Sunday, March 31, 2019

અમે કાઠીયાવાડી

🌻 અમે કાઠીયાવાડી

  • અમે ફરવા નહીં *રખડવા* જાઈયે,
  • અમે જમીએ નહીં *ખાઈએ*,
  • અમારે ત્યાં વાસણ નહીં *ઠામ* હોય,
  • અમે કપડા નહીં *લુગડા* પેરીયે,
  • અમે ચાલીએ નહીં *હાલીયે*,
  • અમે મગફળી ને *માંડવી* કહીયે,
  • અમે બારણા ને *કમાડ* કહીયે,
  • અમે વરસાદ ને *મેહ* કહીયે,
  • અમે માટલું નહીં *ગોળો* કહીયે,
  • અમે મોટર સાયકલ નહી *ભટભટીયૂ* કહીયે,
  • અમે ઝુલીએ નહિ *હીચકીયે*,
  • અમારે ધરે ઝૂલો નહીં *ખાટ* હોય,
  • અમારે કાર નહી *ગાડી* હોય,
  • અમે યાત્રા એ નહી *જાત્રા* એ જઈયે,
  • અમારે ત્યાં લગ્ન નહીં *લગન* હોય,
  • અમે સ્કૂલ નહીં *નીહાળે* જઈયે,
  • અમે ખરીદવા નહીં *હટાણુ* કરવા જઈયે,
  • અમે વસ્તુ રીપેર નહીં *હમી* કરાવીયે,
  • અમે બીમાર નહીં *માંદા* પડીયે,
  • અમારે ત્યાં મેહમાન નહીં *મેમાન* આવે,
  • અમે સ્મશાન યાત્રામાં નહીં *આભડવા* જઈયે,
  • અમે સ્નાન ના કરીએ *નાહીએ*
  • અમે સ્કૂલ મા નહિ *નિહાળ* મા ભણીયે,
  • અમે વસ્તુ ના કેટલા રૂપિયા નહીં કેટલા *પૈસા* થયા તેમ પુછીયે,
  • અમને શિક્ષક નહીં *માસ્તર* ભણાવે,
  • અમે સવારે બ્રેકફાસ્ટ નહીં *શીરામણ* કરીયે,
  • અમે બપોરે લંચ નહીં *બપોરો* કરીયે,
  • અમે બપોર પછી હાઈ ટી નહીં *રોંઢો* કરીયે,
  • અમે સાંજે ડીનર નહીં *વાળુ* કરીયે,
  • અમે સુઈ જાય  નહીં *હુઈ જા*, કહીયે
  • અમે ગીત નહીં *ગાણા* સાંભળીયે,
  • અમે દુર જા નહી *આઘો જા* કહીયે,
  • અમે નજીક નહીં *ઓરો આવ* કહીયે,

  • *આ તળપદી અને મીઠુડી વાણી અમારી આગવી ઓળખ છે.*
  • *ભાઈ અમે કાઠીયાવાડી ...

Wednesday, March 20, 2019

માનવ શરીર અદ્ભૂત છે

*(વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે)*
માનવ શરીર અદ્ભૂત છે

*મજબૂત ફેફસા*
આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે.

*આવી કોઇ ફેક્ટરી નથી*
આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર વખતે શરીરમાં 2500 અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે.

*લાખો કિલોમીટર મુસાફરી*
માનવ રક્ત દરરોજ શરીરમાં 1,92,000 કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ 5.6 લિટર લોહી છે, જે દર 20 સેકંડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે.

*ધબકારા*
તંદુરસ્ત વ્યક્તિનું હૃદય દરરોજ 100,000 વખત ધબકે છે. તે વર્ષમાં 30 કરોડકરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોય છે. હૃદયના પંમ્પિંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને 30 ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે.

*બધા કેમેરા અને દૂરબીન નિષ્ફળ*
માનવ આંખ એક કરોડ રંગો વચ્ચેનો બારીકમાં બારીક તફાવત પારખી શકે છે. હાલમાં વિશ્વમાં એવું કોઈ મશીન નથી જે તેની સાથે સ્પર્ધા કરી શકે.

*નાકમાં એર કંડિશનર*
આપણા નાકમાં કુદરતી એર કન્ડીશનર છે. તે ઠંડી હવાને ગરમ અને ગરમ ​​હવાને ઠંડી કરી ફેફસાંમાં જવા દે છે.

*કલાક દીઠ 400 કિ.મી. ની ગતિ*
ચેતાતંત્ર શરીરના બાકી હિસ્સામાં કલાકના 400 કિલોમીટરની ઝડપે જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરે છે. માનવ મગજમાં 100 અબજ કરતાં વધુ નર્વ સેલ્સ છે.

*જબરદસ્ત મિશ્રણ*
શરીરમાં 70 ટકા પાણી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં કાર્બન, જસત, કોબાલ્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નિકલ અને સિલિકોન છે.

*અજબ છીંક*
છીંકતી વખતે બહાર ફેંકાતી હવાની ઝડપ પ્રતિ કલાક 166 થી 300 કિલોમીટર સુધી હોઈ શકે છે. ખુલ્લી આંખે છીંકવું અશક્ય છે.

*બેક્ટેરિયાનું ગોદામ*
માનવ શરીરનું ૧૦ ટકા વજન એમાં રહેલા બેક્ટેરિયાને કારણે છે. એક ચોરસ ઇંચ ત્વચામાં 3.2 કરોડ બેક્ટેરિયા હોય છે.

*ઇએનટીનું  વિચિત્ર વિશ્વ*
આંખો બાળપણમાં જ પુરેપુરી વિકસી ચૂકે છે, બાદમાં તેમાં કોઈ વિકાસ થતો નથી. જ્યારે નાક અને કાનનો વિકાસ સમગ્ર જીવન પર્યંત ચાલુ રહે છે. કાન લાખો અવાજોમાં ભેદ પારખી શકે છે. કાન 1,000 થી 50,000 હર્ટ્ઝ વચ્ચેનાં અવાજનાં મોજા સાંભળી શકે છે.

*દાંતની કાળજી લો*
માનવ દાંત શીલા જેવા મજબૂત છે. પરંતુ શરીરના અન્ય ભાગો પોતાની કાળજી પોતે જ લે છે, જ્યારે દાંત બીમાર થયા પછી પોતાને સુધારવા માટે સક્ષમ નથી.

*મોંમાં ભીનાશ*
માનવ મોંમાં દરરોજ 1.7 લિટર લાળ બને છે. લાળ ખોરાકનું પાચન કરે છે તે ઉપરાંત જીભમાં રહેલી 10,000 કરતાં વધુ સ્વાદ ગ્રંથિઓને ભેજવાળી રાખે છે.

*પલક ઝપકતાં*
વૈજ્ઞાનિકો માને છે કે પલક ઝપકવાથી આંખોનો પરસેવો બહાર નીકળે છે અને તેમાં ભીનાશ જળવાઇ રહે છે. પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓ બમણી વાર પલક ઝપકાવે છે.

*નખની કમાલ*
અંગૂઠાના નખ સૌથી ધીરે ધીરે વધે છે. જ્યારે મધ્યમ આંગળીના નખ સૌથી વધુ ઝડપે વધે છે.

*દાઢીના વાળ*
પુરુષોમાં દાઢીના વાળ સૌથી ઝડપી વધે છે. જો કોઈ વ્યક્તિ આખું જીવન દાઢી ના કરે તો એની દાઢી 30 ફુટ લાંબી હોઈ શકે છે.

*ખોરાકનું ગણિત*
વ્યક્તિ સામાન્ય રીતે ખાવા પાછળ પાંચ વર્ષની જિંદગી ખર્ચે છે. જીવનપર્યંત આપણે આપણા વજન કરતાં 7,000 ગણો વધારે ખોરાક ખાધો હોય છે.

*વાળ ખરવાની પરેશાની*
એક તંદુરસ્ત માણસના માથામાંથી દરરોજ 80 વાળ ખરતા હોય છે.

*ડ્રીમ વર્લ્ડ*
બાળક દુનિયામાં આવે તે પહેલા પણ એટલે કે માતાના ગર્ભાશયમાં જ સ્વપ્ન જોવાનું શરૂ કરે છે. વસંતઋતુમાં બાળક ઝડપથી વિકાસ પામે છે.

*ઊંઘનું મહત્વ*
ઊંઘ દરમિયાન માણસની ઉર્જા બળે છે. મગજ મહત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ કરે છે. શરીરને આરામ મળે છે અને સમારકામનું કામ પણ થાય છે. ઊંઘ દરમિયાન જ શારીરિક વિકાસ માટે જરુરી હોર્મોન્સ મુક્ત થતા હોય છે.

*તેથી તમારા કિંમતી શરીરનું ઓછું મૂલ્યાંકન કરશો મા* 🙏😇

Sunday, March 17, 2019

Jignesh Dada Bhajan, Song , MP3 Download, જીગ્નેશ દાદા | ધુન ભક્તિગીત

Jignesh dada bhajan , mp3 song download

થોડીક માહિતી જીગ્નેશ દાદા વિષે પણ જાણી લો.
Jignesh Dada is a Gujarati famous Narrator. He has portrayed the colors of devotion in today’s youth. Today’s youth likes their hymns. Nowadays, everyone’s mobile has the जिग्नेश दादा hymn. Nowadays, જીગનેશ દાદા hymns in Whatsapp and Facebook are showing great enthusiasm. Jignesh Dada now reigns in the heart of every Gujarati people. His live program comes in Lakshya TV. His hymns are becoming very viral. Everyone likes their program quite well. His live program is on all places in Gujarat.

જીગ્નેશ દાદા એક ગુજરાતી પ્રખ્યાત નેરેટર છે. તેમણે આજના યુવાનીમાં ભક્તિનાં રંગો ચિતર્યા છે. આજના યુવાનોને તેમના સ્તોત્રો ગમ્યાં છે. આજકાલ, દરેકના મોબાઈલમાં જીગ્નેશ દાદા સ્તોત્ર છે. આજકાલ, વોટ્સએપ અને ફેસબુકમાં ગગનશ દાદાના સ્તોત્રોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીગ્નેશ દાદા હવે દરેક ગુજરાતી લોકોના હૃદયમાં રાજ કરે છે. લક્ષ્ય ટીવીમાં તેનો લાઇવ પ્રોગ્રામ આવે છે. તેના સ્તોત્રો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. દરેક વ્યક્તિને તેમનો પ્રોગ્રામ એકદમ સરસ પસંદ છે. તેમનો લાઇવ પ્રોગ્રામ ગુજરાતના તમામ સ્થળોએ છે.

જીગ્નેશ દાદા (રાધે રાધે) ના સ્વરે ગવાયેલા અને પ્રખ્યાત બનેલા ગીતો નું કલેક્શન અહિં કરેલું છે. આવા જ ગીતો માટે જોતા રહો અમારી વેબસાઈટ.આશા છે કે તમને આ કલેક્શન ગમશે .

1. તાળી પાડો તો મારા રામની રેDownload
2. દ્વારીકાનો નાથ મારો 
રાધા-રણછોડ છે.
Download
3. હું કાંઈ ગાંડો નથી રે,
હું કાંઈ ઘેલો નથી રે
Download
4. આંબો અખંડ ભુવનથીDownload
5. ભજો મુકુન્દ માધવ મુરારીDownload
6. મેવા મળે કે ના મળેDownload
7. મીઠે રસ સે ભર્યોDownload
8. તમે જીલો તો જુલાવો 
મારા કાન
Download
9. મુજ દ્રાર થી ઓ પંખીડાDownload
10. રસિયો રુપેળો રંગDownload
11. કોણ જાણી શકે કાળનેDownload

તાળી પાડો તો મારા રામની રે lyrics

તાલી પાડો તો મારા તો મારા રામ ની રે બીજી તાળી ના હોય જો (4)
વાતુ કરો તો મારા રામ ની રે બીજી વાતું ના હોય જો(2)

સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો
તાલી પાડો તો મારા તો મારા રામ ની રે બીજી તાળી ના હોય જો

બચપણ બચપણ માં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો
બચપણ માં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે એને બચપણ કહેવાય જો

તાળી પાડો તો રામ ની રે બીજી તાળી ના હોય જો

યુવાની યુવાની ફેર છે રે યુવાની કોને કહેવાય જો
યુવાની માં મીરા બાઈ ને શામ મળ્યા રે યુવાની એને કહેવાય જો
વાતું કરો તો રામ ની રે બીજી વાતું ના હોય જો
વાતું કરો તો મારા શામ ની રે બીજી વાતું ના હોય જો


ઘડપણ ઘડપણ ઘણો ફેર છે રે ઘડપણ કોને ઘડપણ કહેવાય જો
ઘડપણ માં સબરી બાઈ ને રામ મળ્યા રે એને ઘડપણ કહેવાય જો
સમરણ કરો તો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો

ભાઈબંધ માં ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો
ભાઈબંધ માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંદ કહેવાય જો
તાલી પાડો તો મારા તો મારા રામ ની રે બીજી તાળી ના હોય જો

દુશમન દુશમન ઘણો ફેર છે રે કોને દુશમન કહેવાય જો
દુશમન માં રાવણ ને રામ મળ્યા રે એને દુશમન કહેવાય જો
વાતું કરો તો રામ ની રે બીજી વાતું ના હોય જો
વાતુ કરો તો મારા શામ ની રે બીજી વાતું ના હોય જો

નીતિ નીતિ માં ઘણો ફેર છે રે નીતિ કોને કહેવાય જો
નીતિ માં વિદુરજી ને ક્રિષ્ના મળ્યા રે એને નીતિ કહેવાય જો
સમરણ કરી લો સીતારામ ના રે બીજા સમરણ ના હોય જો

મરણ મરણ માં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો
મરણ માં જટાયુ ને રામ મળ્યા રે એને મરણ કહેવાય જો
તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાળી ના હોય જો

સેવા સેવા માં ઘણો ફેર છે સેવા કોને કહેવાય જો
સેવા માં હનુમાન ને રામ મળ્યા રે સેવા એને કહેવાય જો
તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાલી ના હોય જો
વાતુ કરો તો મારા રામ ની બીજી વાતું ના હોય જો
સમરણ કરો તો મારા સીતારામ નું રે

તાલી પાડો તો મારા તો મારા રામ ની રે બીજી તાળી ના હોય જો (4)
વાતુ કરો તો મારા રામ ની રે બીજી વાતું ના હોય જો(2)

Thursday, March 14, 2019

કહેવા-સમજવા જેવું

જો તને,યાદ કરવાનું કોઇ મીટર લગાવે ને,
દોસ્ત
સૌથી વધુ બીલ મારું જ આવશ
"વિશ્વાસ" સ્ટીકર જેવો હોય છે.
બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો.
જીંદગી સિતાફળ જેવી છે,
હજી માંડ ક્રીમની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાય....
ફક્ત કેહવા ખાતર ઉત્તરાયણ
બે દિવસ ની છે.
બાકી
એક બીજાની કાપવાની system તો બધા આખું વર્ષ follow કરે છે.
લાગણીનુ તો છે ઘાસ જેવુ,
ઉગી આવે જ્યા મળે ભીનાશ જેવુ..... 
વળાંક આવે તો વળવું પડે
એને રસ્તો બદલ્યો ના કહેવાય...
મુઠ્ઠીભર નું હૈયુ
ને ખોબાભરનું પેટ,
મુદ્દા તો બેજ
તોય કેટકેટલી વેઠ..!!

કોઈકે પૂછ્યું,
"તમે આટલા બધા ખુશ
કેવી રીતે રહી શકો છો?"
મેં કહ્યું
કેટલાક નું સાંભળી લઉ છું
કેટલાક ને સંભાળી લઉ છું

કડવું બોલનાર નું"મધ"વેચાતું નથી
  ને...
મીઠું બોલનાર ના "મરચાં" વેચાઈ  જાય છે....

શીયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ
અને
લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.

જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને,
ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને


પ્રભુને મળવા ગયો,ને
રસ્તો ભૂલી ગયો . માણસ તો બનવા ગયો, પણ ........પ્રેમ ભૂલી ગયો .
પરિવાર ને પામવા ગયો ત્યાં
ખુદ ને ભૂલી ગયો , પૈસા ને પામવા ગયો,
તો........... પરિવાર ને ભૂલી ગયો.
જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો,
અને ઉમર યાદ આવી ત્યારે,
હું જીવન ભૂલી ગયો

કોઇકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે સાહેબ...
જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે..

બહુ 'મુશ્કેલ કામ' આપી દીધું "જિંદગીએ" મને...
કહે છે,,
તું 'બધા' નો થઈ ગયો,,
હવે શોધ એને, જે "તારા" હોય..

મારી સાથે બેસીને...
...... સમય પણ રડ્યો એક દિવસ
બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે..
..... હું જ ખરાબ ચાલી રહ્યો છુ

શું વેંચીને તને ખરીદુ,
"એ જિંદગી".........
મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.
જવાબદારીના બજારમાં...


દિલનો નેક છું સાહેબ..
"શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિસ" નહિ
સ્વાદ અલગ છે મારા શબ્દોનો...
ઘણા ને સમજાતો નથી...
તો ઘણા ને ભૂલાતો નથી..


રોજ સાંજે . ....સુરજ નહિ..
પણ....
આ અનમોલ જિંદગી . .
ઢળતી જાય છે.


આંસુ ને ક્યાં હોય છે કોઈ વાણી.....
તું સમજેતો મોતી ન સમજે તો પાણી...


સહનની આવડત હો તો મુસીબતમાંય રાહત છે,
હ્રદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે..

એકાંત ને ઓગાળી ઓગાળી તેમા વ્યસ્ત રહુછુ.
માણસ છુ મુરઝાઉ છુ તોયે મસ્ત રહુછુ..‼

કૃષ્ણનું મુખ અને હોઠ
ક્યાંથી લાવશો ?
મેળામાં બહુ બહુ તો
વાંસળી મળે..!!

આંખોમાં વસનારા જ રડાવી જાય છે...
દસ્તુર તો જુઓ આ દુનિયાનો પોતાના,
મો ચડાવી બેઠા ને પારકા હસાવી જાય છે..

મા-બાપનો વારસો સંભાળો એને સંસ્કાર ના કેહવાય
પણ વારસાની સાથે મા-બાપને સંભાળો તો સંસ્કારી કેહવાય.

જીંદગી ના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે,
પણ ખબર ના પડવી જોઈએ કે આજ છેલ્લો દિવસ છે...

ફિક્કા ચેહરાઓની,

ડોક્ટરે લોહીની તપાસ કરાવી ..
રિપોર્ટ માં આવ્યું,
સંબંધો ની ઉણપ છે ..

ખબર છે કે મારૂં કશું પણ નથી
છતાં છોડવાનું ગજું પણ નથી!

❛જે માંગો એ મળી જાય એ શક્ય નથી,
જિંદગી છે આ પપ્પા નું ઘર નથી

Friday, March 8, 2019

ચાલ એક નવી કોશિશ કરીએ

ચાલને એક નવી કોશિશ કરી
એ કોઈના 'વિશે' બોલવા કરતાં
કોઈની 'સાથે' બોલીએ..

શબ્દો મારાં સાંભળી, વાહ
વાહ તો સૌ કરે.....

પણ મૌન મારું સાંભળે, કાશ
એવું એક જણ મળે....

મતભેદ એક એવી ઉધઈ છે કે
જે ધીમે ધીમે મન સુધી પહોંચી
લાગણીઓને કોતરી નાખે છે...

બદલો લેવામાં શું મજા આવે,
મજા તો ત્યારે આવે જ્યારે તમે
સામે વાળાને બદલી નાખો....

સંબંધ તો એવા જ સારા,
જેમાં હક પણ ન હોય, અને,
કોઈ શક પણ ન હોય ...

ખુદને ખરાબ કહેવાની હિંમત
નથી રહી...

તેથી,બધા કહે છે જમાનો
ખરાબ છે.

ઘણી મેં શોધ કરી શ્લોક ને સ્તુતી
માં....

          પણ,

ઇશ્વર આખરે મળ્યો સ્નેહ
અને સહાનુભુતિમાં.

જ્યારે નાના હતા ત્યારે મોટી
મોટી વાતોમા તણાઇ ગયા
અને ........

જયારે મોટા થયા ત્યાં તો
નાની નાની વાતોમાં વિખેરાઇ
ગયા...

જો "નિભાવવાની" ચાહ બંને
તરફ હોય તો દુનિયાનો કોઈ
"સંબંધ" ક્યારેય તૂટતો નથી....

    ડર એ નથી કે.....!

કોઈ રિસાઈ ને ચાલ્યુ જાય છે....!

ડર તો એનો છે કે.....!

લોકો હસ્તાં હસ્તાં....
બોલવાનું બંધ કરી નાંખે છે..

તમારા ચહેરા પરનું સ્મિત એ
કુદરતે તમને આપેલી બક્ષિસ છે.

 પણ, એ જ સ્મિત જો તમે
કોઈના ચહેરા પર લાવી શકો
તો એ તમે કુદરતને આપેલી
    Return Gift છે.

દોડી ગયા છે જે એમને શું
ખબર કે...

સાથે ચાલવાની મજા કેવી હોય
છે..?

ખૂબ સહેલું છે કોક ને ગમી જવું,
અઘરૂં તો છે, સતત ગમતા રેહવું.

મારે ફરી વિધાર્થી બનવું છે.

ઘણા વર્ષો પછી મને સ્કૂલના સમયના શિક્ષક મળી ગયા; ત્યારે અચાનક જ મારા મોઢે થી આ લાઈનો સરી પડી. 👇

સાહેબ મને ફરીથી મરઘો બનાવો ને,
"જિંદગીએ મને ખચ્ચર બનાવી દીધો છે".

સાહેબ મને ફરીથી અંગુઠો પકડાવો ને,
"જિંદગીએ મને કાન પકડાવી દીધા છે".

સાહેબ મને ફરીથી બેન્ચ પર ઉભો રાખો ને,
"જિંદગીએ મને ઓફિસમાં બેસાડી દીધો છે".

સાહેબ મને ફરી થી લેસન આપો ને,
"જિંદગીએ બરાબર ના પાઠ ભણાવી દીધા છે".

સાહેબ મને પાણી પીવા કલાસ ની બહાર જવા દો ને,
"જિંદગીએ મને કામ માં વ્યસ્ત કરી દીધો છે".

સાહેબ પીઠ પર એક હેત ભર્યો ધબ્બો મારો ને
"જિંદગીએ પીઠ ઉપર બોજો નાખી દીધો છે !!!!"

મારા શિક્ષક ને સમર્પિત

સાહેબે જવાબ આપ્યો

સાહેબે વિધાથીઁને કહ્યુ, બેટા મને ફરીથી ગુરુ બનાવને...... સરકારે મને મજૂર બનાવી દીધો છે...

નાની નાની વાતો

૬. નાની નાની વાતો. (૧)
એકવાર ગામવાળાએ નિર્ણય લીધો કે વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરીશું, પ્રાર્થના કરવાને દિવસે બધાં એક જગ્યાએ ભેગા થયા પરંતુ એક બાળક પોતાની સાથે છત્રી પણ લઈને આવ્યો.

આને કહેવાય આસ્થા. (૨)
જ્યારે તમે એક બાળકને હવામાં ઉછાળો છો તો તે હસે છે કારણકે તે જાણે છે તમે તેને પકડી લેવાના છો.

આને કહેવાય વિશ્વાસ (૩)

પ્રત્યેક રાત્રિએ જ્યારે સુવા માટે જઈએ છીએ ત્યારે એ વાતની કોઈ ગેરંટી નથી હોતી કે સવાર સુધી આપણે જીવતાં રહીશું કે નહી છતાં પણ આપણે ઘડિયાળમાં એલાર્મ મૂકી સુઈએ છીએ.

આને કહેવાય આશા (૪)

આપણને ભવિષ્યની કોઈ જાણકારી નથી છતાં પણ આપણે આવતીકાલને માટે મોટી મોટી યોજનાઓ બનાવીએ છીએ.

આને કહેવાય આત્મવિશ્વાસ (૫)

આપણે જોઈ રહ્યાં છીએ કે દુનિયા મુશ્કેલીઓથી ઝઝૂમી રહી છે છતાં પણ આપણે લગન કરીએ છીએ.

આને કહેવાય પ્રેમ (૬)

એક ૬૦ વર્ષની ઉંમરના વ્યક્તિના શર્ટ ઉપર લખ્યું હતું "મારી ઉંમર ૬૦વર્ષ નથી, હુંતો ફક્ત ૧૬ વર્ષનો જ છું,૪૪ વર્ષનાં અનુભવ સાથે."

આ કહેવાય અંદાઝ

જીવન ખૂબ સુંદર છે. એને સર્વોત્તમ કામ માટે જીવીએ.

બિખરને દો હોંઠો પે હંસી કે ફુવારે, દોસ્તો પ્યારસે બોલને સે જાયદાદ કમ નહીં હોતી.

માણસ તો દરેક ઘરમાં પેદા થાય છે, બસ માણસાઈ ક્યાંક ક્યાંક જન્મ લે છે.

શબ્દોમાંથી સંદેશ

વાહ ક્યા બાત હૈ,

💠🔰 શબ્દોમાંથી સંદેશ🔰💠 

દયા:-
પ્રભુની દયા મેળવવી હોય તો દયા શબ્દને ઉલ્ટાવી નાખો.
દ યા  ▶  યા દ
જે પ્રભુને 'યાદ' કરે છે તેજ તેની દયા મેળવી શકે છે.

લોભ:-
જીવન માંથી લોભને દૂર કરવો હોય તો લોભ શબ્દને ઉલ્ટાવી નાખો,
*લો ભ ▶ ભ લો*
જે મનુષ્ય 'ભલો' બની જાય છે,
તેજ લોભરુપી લૂંટારાને હરાવી શકે છે.

થાક:-
આ ભવસાગર માં કોઈ પણ કારણસર થાક લાગ્યો હોય તો તેણે થાક ઉતારવા 'કથા' સાંભળવી.
કથા શબ્દ ને ઉલ્ટાવી નાંખો,
થા ક ▶ ક થા
શ્રીમદ્ ભાગવતના શ્રવણથી થાક ઉતરી જશે.

નર્તકી:-
માયારુપી નર્તકીના મોહમાંથી બચવું હોય તો નર્તકી શબ્દને ઉલટાવી નાખો.
ન ર્ત કી ▶ કી ર્ત ન
જે વ્યક્તિ શ્રીકૃષ્ણનું 'કીર્તન' કરે છે, તે માયાની મોહિનીમાં મોહાંધ બનતો નથી.

Tuesday, March 5, 2019

સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો

સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો

વેદવ્યાસજીએ મહાભારતમાં બહુ સરસ પ્રસંગનું વર્ણન કરેલ છે

ઈસવિસન પૂર્વ ૩૨૦૨

એકવાર કૃષ્ણ (૨૭), બલરામ (૨૮) અને સાત્યકિ (સાત્યકિ દ્વારકાના મહાવીર યોદ્ધા હતા)

જંગલમાં ફરવા માટે ગયા.

સાંજ પડવા આવી અને રસ્તો ભૂલી ગયા.

શ્રી કૃષ્ણએ કહ્યું,  “આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું. રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિનો જાગવાનો વારો કાઢીએ. એક જાગે અને બાકીના બે સૂતેલાની રક્ષા કરે.”

પ્રથમ સાત્યકિનો જાગવાનો વારો હતો.

એ સમયે બ્રહ્મરાક્ષસ આવ્યો.

સાત્યકિ એ એની સાથે લડાઈ શરૂ કરી.

સાત્યકિ બ્રહ્મરાક્ષસને બરોબરની ટક્કર આપતા હતા.

આ લડાઈમાં જ્યારે સાત્યકિને વાગે એટલે એ દર્દની ચીસ પાડે.

એનું પરિણામ એ આવે કે સાત્યકિની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય

અને કદ મોટું થવાથી આવનારા મુક્કાની તાકાત વધી જાય.

 સાત્યકિનો જાગવાનો સમય પૂરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડ્યા.

હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઈ ચાલુ કરી પરંતુ સાત્યકિએ કર્યું એવું જ બલરામે કર્યું.

બલરામને પણ વાગે એટલે દર્દની
ચીસ પાડે અને પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય.

એમનો સમય પૂરો થયો એટલે એમણે શ્રી કૃષ્ણને જગાડ્યા.

શ્રી કૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઈમાં નવી વ્યૂહરચના અપનાવી.

પોતાને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરાબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જોઈને ખડખડાટ હસે.

એનું પરિણામ એ આવ્યું કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનું થવા લાગ્યું અને થોડા સમયની લડાઈમાં એનું કદ નાની પૂતળી જેવું થઈ ગયું.

પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પૂતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો.

મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહુ જ મોટો સંદેશો આપી જાય છે.

આપણા બધાના જીવનમાં પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓરૂપી બ્રહ્મરાક્ષસ આવે છે.

આ પ્રશ્નો, પડાકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડ્યા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય

અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે

પરંતુ જો આ પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પૂતળી જેવું થઈ જાય અને આપણે એને મારી શકીએ

અને છેલ્લે...

જીંદગી ક્યાં સહેલી છે,
એને સહેલી બનાવવી પડે છે.
કંઈક આપણા અંદાજ થી,
તો કંઈક નજરઅદાંજ થી

તારું ને મારું શુ છે આ જીવન માં?

*જેટલી વાર વાંચશો એટલી વાર જીવન નો પાઠ ભણાવશે આ લેખ...*

*તારું ને મારું શુ છે આ*જેટલી વાર વાંચશો એટલી વાર જીવન નો પાઠ ભણાવશે આ લેખ...*

*તારું ને મારું શુ છે આ જીવન માં?*

```જીવન ના શરૂઆતના ૨૦ વર્ષ હવા ની જેમ ઉડી ગયા.
પછી શરુ થઇ નોકરી ની શોધ.
આ નઈ પેલું, પેલું નઈ ઓલું...
આમ કરતા કરતા ૨ થી ૩ નોકરિયો છોડતાં છોડતાં એક નક્કી કરી.
થોડી સ્થિરતા ની શરૂઆત થઇ.
અને પછી લગ્ન થયા.
જીવન ની રામ કહાની શરુ થઇ ગઈ.

લગ્ન જીવનના શરૂઆત ના ૨ વર્ષ કોમળ, ગુલાબી, ને રસીલા સપનાંઓ ને પુરા કરવામાં પસાર થઇ ગયા.

હાથો માં હાથ નાખી હરવું, ફરવું બધું થયું. પણ આ દિવસો જલ્દી થી હવા થઇ ગયા. અને પછી બાળકના આવવાની આહટ થઇ. હવે આખું ધ્યાન બાળકમાં કેન્દ્રિત થઇ ગયું.
બાળક સાથે હસવું, રમવું, ખાવું, પીવું અને લાડ કરવાનું શરુ થઇ ગયું.
સમય એટલો જલ્દી થી પસાર થઇ ગયો કે ખબરજ ન પડી.

અને આ બધાની વચ્ચે ક્યારે મારો હાથ તેના હાથ થી નીકળી ગયો, વાતો કરવી, હરવું ફરવું ક્યારે બંધ થઇ ગયું ખબરજ ન પડી...
બાળક મોટું થતું ગયું,
તે બાળકમાં વ્યસ્ત થઇ ગઈ,

અને હું મારા કામ માં...

ઘર અને ગાડી ની EMI, બાળક ની જવાબદારી, શિક્ષા અને ભવિષ્ય ની ચિંતા અને બેંક માં રકમ વધારવાની ચિંતા.
તે પણ પોતાને કામ માં વ્યસ્ત કરતી ગઈ અને...હું પણ.
જોતા જોતા હું ૪૫ નો થઇ ગયો.
ઘર, ગાડી, પૈસા, પરિવાર બધુજ હતું પણ કંઇક ખામી લાગતી હતી.
અને એ શું છે એ ખબર ન પડી.
એની ચીડ-ચીડ દિવસે દિવસે વધતી ગઈ, અને હું ઉદાસ ઉદાસ થતો ગયો.
છોકરું મોટું થઇ ગયું અને તેનો સંસાર બાંધવાનો સમય આવ્યો.
ત્યાં સુધી અમે ૫૦- ૫૫ વર્ષની ઉમર માં પહુંચી ગયા.
એક ક્ષણ માં મને જુના દિવસો યાદ આવવા લાગ્યા.

અને સારો સમય જોઈ મેં તેને કીધું...```
*”અરે જરા અહી આવ, મારી પાસે બેસ. ચાલ હાથો માં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ.”*
```મને વિચિત્ર નજરોથી જોવા લાગી અને કહ્યું,```
*”કઈ ભાનબાન છે કે નહી, ઘરમાં આટલું કામ છે અને તમને વાતો ના વડાં કરવા છે અત્યારે.”*

```આમ કહી સાડી નો પલ્લું જોસથી અંદર કરી રસોડા માં ચાલી ગઈ.
૫૫ ની ઉમર માં પહુંચ્યા પછી વાળ માંથી કાળો રંગ જતો ગયો,
આંખો માં ચશ્માં આવી ગયા.
દીકરો ભણવા વિદેશ જતો રહ્યો.
એક સપનું પણ પૂરું થઈ ગયું અને દીકરો હવે પોતાના પગ પર ઉભો થઇ સારી નોકરીએ લાગી ગયો.
હું અને મારી પત્ની હવે એક સરખા દેખાતા હતા...```
*અમે બન્ને ઘરડા થઇ ગયા હતા.*
```દવાઓ પર જીવન જીવવાનું શરુ થયું, અને ભગવાન ની પ્રાર્થનાઓ માં લાગી ગયા.

બાળકો મોટા થશે તો ખુશી થી આ ઘરમાં રહીશું એવું વિચારી આ ઘર લીધું હતું જે હવે મોટો ભાર લાગી રહ્યો છે.

છોકરો ક્યારે પરત ફરશે, હવે એની રાહ જોઇને દિવસો પસાર થતા ગયા.
એક દિવસ સોફા પર બેસી ઠંડી હવાનો આનંદ માણી રહ્યો હતો કે ત્યારે ફોન ની ઘંટડી વાગી,
તરતજ મેં ફોન ઉપાડ્યો.
દીકરા નો ફોન હતો.```
*તેણે કહ્યું કે એના લગ્ન વિદેશ માં થઇ ગયા છે અને હવે એ પરદેશ માં જ રહશે.*
```અને એમ પણ કીધું કે...```
*બેંક માં જે પૈસા છે, એ તેને નથી જોઇતા માટે તેને વૃદ્ધાશ્રમ માં દાન કરી દો, અને ત્યાજ રહી જાઓ.*
```આટલું કહી ફોન મૂકી દીધો.
હું પાછો સોફા પર આવી બેસ્યો.
આજે ફરીથી મેં પત્ની ને કીધું...```
*“ચાલ આજે હાથ માં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ.”*
```અને તેને તરત જવાબ આપ્યો...```
*“હા એક મિનીટ આવી.”*
```મને વિશ્વાસ ન થયો, મારી આંખોમાં ખુશીના આંસુ છલકી આવ્યા.
અને અચાનક એકદમ થી હું પાછો ઉદાસ થઇ ગયો. તે આવી અને પૂછ્યું...```
*”હા બોલો શું કહેતા હતા તમે?”*
```પણ પછી હું કઈ બોલ્યો નહી બસ મારા વિચારો માં ખોવાઈ ગયો,
અને પત્નીને કશું સમજ પડી નહિ એટલે એ પછી તેના કામ પર લાગી.
પછી થોડી વાર રહી પછી મારી પાસે આવીને બેસી. મારા ઠંડા હાથ ને તેના હાથ માં પકડી કહ્યું...```
*” ચલો ક્યાં ફરવા જવું છે તમને?*
*શું વાતો કરવી છે?”*

```આટલું કહેતા તેની આંખો પણ ભીની થઇ ગઈ!!

બસ હું ત્યારે તેના ખોળા પર માથું રાખી વિચારતો રહ્યો કે...```

*શું આ છે જિંદગી ?*

```બધાય પોતાનું નસીબ સાથે લઈને આવે છે એટલા માટે થોડો સમય પોતાની માટે પણ કાઢો.

જીવન પોતાનું છે તો તેને પોતાની રીતે જીવતા શીખો...```

 *આજથી જ શરુઆત કરો, કારણકે કાલ ક્યારેય નહી આવે અને તમે જીવન ની અમુલ્ય ક્ષણો ખોઈ બેસશો.*

*🙏🏻...જીવન મોજથી જીવો...🙏🏻* જીવન માં?*

```જીવન ના શરૂઆતના ૨૦ વર્ષ હવા ની જેમ ઉડી ગયા.
પછી શરુ થઇ નોકરી ની શોધ.
આ નઈ પેલું, પેલું નઈ ઓલું...
આમ કરતા કરતા ૨ થી ૩ નોકરિયો છોડતાં છોડતાં એક નક્કી કરી.
થોડી સ્થિરતા ની શરૂઆત થઇ.
અને પછી લગ્ન થયા.
જીવન ની રામ કહાની શરુ થઇ ગઈ.

લગ્ન જીવનના શરૂઆત ના ૨ વર્ષ કોમળ, ગુલાબી, ને રસીલા સપનાંઓ ને પુરા કરવામાં પસાર થઇ ગયા.

હાથો માં હાથ નાખી હરવું, ફરવું બધું થયું. પણ આ દિવસો જલ્દી થી હવા થઇ ગયા. અને પછી બાળકના આવવાની આહટ થઇ. હવે આખું ધ્યાન બાળકમાં કેન્દ્રિત થઇ ગયું.
બાળક સાથે હસવું, રમવું, ખાવું, પીવું અને લાડ કરવાનું શરુ થઇ ગયું.
સમય એટલો જલ્દી થી પસાર થઇ ગયો કે ખબરજ ન પડી.

અને આ બધાની વચ્ચે ક્યારે મારો હાથ તેના હાથ થી નીકળી ગયો, વાતો કરવી, હરવું ફરવું ક્યારે બંધ થઇ ગયું ખબરજ ન પડી...
બાળક મોટું થતું ગયું,
તે બાળકમાં વ્યસ્ત થઇ ગઈ,

અને હું મારા કામ માં...

ઘર અને ગાડી ની EMI, બાળક ની જવાબદારી, શિક્ષા અને ભવિષ્ય ની ચિંતા અને બેંક માં રકમ વધારવાની ચિંતા.
તે પણ પોતાને કામ માં વ્યસ્ત કરતી ગઈ અને...હું પણ.
જોતા જોતા હું ૪૫ નો થઇ ગયો.
ઘર, ગાડી, પૈસા, પરિવાર બધુજ હતું પણ કંઇક ખામી લાગતી હતી.
અને એ શું છે એ ખબર ન પડી.
એની ચીડ-ચીડ દિવસે દિવસે વધતી ગઈ, અને હું ઉદાસ ઉદાસ થતો ગયો.
છોકરું મોટું થઇ ગયું અને તેનો સંસાર બાંધવાનો સમય આવ્યો.
ત્યાં સુધી અમે ૫૦- ૫૫ વર્ષની ઉમર માં પહુંચી ગયા.
એક ક્ષણ માં મને જુના દિવસો યાદ આવવા લાગ્યા.

અને સારો સમય જોઈ મેં તેને કીધું...```
*”અરે જરા અહી આવ, મારી પાસે બેસ. ચાલ હાથો માં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ.”*
```મને વિચિત્ર નજરોથી જોવા લાગી અને કહ્યું,```
*”કઈ ભાનબાન છે કે નહી, ઘરમાં આટલું કામ છે અને તમને વાતો ના વડાં કરવા છે અત્યારે.”*

```આમ કહી સાડી નો પલ્લું જોસથી અંદર કરી રસોડા માં ચાલી ગઈ.
૫૫ ની ઉમર માં પહુંચ્યા પછી વાળ માંથી કાળો રંગ જતો ગયો,
આંખો માં ચશ્માં આવી ગયા.
દીકરો ભણવા વિદેશ જતો રહ્યો.
એક સપનું પણ પૂરું થઈ ગયું અને દીકરો હવે પોતાના પગ પર ઉભો થઇ સારી નોકરીએ લાગી ગયો.
હું અને મારી પત્ની હવે એક સરખા દેખાતા હતા...```
*અમે બન્ને ઘરડા થઇ ગયા હતા.*
```દવાઓ પર જીવન જીવવાનું શરુ થયું, અને ભગવાન ની પ્રાર્થનાઓ માં લાગી ગયા.

બાળકો મોટા થશે તો ખુશી થી આ ઘરમાં રહીશું એવું વિચારી આ ઘર લીધું હતું જે હવે મોટો ભાર લાગી રહ્યો છે.

છોકરો ક્યારે પરત ફરશે, હવે એની રાહ જોઇને દિવસો પસાર થતા ગયા.
એક દિવસ સોફા પર બેસી ઠંડી હવાનો આનંદ માણી રહ્યો હતો કે ત્યારે ફોન ની ઘંટડી વાગી,
તરતજ મેં ફોન ઉપાડ્યો.
દીકરા નો ફોન હતો.```
*તેણે કહ્યું કે એના લગ્ન વિદેશ માં થઇ ગયા છે અને હવે એ પરદેશ માં જ રહશે.*
```અને એમ પણ કીધું કે...```
*બેંક માં જે પૈસા છે, એ તેને નથી જોઇતા માટે તેને વૃદ્ધાશ્રમ માં દાન કરી દો, અને ત્યાજ રહી જાઓ.*
```આટલું કહી ફોન મૂકી દીધો.
હું પાછો સોફા પર આવી બેસ્યો.
આજે ફરીથી મેં પત્ની ને કીધું...```
*“ચાલ આજે હાથ માં હાથ નાખી ક્યાંક ફરવા જઈએ.”*
```અને તેને તરત જવાબ આપ્યો...```
*“હા એક મિનીટ આવી.”*
```મને વિશ્વાસ ન થયો, મારી આંખોમાં ખુશીના આંસુ છલકી આવ્યા.
અને અચાનક એકદમ થી હું પાછો ઉદાસ થઇ ગયો. તે આવી અને પૂછ્યું...```
*”હા બોલો શું કહેતા હતા તમે?”*
```પણ પછી હું કઈ બોલ્યો નહી બસ મારા વિચારો માં ખોવાઈ ગયો,
અને પત્નીને કશું સમજ પડી નહિ એટલે એ પછી તેના કામ પર લાગી.
પછી થોડી વાર રહી પછી મારી પાસે આવીને બેસી. મારા ઠંડા હાથ ને તેના હાથ માં પકડી કહ્યું...```
*” ચલો ક્યાં ફરવા જવું છે તમને?*
*શું વાતો કરવી છે?”*

```આટલું કહેતા તેની આંખો પણ ભીની થઇ ગઈ!!

બસ હું ત્યારે તેના ખોળા પર માથું રાખી વિચારતો રહ્યો કે...```

*શું આ છે જિંદગી ?*

```બધાય પોતાનું નસીબ સાથે લઈને આવે છે એટલા માટે થોડો સમય પોતાની માટે પણ કાઢો.

જીવન પોતાનું છે તો તેને પોતાની રીતે જીવતા શીખો...```

 *આજથી જ શરુઆત કરો, કારણકે કાલ ક્યારેય નહી આવે અને તમે જીવન ની અમુલ્ય ક્ષણો ખોઈ બેસશો.*

*🙏🏻...જીવન મોજથી જીવો...🙏🏻*

ઓઢો ખુમાણ



આંસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠાં દરબાર ઓઠો ખુમાણ દાતણ કરે છે. પ્રભાતમાં 'કરણ મહારાજનો પહોર' ચાલે છે. બરાબર એ જ ટાણે પરગામથી કોઇ એક બાઇ પોતાની સાથે એક પંદર વરસના કિશોરને આંગળીએ વળગાડી ડેલીમાં થઇને ગઢની અંદર આઇને ઓરડે ચાલી ગઇ.

"ભગા ડેર !" ઓઢા ખુમાણે આ અજાણ્યાં પગલાં ઉપરથી વહેમાઇને પોતાના ચાકરને કહ્યું : "જાવ, તપાસ કરો, કોણ મહેમાન આવ્યાં છે ?"

ભગો ડેર ઓઢા ખુમાણનો વફાદાર જોદ્ધો હતો. ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આઇ પોતાના ખોળામાં લઇને બેઠેલાં છે, એને મોઢે ને માથે હાથ પંપાળી રહ્યાં છે, અને વડારણ આખી વીતક વાર્તા સંભળાવે છે :

"માડી ! આ દીકરા પાલીતાણા દરબાર નોંઘણજીના કુંવર થાય. એમનું નામ ઉન્નડજી. અટાણે એમના કાકા અલ્લુજી ગાદીએ ચડી બેઠા છે, અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે. આ બાતમી અમારા કાને પડી. મા બિચારાં ફફડી હાલ્યાં, દીકરો કોને જઇ સોંપવા ? અલ્લુજીની ધાકના માર્યા કોણ સાચવે ? અને પૈસાને લોભે દગોય કોણ ન રમે ? આઇ! એકાએક મારાં માને આપા-ઓઢો ખુમાણ-સાંભર્યા. એણે મને કહ્યું કે, 'આપો મારા જીભના માનેલ ભાઇ બરોબર છે. એના ખોળામાં મારા ઉન્નડ આશરો પામશે. જા, ઝટ આપાને સોંપી દે. વીરને કે'જે કે બોન ઓળખતી-પાળખતીયે નથી, તોય 'ભાઇ' કહીને ભાણેજનાં રખવાળાં ભળાવે છે.' "

વાત સાંભળીને ઓઢા ખુમાણનાં ઘરવાળાં બાઇનું અંતર ભીનું થઇ ગયું. ઉન્નડજીને હૈયા સમો દાબી લીધો અને પાછું વડારણને પૂછ્યું : "તયીં બાપ, તમે એકલાં કાં આવ્યાં? માને કેમ ન લાવ્યાં ?"

"અરેરે આઇ ! મા તો અલ્લુજીની કેદમા કે'વાય. જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા જ શેના આપે ? હું તો અધરાતે આ દીકરાને લઇને છાનીમાની નીકળી આવી, તે રસ્તામાંય ધરતી અમને માકારો કરતી'તી."

"કેમ ?"

"કેમ શું ? રસ્તે રૂપાવટી ગામ આવ્યું. રૂપાવટીમાં કાકો ભગવતસંગ રહે. ત્યાં કુંવર સાટુ હજામ હોકો ભરવા ગયો. કાકાને ખબર પડી કે ઉન્નડજી ભાગી જાય છે. અલ્લુજી તો ઊગતો સૂરજ ! એને પૂજવાનુું કોણ ભૂલે ? કાકાએ હોકામાં સોમલ ભેળવેલી તમાકુ ભરાવી. હજામ પીતો પીતો આવ્યો, અને થોડીવારમાં તો માર્ગે ઢળી પડ્યો. ભગવાનનાં રખવાળાં, તે કુંવર બચી ગયા. માંડ આંહીં તમારે ખોળે પહોંચ્યાં છીએ. આઇ ! મારાં માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી !"

"ભગા ડેર !" આઇએ કહ્યું : "કુંવર ઉન્નડજીને ડેલીએ તેડી જાવ, અને કાઠીને કે'જો કે આખ્યુંનીય ઓળખાણ વિનાની રજપૂતાણીએ વિશ્વાસે વીરપહલી માગેલ છે. સાચા ધરમ-ભાઇને શોભે તેવું કરી દેખાડજો."

દાતણની ચીરોને ધરતી પર મેલીને મોઢું ધોઇ જેમ ઓઢા ખમાણે ઊગતા સૂરજ સામા હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે -

ભલે ઊગા ભાણ ! ભાણ તુંહારાં ભામણાં,
મરણ જીયણ લગ માણ, રાખો કાશપરાઉત !
તેમ કુંવરને આંગળીએ વળગાડીને ભગો ડેર ચોપાટમાં આવ્યા, ઓળખાણ આપી, અને વાડારણે કહેલી આખી વાત વર્ણવી, તેમ તો ઓઢા ખુમાણની છાતીમાં ગર્વભરી ભક્તિ ઊભરાઇ. એ બોલ્યા:

"આવ્ય, બાપ ઉન્નડ, આવ્ય. તને પાલીતાણાની ગાદી ઉપર બેસાડું." એમ કહી કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો.

એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી એક અટ્ટહાસ્ય નીકળી ગયું.

ઉન્નડજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો. પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી; એણે પૂછ્યું : "કેમ મેરામભાઇ ! તમારા હસવાનો મરમ શું છે ?"

"મરમ બીજો શું? તમારે કહ્યે કાંઇ ત્યાં ખોળામાં પાલીતાણાની ગાદી આવી પડે છે, ઓઢા ખુમાણ ! એ તો એમ બોલાય, પણ ભાયડા હોય તે વિચારીને બોલે."

ઓઢો ખુમાણ જરી ઝાંખા પડ્યા; પછી એક ઘૂંટડો પીધઓ હોય તેમ બોલ્યા :

"ખરું છે, મેરામભાઇ! લ્યો, ત્યારે આ ખોળામાં જ ઉન્નડજીને બેસાડી રાખી પરબારા પાલીતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આંસોદરનું પાણી હરામ છે." એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલિ ભરીને નીચે ઢોળી, ચોપાટમાંથી ઊભા થઇ ગયા અને હુકમ કર્યો : "લાવો, મારી ઘોડી."

ધોડી પર બેસી, અંગે હથિયાર ધરી, ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા. ખોળામાં કુંવર ઉન્નડજી બિરાજે.

પોતાના બાર ગામની અંદર સંદેશા પહોંચ્યા કે 'એક સો, એક સો ઘોડેસવાર આવીને આજ રાતે મને પાંચતોબરાને પાદર ભેગા થાય.' એ પ્રમાણે બારસો શસ્ત્રધારી યોદ્ધાનાં ઘોડાં આવીને પાંચતોબરામાં હણહણી ઊઠ્યાં. રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી. એ ચીબરીની ભાષા પારખીને સાથેનો શુકનાવાળી મેર બોલ્યો : "આપા, જો અત્યારે ઘોડાં ઉપાડો તો શુકન કહે છે કે એક પણ જોદ્ધાને એક છોઇ ફાડ પણ ઇજા નહિ થાય. વિના જખમે પાલીતાણું લેવાશે."

ફોજ ચડી ચૂકી. પોહ ફાટતાં પાલીતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખૂલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોએ, અને સૈનિકોએ ઓઢા ખુમાણના ખોળામાં ઉન્નડજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના બાળરાજાના હિતનું છે. કોઇએ સામાં શસ્ત્ર ન ઉગામ્યાં.

પણ દરબારગઢની ડેલી પર કેસર ભાથી નામનો એક રજપૂત પોતાના એંશી ઘોડેસવારોને લઇને સામે ઊભો રહ્યો. ઓઢા ખુમાણે એને બહુ સમજાવ્યો : "કેસર, હું પાણીતાણાના ધણીની ખાતર આવ્યો છું. મારે પાણીતાણાનો દાણોય ન ખપે. તું ખસી જા."

"આપા ઓઢા ખુમાણ ! આજ આ બુઢ્ઢા દાંતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે. હું રજપૂત છું; એક ભવમાં બે ધણી નહિ કરું." કેસર ભાથીએ એવો જવાબ દઇને અવતાર દીપાવ્યો.

ધીંગાણું જામ્યું. બન્ને બાજુ શૂરવીરો હતા; કેસરના જોદ્ધા કપાવા લાગ્યા; ઓઢાના આદમીઓ પણ ઊડવા લાગ્યા. સહુ જુદ્ધમાં તલ્લીન છે, કોઇનું ધ્યાન નથી; તેવામાં માઢ માયથી અલ્લુજી દેખાણો. હાથમાં પ્રચંડ સાંગ હતી તે અલ્લુજી એ બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી પલવારમાં ઓઢો અને કુમાર ઉન્નડજી બંનેનો જીવ નીકળી જાત; પણ નિમકહલાલ ભગા ડેરે જોયું કે પોતાનો ધણી અને પાલીતાણાનો ધણી બેય ઊડશે ! એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગ એની છાતીને ચીરી જમીનમાં પેઠી; પોતાનો માલિક બચી ગયો. એ બધું પલમાં બન્યું. અલ્લુજી હથિયાર વિનાનો થઇ પડ્યો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો. અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું.

એ જ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉન્નડજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે -

ઘાટોડે ઘડિયો, તુંને લૂણ તણા,
માટીઆઇએ માણા, એતી જ હૂતી ઓઢિયા,
હે લૂણા ખુમાણના દીકરા ઓઢા ખુમાણ ! તને જ્યારે પ્રભુરૂપી કુંભારે (ઘાટોડે) ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ, તને બનાવવા પૂરતી જ, માટી (મરદાનગીરૂપી) રહી હતી. તે પછી એણે શૂરવીરો સર્જ્યા જ નથી.

Sunday, March 3, 2019

મહાશિવરાત્રી


 મહાશિવરાત્રિ નિમિત્તે વિશેષ....!!!આ વર્ષે મહાશિવરાત્રિ 4થી માર્ચે છે. આ વર્ષે આ દિવસે ત્રણ વર્ષ પછી ખાસ સંયોગ બન્યા છે.
એક તો એ છે કે આ વખતે શિવરાત્રિ સોમવારે છે. સોમવારનો સંબંધ ભગવાન શિવ સાથે ખાસ છે. ચંદ્રમાનો સંબંધ ભગવાન શિવ સાથે છે કારણે કે શિવે તેને મસ્તક પર ધારણ કરેલો છે. એ ઉપરાંત શ્રવણ નક્ષત્ર અને મહાશિવરાત્રિનો સંયોગ થયો છે.
મહાશિવરાત્રિના અવસર પર આ વર્ષે નક્ષત્રોમાં શ્રેષ્ઠ શ્રવણ નક્ષત્ર છે. આ નક્ષત્રનો સ્વામી ચંદ્રમા છે.આ દિવસે મહાશિવરાત્રિ પર શિવ યોગ બની રહ્યો છે. શિવ યોગમાં શિવજીની પૂજા ઉત્તમ અને શુભફળદાયી માનવામાં આવી છે. મોક્ષની ઇચ્છા રાખનારા મહાશિવરાત્રિના અવસર પર ભગવાન શિવની પૂજામાં દૂધમાં કેસર ભેળવીને  અભિષેક કરવો જોઇએ. સુખ-સમુદ્ઘિ માટે ભગવાન શિવને અખંડિત ચોખા અર્પિત કરવા જોઇએ જેનાથી આત્માને બળ મળે છે  અને તમામ ભયથી મુક્તિ મળે છે.
આ સંજોગો સિવાય પણ મહાશિવરાત્રિ પર સર્વાર્થ સિદ્ઘિ યોગ બની રહ્યો છે જે તમામ પ્રકારના શુભ કર્મોને સફળ બનાવે છે. આ અવસર પર શિવતાંડવ સ્ત્રોત, શિવ સહસ્ત્રનામનો પાઠ કલ્યાકારી સાબિત થશે. આરોગ્ય અને બાધાઓની મુક્તિ રુદ્રાભિષેક કરો તો તેના પ્રભાવથી તમારા તમામ કાર્યો સફળ થશે.
આપણા વેદોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે : (૧) કાળરાત્રિ જે કાળી ચૌદસને નામે ઓળખાય છે. (૨) મોહરાત્રિ જે જન્માષ્ટમીની રાત્રિ તરીકે ઓળખાય છે. (૩) મહારાત્રિ જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.
શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરિકે ઊજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.
ભગવાન શિવના ધરતી પરના અવતરણની રાત્રિ
મહાશિવરાત્રિની મધ્યરાત્રિ નિરાકાર ગણાતા શિવજીએ આકારરૂપ ધારણ કરી, જીવને મેળવી પૃથ્વી પર પધરામણી કરી. એટલે જ તો શિવરાત્રિ એ જીવ અને શિવના મિલનનું પ્રતીક ગણાયું છે.
મહામાસની કૃષ્ણપક્ષની ચૌદશની રાત્રિ મહાશિવરાત્રિ કહેવાઈ છે, જે ભગવાન શિવજીને ખૂબ જ પ્રિય છે, જેનો શિવતત્ત્વ સાથે પણ ગાઢ સબંધ છે.
મહા વદ ચૌદસને દિવસે આવતું મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. સકલ સૃષ્ટિને તે શિવત્વનો સંદેશ સુણાવે છે.
શિવ એટલે શું ?
શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ અને એ કલ્યાણકારી દેવોના દેવ મહાદેવ શિવ શંકર છે. ભગવાન શિવની આરાધના પૂજા કરવાથી સમસ્ત દુ:ખોમાંથી મુક્તિ મળે છે. સ્વાસ્થ્ય સારું રહે છે અને વ્યવસાયમાં પણ પ્રગતિ થાય છે.
ભગવાન શિવને મહાદેવ શું કામ કહેવામાં આવ્યા
વેદ પુરાણ અને સમસ્ત ધાર્મિક ગ્રંથોમાં ભગવાન શિવને મહાદેવ એટલા માટે કહેવામાં આવ્યા કે ભગવાન શિવ સમસ્ત દેવતાઓ, દૈત્યો, મનુષ્ય, નાગ, ગંધર્વ, પશુ-પક્ષી તેમજ સમસ્ત વનસ્પતિ તથા સમસ્ત જીવમાત્રના દેવ છે. એમની પૂજા આરાધના માત્રથી મંત્ર જાપથી સંપૂર્ણ સૃષ્ટિમાં અનુશાસન, શક્તિ, પ્રેમનો સંચાર થવા લાગે છે.
મહાશિવરાત્રિ વ્રતનું મહત્ત્વ
નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે.
શિવપુરાણની કોટિ રુદ્રસંહિતામાં બતાવાયું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ એ બંને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ તથા પાર્વતીના પ્રશ્ર્ન પર ભગવાન સદાશિવે બતાવ્યું કે શિવરાત્રિનું વ્રત કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. મોક્ષાર્થીને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ. આ ચાર વ્રત આ પ્રમાણે છે : (૧) ભગવાન શિવની પૂજા, (ર) રુદ્રમંત્રોનો જાપ, (૩) શિવમંદિરમાં ઉપવાસ તથા (૪) કાશીમાં દેહત્યાગ. શિવપુરાણમાં મોક્ષના ચાર સનાતન માર્ગ બતાવાયા છે. આ ચારેયમાં પણ શિવરાત્રિ વ્રતનું મહત્ત્વ સવિશેષ છે.
રાત્રિ જ શા માટે ?
અન્ય દેવતાઓનું પૂજન, વ્રત વગેરે દિવસે જ હોય છે જ્યારે ભગવાન શંકરને રાત્રિ જ શાને પ્રિય થઈ અને તે પણ મહા વદ પક્ષની ચૌદશ જ શાને ? આ બાબતે વિદ્વાનો કહે છે કે ભગવાન શંકર સંહારશક્તિ અને તમોગુણના અધિષ્ઠાતા છે તેથી તમોમયી રાત્રિ સાથે તેમનો સ્નેહ (પ્રેમ) હોવો એ એક સ્વાભાવિક બાબત છે. રાત્રિ એ સંહારકાળની પ્રતિનિધિ છે, તેનું આગમન થતાં જ સર્વપ્રથમ પ્રકાશનો સંહાર, જીવોનાં દૈનિક કર્મોનો સંહાર અને અંતે નિદ્રા દ્વારા રાત્રિની ગોદમાં અચેતન થઈ છુપાઈ જાય છે. આવી દશામાં પ્રાકૃતિક દૃષ્ટિએ શિવનું રાત્રિપ્રિય હોવું એ એક સાહજિક બાબત છે. આ કારણે ભગવાન શંકરની આરાધના કેવળ રાત્રિમાં જ નહીં પરંતુ પ્રદોષ (રાત્રિના પ્રારંભનો સમય)ના સમયમાં જ કરવામાં આવે છે.
દિવસ દરમિયાન જગદાત્મા સૂર્યની સ્થિતિથી આત્મતત્ત્વની જાગરુકતાના કારણે આ તામસી શક્તિઓ પોતાનો વિશેષ પ્રભાવ પાડી શકતી નથી, પરંતુ ચંદ્રવિહીન અંધકારથી રાત્રિના આગમનથી જ તે પોતાનો પ્રભાવ દેખાડવા લાગે છે એટલા માટે પાણી આવતાં પહેલાં પાળ બાંધવામાં આવે છે. એ રીતે જ આ ચંદ્રક્ષય (અમાસ) તિથિ આવવાથી તરત જ તેના પહેલાં જ આ સંપૂર્ણ તામસી વૃત્તિઓના ઉપશમનાર્થે આ વૃત્તિઓના એકમાત્ર અધિષ્ઠાતા ભગવાન આશુતોષની આરાધના કરવાનું એક વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે માટે જ વદ ચૌદશની તિથિની રાત્રિએ શિવ આરાધનાનું એક રહસ્ય છુપાયેલું રહેલું છે.
ભગવાન શિવનો કલ્યાણભાવ અને રુદ્ર સ્વભાવ
મહાશિવરાત્રીનું રહસ્ય જોઈએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠતા અંગેનું વાક્યુદ્ધ થતાં તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલીંગ તરીકે ત્યાં સ્થાપિત થયા, જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહોતો. ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા, પરંતુ લીંગનો તાગ મળ્યો નહીં. આમ છતાં તેઓએ કહ્યું નહીં કે તેમને લીંગનો તાગ મળી ગયો છે.
આથી અગ્નિસ્તંભ (લીંગ)માંથી ભગવાન શંકર પ્રગટ થયા અને બ્રહ્માનું પાંચમું મુખ કાપી નાંખ્યું. આથી ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું.
ભગવાન શિવ જેટલા કલ્યાણકારી છે એટલા જ રુદ્ર સ્વભાવના પણ છે. તેઓ દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્ત્વિકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરુ, ત્રિશૂલધારક છે. ભૂતનાથ, ભૈરવાદિ રુદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભક્તોના ઉપકારક છે.
ભગવાન શંકરને અતિમાની કે અભિમાની મંજૂર નથી. તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઇચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી ન કરી હતી.
‘વૈરાગ્ય શતક’ના રચયિતા ભર્તૃહરિની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું. રાજા ભર્તૃહરિ સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યા, સંત બન્યા, એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા.
ભક્તને ભક્તિનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ, પૂજા, ઉપાસના સ્વીકાર્ય બનતાં નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમનિયમ છે.
શિવ અને શક્તિ
શિવ અને શક્તિ એ વિશ્ર્વનાં એવા સનાતન યુગલ છે કે જે સદીઓથી દેશની આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલાં છે. શિવ એ જ્ઞાનસ્વરૂપ છે, તો શક્તિ એ ક્રિયાસ્વરૂપ છે. એકમાં જો એ મૂળ તત્ત્વ છે, તો બીજામાં એનો જીવનમાં વિસ્તાર છે. એક બીજ છે, તો બીજું, ધારણ કરનાર ધારક છે.
અવતારો અને દેવો પણ શિવપૂજન કરતા
સદાશિવજી મહાદેવ છે. ભારતની ભવ્ય સંસ્કૃતિમાં શિવજીનો મહિમા અનેરો છે. વૈદિક યુગથી તેનો પ્રારંભ દેખાય છે. શિવરાત્રિનું પૂજન ધર્મને વધારનારું છે. ખદ્રવાંગ રાજા દરરોજ વિધિપૂર્વક શિવજીની પૂજા કરતા હતા તેથી દેવોને સહાયક થયા હતા. તેમના પુત્ર દિલીપરાજા દરરોજ શિવપૂજન કરતા. તેમના પુત્ર રઘુરાજા પણ શિવભક્ત હતા.
તેમના પુત્ર અજરાજા ધર્મયુદ્ધ કરનારા હતા અને તેમના પુત્ર મહારાજા દશરથ તો વિશેષ કરીને શિવભકત જન્મ્યા હતા. ગુરૂશ્રી વશિષ્ટ મુનિની આ જ્ઞાનાથી પુત્ર માટે શિવરાત્રી અને શિવપૂજન કરતા તેમના આ જ કારણથી રાજા દશરથની રાણીઓ કૌશલ્યા, કૈકૈયી અને સુમિત્રા પણ શિવરાત્રી અને શિવપૂજન કરતાં.
શ્રી રામ કાયમ (દરરોજ) શિવપૂજન કરતા અને ભસ્મ તથા રૂદ્રાક્ષ ધારણ કરતા. ભગવાન શ્રી કૃષ્ણ બદરી પર્વત ઉપર સાત (૭) મહિના સુધી કાયમ શિવપૂજન કરતા તેથી શિવજી એ પ્રસન્ન થઈને આખા જગતને વશ કર્યું હતું. સૂર્ય, ચંદ્ર બંને દેવો કાયમ શિવપૂજનમાં તત્પર બની પૃથ્વી પરના વંશના પ્રવર્તક બન્યા છે.
ધ્રુવ, ઋષભ, ભરત અને નવ યોગેશ્વરો પણ શિવપૂજન કરતા મોટા. મહર્ષિઓ તો શિવનો અને શિવરાત્રિનો મહિમા જાણે છે અને અર્જુને તપ કરીને ભગવાન શંકર પાસેથી પાશુપત નામનું અષા ધનુષ્ય મેળવેલા છે એટલે ખાસ કરીને વ્રત આચરણ કરે છે. ઉપમન્યુ તો મહાન શિવભક્ત છે. સુખદેવ અને મુનિઓ સૌ શિવપૂજન કરે છે. એક ભીલનો ઇતિહાસ છે. જંગલમાં જઈ મૃગલાઓનો શિકાર કરતો. તેનાથી અજાણતાં શિવરાત્રીનું વ્રત થયુ અને ભગવાન શંકર તેને શિવલોકમાં વિમાનમાં લઈ ગયા હતા.
શિવ મહાપુરાણ : જગતને દિશા બતાવે છે
શ્રી શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે. ભગવાન શિવનાં દર્શનની કથા છે. જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્ર્વત શાંતિનો અનુભવ કરાવનાર છે. આ કથા ગાવી, કહેવી, સમજવી કે સમજાવવી અઘરી છે. આમ છતાં કોઈ સાચા સંત કે નિ:સ્પૃહી શિવભક્ત વક્તા દ્વારા સમજવામાં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે. શિવકથા સાંભળતા પહેલાં બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગાં રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલાં તથ્યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્યવસ્થાને જોડવાનો રામબાણ ઇલાજ ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે. જે કુટુંબમાં નાના મોટા સૌ કોઈ પુજાયા છે. તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમનાં વાહનો પણ પુજાયાં છે.
ભગવાન શંકરના અનેક મંદિરો અને ૧૨ જ્યોર્તિંલિંગો સમગ્ર દેશમાં છે. એમાં સૌપ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ-ગુજરાતમાં આવેલું છે.
દેવી પાર્વતી પણ અનેક સ્થાનો પર પૂજાય છે. ઝારખંડમાં આવેલ વૈદ્યનાથ મંદિર શીવ અને શક્તિનાં પ્રતિક રૂપે છે. એ જ રીતે મહારાષ્ટ્રનાં સિંહગઢ જિલ્લામાં વિશાળ પાર્વતી મંદિર આવેલું છે. જ્યાં માતા પાર્વતીની ૨૬૧ ફૂટની ઊંચી પ્રતિમા છે.
ગણેશ મંદિર તો શહેરે શહેરે છે. દુંદાળા દેવ ગણપતિ વિના તો કોઈ કાર્યનો પ્રારંભ થાય જ નહીં. મુંબઈમાં વિશાળ સિદ્ધિ વિનાયક મંદિર સોળે કળાએ ખીલે છે. ગુજરાતનાં ધોળકામાં આવેલા ગણપતિ મંદિરનો મહિમા અનેરો છે.
એ જ રીતે ગણેશ ભગવાનનાં ભાઈ કાર્તિકેય પણ પૂજાય છે. મંદિરોની નગરી સિદ્ધિપુરમાં ભગવાન કાર્તિકેયનું ભારતનું એક માત્ર મંદિર પ્રખર તેજે તપી રહ્યું છે.
બધાના સ્વભાવ જુદા જુદા હોવા છતાં ભેગા થઇ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે.
મહાશિવરાત્રિનો સંદેશ અને આપણો સંકલ્પ
શિવ ઉપાસના કરવા શિવ જેવા બનવું જોઈએ. શિવ જ્ઞાનના દેવ છે. ત્યાગના દેવ છે. સમર્પણના દેવ છે. તેમના મસ્તક પર ચંદ્ર વિરાજે છે. જ્ઞાનના આ સ્તોત્રમાંથી સતત જ્ઞાનગંગા વહેતી રહે છે. શિવજીની ઉપાસના કરનારો પણ જ્ઞાનપિપાસુ હોવો જોઈએ. શિવજીની જટાઓમાંથી જેમ ગંગા વહે છે તેમ જ્ઞાનપિપાસુ માણસને પણ ગમે તેવી વિટંબણાઓ જીવનના જટિલ કોયડાઓમાંથી આરપાર જવાની હિંમત રાખવી જોઈએ. શિવજી હિમાચ્છાદિત ધવલ ગિરિશૃંગ પર બિરાજે છે. એ બતાવે છે કે જ્ઞાનની બેઠક, જ્ઞાનનું વિશુદ્ધ હોવું જોઈએ, જે સૂચવે છે કે ચારિત્ર્યની શુદ્ધતા વગર જ્ઞાનપ્રાપ્તિ શક્ય નથી અને જ્ઞાનપ્રાપ્તિ નહીં તો શિવ મળે નહીં.
શિવ, કૈલાસના ઉત્તુંગ શિખરે બેઠેલા જગતના વિનાશના દેવતા આપણને સમજાવે છે કે શિવત્વ એટલે કલ્યાણને પામવા માટે જીવનની ચોક્કસ ઊંચાઈએ પહોંચવું જરૂરી છે. કલ્યાણનો માર્ગ અઘરો છે. વિટંબણાઓથી ભરેલો છે. આત્મ ઉન્નતિના માર્ગે જતા જીવને અનેક કપરાં ચઢાણો ચઢવાં પડે છે. કઠિનતમ માર્ગો પર સફર કરવી પડે છે.
શિવમંદિરમાં પ્રવેશતા પહેલાં નંદી અને કાચબાને પ્રણામ કરવાનાં હોય છે. નંદી શિવને વહન કરે છે તે આપણે જાણીએ છીએ તે રીતે આપણે પણ સાચા જ્ઞાનના વાહક બનીએ. કાચબો એ ઇન્દ્રિયનિગ્રહનું અને સંયમનું પ્રતીક છે. શિવને પામવા જીવન સંયમી હોવું જોઈએ, ગીતામાં પ્રભુ સ્થિતપ્રજ્ઞ માટે કાચબની ઉપમા આપે છે. ઇન્દ્રિયોની જાળમાંથી બહાર નીકળીએ તો જ શિવત્વ. શુભ તત્ત્વ, સાચા જ્ઞાનને પામી શકીએ એ વાત કાચબો સમજાવે છે. એ ધીમી પણ સતત સાધના શિવ સુધી લઈ જાય છે એ કાચબો બતાવે છે. શિવલિંગ પર સતત જળ ટપકાવતી જળધારી સૂચવે છે કે તેમના પર આપણે પ્રેમ જપ અને નામસાધના આમ સતત ચાલતાં રહેવાં જોઈએ.
શિવજી ભોળા શંકર કહેવાય છે. તે જેના પર પ્રસન્ન થાય તેને ભવસાગર પાર ઉતારે છે. સાચું જ્ઞાન તેના ધારકને સંસારના મોહ લોભથી દૂર લઈ જઈ સાચો રસ્તો, શિવત્વનો, આત્મકલ્યાણનો એને જીવનની ઊંચાઈએ પહોંચવાનો રસ્તો બતાવે છે. મહાશિવરાત્રિએ સાધનાનું પર્વ છે. આ પર્વ નિમિત્તે શિવ અને જીવની સાધના કરી જીવનમૂલ્યોનું રક્ષણ કરીએ એ જ સાચી ઊજવણી....ૐ શિવોહમ્....ૐ શિવોહમ્.....!!!