. 
      બધા અંતે મ્રુત્યુને જ વરે છે! 
      મુખ્ય વાત તો એ જ છે કે.. 
      તમારી ખોટ કેટલાને પડી?
      તમારી યાદમા કેટલી આંખો ભીની 
      થઇ!...મુંજાય છે શું મનમાં,
******      
સમય જતાં વાર નથી લાગતી,
કાંકરાને રેતીમાં બદલાતા
વાર નથી લાગતી,
પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,
હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી

       

Saturday, December 8, 2018

શીર્ષક : " માણસ" કેવું જીવી ગયો .

જે દી હતો પારણામાં તે દી ,
રમાડે એમ રમતો ગયો ;
ઝાલી આંગળી માવતરની ,
સીડી જીવનની ચડતો ગયો .(૧)

જ્ઞાન માટે નિશાળે ગયો ,
માસ્તર ભણાવે એમ ભણતો ગયો ;
ભણી ગણી પારંગત બની ,
યુવાનીમાં પગ મેલતો ગયો ...(૨)

મૂછે વળ દેતા દેતા ,
છલાંગ ઈ ભરતો ગયો ;
મળે મોકો ગમે ન્યા,
મીઠો ઘા મારતો ગયો ...(૩)

નોકરી કરી ધંધા ઘણા ,
પાર બધું પાડતો ગયો ;
ચાખી સ્વાદ સફળતાનો ,
નશા માં એ ડૂબતો ગયો ...(૪)

સમાજનો એક ભાગ માની ,
કામ બધા ને આવતો ગયો ;
જેવા સાથે તેવા માની ,
વ્યવહાર કુશળ કરતો ગયો ...(૫)

સમય ના વહેણમાં તણાતો તણાતો ,
સમય સાથે બદલાઈ ગયો ;
કોઈ કોઈનું નથી ઈ વાત ને વળગી ,
સ્વાર્થ ના રંગે રંગાઈ ગયો ...(૬)

ખીસું નથી કફનમાં છતાં ,
એજ ખીસાને ખોળતો ગયો ;
ખાલી હાથ જવાનું છતાં ,
બેલેન્સ બધાનું કરતો ગયો ...(૭)

અંતે જડી વેળા એ ઘડપણ ની ,
લાકડીના ટેકે ચાલતો ગયો ;
ઝાલી લીધી હાથમાં માળા ,
પ્રભુનું નામ જપતો ગયો ...(૮)

મળ્યું એકાંત જે દી એને ,
સ્મરણ જીવન નું કરતો ગયો ;
લમણે હાથ દઈ બેસી ખૂણા માં ,
ચોધાર આંસુ એ રડતો ગયો ...(૯)

ભોગવ્યા સુખ જીવન માં બધા ,
ફરજ એક ચુકી ગયો ;
ભગવાન હતા ઘરમાં છતાં ,
સેવા નો અવસર વિસરી ગયો ...(૧૦)

ખોળિયું છોડવા મથે પ્રભુ ને ,
હાથ જોડી કરગરતો ગયો ;
વિચારે છે કવિ આજે ,
"માણસ " કેવું જીવન જીવી ગયો ...(૧૧)

Friday, December 7, 2018

ગુજરાતી ભાષા

મિત્ર,
મજામાં  ?????!,
----------------

શા માટે મને મારી માતૃભાષા ગુજરાતી કેમ બહુ ગમે છે !!!!!!!!!!!!

અંગ્રેજી
Apple થી શરુ થાય છે,
અને Zebra જાનવર બનાવી ને છોડે છે.

ગુજરાતી
ગુજરાતી વિશ્વની એકમાત્ર ભાષા છે જે
અ - અભણ થી શરુ થાય છે
અને
જ્ઞ - જ્ઞાની બનાવી ને છોડે છે.

ફરી એક વાર
ગુજરાતી ભાષા નો વૈભવ
______________________________
દરેક અસંતોષ નુ એક માત્ર કારણ છે – સરખામણી
_________________________________________________

ચા મા ખાંડ નાખી દેવા થી ચા મીઠી થાય કે ખાંડ ઓગળવા થી ચા મીઠી થાય ??
બસ, એટલો જ તફાવત સાથે "રહેવાનો" અને સાથે "જીવવાનો" હોય છે...!!
____________________________________________________________

વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,
સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે.
_______________________________________

ખુશ રહેવાનો મતલબ   એ નથી કે તકલીફ નથી,
એનો મતલબ એ છે કે તમે તકલીફથી  આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે !!
___________________________________________________________

ગમી જઈએ છીએ આપણે ઘણાને
એ પણ ગમતું નથી ઘણાને....
___________________________

દિવા નું પોતાનું કોઇ ઘર નથી હોતું..
જયાં મુકો ત્યાં અજવાળું કરે છે..!
______________________________

જિંદગી ત્યારે સફળ ગણાય
જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!
____________________________________

ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી
એકબીજા ના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે...
______________________________________

હીરા પારખું કરતાં...
પીડા પારખુંનું સ્થાન ઉંચુ છે.
______________________

ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ,
સૌથી આગળ ક્યાંક એકલું ના થઇ જવાય !!
__________________________________
હક વગર નું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારત નુ સર્જન થાય છે......
પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે.......
________________________________________________________________

નાટક માં સૌથી અઘરું પાત્ર મુર્ખનું હોય છે.... અને
તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે...
_______________________________________
શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે
તેમને
છંછેડવા
         છેતરવા
            છાવરવા
                છુપાવવા  કે
                    છલકાવવા
એ નક્કી આપણે કરવાનું !
______________________________________
આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ,
પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ !!
____________________________________

કેમ કરીને રહી શકાય ફુટપટીમાં,
ઈચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે...
____________________________________

દુનિયામાં જો કોઈ સમયસર
આવતું હોય તો તે ખુદ સમય છે,

પછી તે સારો હોય કે ખરાબ ||
_____________________________________

'ખોવાઇ' ગયેલી વ્યકિત મળી શકે,  પણ
'બદલાઇ' ગયેલી વ્યકિત ક્યારેય મળતી નથી.
____________________________________

'અભિમાન' અને 'પેટ' જ્યારે વધે છે
ત્યારે 'વ્યકિત' ની ઇચ્છા હોવા
છતાં પણ બીજાને ભેટી નથી શકતો.
___________________________________

જબરી ચીજ બનાવી છે ધન,
મોટા ભાગનાનુ ભેગુ કરવામા જ નિધન થઈ જાય છે..
______________________________________
એકલા ચાલવું આમ તો અઘરું નથી,
પણ કોઈની સાથે ચાલ્યા પછી
 એકલા
પાછા ફરવું એ ખુબ જ અઘરું છે !!
_____________________________________


મલકાટ

કામ કઢાવવાનું હોય તો SWEETU
કામ નીકળી ગયા પછી Me Too
આતો  Kho too કહેવાય

એક “તીખું”મરચું

ચાલાકી જીવનમાં ગમે એટલી કરી લો

પણ યાદ રાખજો

 'પરિણામ' તમારી દાનત પ્રમાણે જ મળે  છે...

______________________________________

Thursday, December 6, 2018

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે,

રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે.

નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને ,

સુંદર અક્ષરે મારું નામ લખવું છે.

...મારે ફરી એકવાર શાળાએ જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી,

નળ નીચે હાથ ધરી પાણી પીવું છે.

જેમ તેમ લંચબોક્સ પૂરું કરી...

મરચુ મીઠું ભભરાવેલ, આમલી-બોર-જમરુખ- કાકડી બધું ખાવું છે.

સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે,

કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય ,

એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ માટે...

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં,

મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે.

ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને,

સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે.

રમત-ગમતના પીરીયડમાં...

તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે.

તો ભાગી જવાની મોજ અનુભવવા...

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં,

છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે.

દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી,

હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે.

રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે.

વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા...

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં ,

પીઠ પર દફતરનો બોજ વળગાડવો છે....

ગમે તેવી ગરમી મા એરકંડીશન્ડ ઓફીસ કરતાં,

પંખા વીના ના વર્ગમાં બારી ખોલીને બેસવું છે.

કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં,

બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે...

"બચપણ પ્રભુની દેણ છે"-
તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે.

એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે...

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું...

આજે જયારે મોટો થયો ત્યારે ખ્યાલ આવે છે કે,

"તૂટેલા સ્વપ્નો" અને "અધુરી લાગણીઓ" કરતા-

"તૂટેલા રમકડા" અને "અધૂરા હોમવર્ક" સારા હતા..

આજે સમજાય છે કે જયારે "બોસ" ખીજાય એના કરતા,

શાળા માં શિક્ષક "અંગુઠા" પકડાવતા હતા એ સારું હતું...

આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તા નો જે આનંદ આવતો હતો એ આજે "પીઝા" મા નથી આવતો...

ફક્ત મારેજ નહી,
- આપણે બધાને ફરી સ્કુલે જવું છે...