Sunday, April 21, 2019

સાળંગપુરનો પ્રાચિન ઇતિહાસ

શ્રી કષ્ટભંજન દેવ
સાળંગપુરનો પ્રાચિન ઇતિહાસ
શ્રી હનુમાનજી એટલે કષ્ટભંજન.. દરેક કષ્ટભરી પરિસ્થિતિમાં શ્રી હનુમાનજીનું સ્મરણ માત્ર તમને વિકટભરી પરિસ્થતિમાંથી ઉગારી લે છે. હનુમાન જયંતિ પર વિશેષ પાઠ અને દર્શનનો અમુલ્ય લ્હાવો લેવા ભક્તજનો શ્રી હનુમાનના વિવિધ મંદિરે જાય છે. આવા જ એક વિખ્યાત અને કષ્ટનિવારક મંદિર વિશે જાણીએ.

આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા માટે તેમજ જેમને ભુત –પ્રેત કે અનિષ્ટ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું સત્કારી તેમજ ચમત્કારી મનાય છે. બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલ આ મંદિર માટે એમ કહેવાય છે કે ભુત -પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર જો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમને આવી પીડામાથી મુક્તિ મળે છે. આ ઉપરાંત માનસિક રીતે વિકલાંગ લોકો અને મંદબુદ્ધિના લોકો પણ આ મંદિરમાં હનુમાનજીના દર્શનનો અવશ્ય લાભ લે છે.'સાળંગપુરનો પ્રાચિન ઇતિહાસ

ખાસ કરીને કાળી ચૌદસના દિવસે આ મંદિરમાં હનુમાનજીના આશીર્વાદ લેવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. ભુત –પ્રેતાત્માથી ઉગારતા આ મંદિર માટે એવી વાયકા છે કે ભુત -પ્રેતાત્માથી પીડિત લોકો આ મંદિરમાં આવવાથી મંદિરનું પરિસર ધ્રુજવા લાગે છે અને હનુમાનની મુર્તિના દર્શન માત્રથી ભાગી જાય છે.વળી, મંદિરમાં ચાલતો ધુમાડો શ્વાસમાં જતાં અને મંદિરમાં ચાલતા મંત્રોના ઉચ્ચારણથી ભુત-પ્રેત કાયમ માટે નાસી જાય છે. સાળંગપુર મંદિર આશરે 150 વર્ષ કરતાં પણ જૂનું છે અને તેની સ્થાપના પણ જાણે શ્રધ્ધાળુઓનું કષ્ટ હરવા માટે થઇ છે.

આવો જાણીએ આ મંદિરની મુર્તિ પાછળનો રસપ્રદ ઇતિહાસ

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી સ્વામી સહજાનંદ ઘણુંખરું ગઢડામાં રહેતા હતા તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુકત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ વખતે વચ્ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા. સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા કરતા, તેમની ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચર પણ તેમની ભકિત કરતા રહ્યા. એવી લોકવાયકા છે કે આજથી 150 વર્ષ પહેલાં સાળંગપુરમાં ભારે દુકાળ પડ્યો હતો. પ્રાણી હોય કે મનુષ્ય – પાણી વિના દરેકની હાલત દયનીય બની. આ દુકાળ સાળંગપુર આખાને ભરખી લેશે તેમ જણાતું.

આ સમયે વાધા ખાચરે શ્રી ગોપાલાનંદે સ્વામીને વિનંતી કરતાં કહયુ કે સ્વામી અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. એક ત્રણ વરસથી વરસાદ નથી થયો અને બીજુ આ બોટાદ અને કરિયાણીના દરબારો સમૃધ્ધ હોવાથી તેઓ સંતોને રોકિ રાખે છે જેથી અમોને સતસંગનો લાભ નથી મળતો. આ સાંભળી ગોપાળાનંદ ગંભીર બની ગયા અને તેમણે કહ્યુ કે ભીડ ભાંગે એવા હનુમાનજી ની પ્રતીષ્ઠા કરી આપુ. સ્વામી ગોપાલાનંદે વાધા ખાચરને સાળંગપુરાથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી વાધા ખાચરને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને સ્વામીજી કડિયાને કહ્યુ કે આમા એવી મૂર્તિ કંડાર કે વિશ્વમાં તેની નામના થાય.

ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા અને વિક્રમ સવંત ૧૯૦૫(ઇ.સ.૧૮૫૦) ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો-વિદ્રાનો, બ્રાહ્મણો અને હરિભકતોને આંમત્રિત કયૉ. ભવ્ય મોહત્સવમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. આરતી સમયે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મુર્તિ સામે ત્રાટક વિધિ કરતાં ઊભા છે. પોતે સંકલ્પ કરે છે કે આ મુર્તિમાં હનુમાનજી મહારાજ આવિભૉવ થાઓ.

ત્યારે આરતીના પાંચમા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી. ગોપાળ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યોનાં દુઃખ દુર કરજો, પીડિતોને સવૅ પ્રકાર મુકત કરી એ સવૅના ઉધ્ધાર કરજો.મુર્તિ તો હજુ સુધી ધ્રુજતી હતી. તેથી ભકતોએ સ્વામીને પ્રાથૅના કરી કે સ્વામી બાજુમાં ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રીમદનમોહનજી મહારાજનું માહાત્મય ધટી જશે માટે માટે મુર્તી ને ધ્રુજતી બંધ કરો. ત્યારથી આ મુર્તિ ભક્તોના કષ્ટ નિવારવા લાગી ને સાળંગપુરના હનુમાનનું નામ કષ્ટભંજન પડી ગયું.

સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં ) શરૂ થયું. વધુ ને વધુ શ્રધ્ધાળુઓ આ મંદિરનો લાભ લઇ શકે એ માટે ઇ.સ1956માં શરૂ થયેલ વ્યવસ્થિત બાંધકામ આજે 2011 સુધીમાં આ મંદિરને વિશાળ મંદિરમાં ફેરવવામાં આવ્યું છે. તો ચાલો જાણીયે આ મંદિરની વિષેસતા વિષે.

આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યું છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ રૂમના બારણા ચાંદીના છે. મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં આચાર્ય કે કોઠારીને પ્રવેશ નથી. મંદિરની આસપાસ ખુલ્લી જગ્યા છે. સવારની મંગળા આરતીથી દર્શન શરૂ થાય છે જે બપોરના બાર વાગ્યા સુધી ખુલ્લા રહે છે. ત્યારબાદ બપોરે 4 વાગે આ મંદિર ખૂલે છે અને સાંજે સંધ્યા આરતી બાદ મંદિર બંધ થાય છે.

બધી જ જાતિના અને ધર્મના લોકો અહીં દર્શન કરવા આવે છે. દેશના જુદા જુદા વિભાગોમાંથી અને રાજયોમાંથી આવેલા ભક્તોની મનની મુરાદ અહીં પૂરી થાય છે. એવું કહેવાય છે કે દુષ્ટાત્માઓ કે પ્રેતાત્માઓથી પીડાતા ભક્તોનો પણ અહીં આવી દર્શન કરવાથી છુટકારો થાય છે. પ્રેતાત્માવાળી વ્યકિત મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ મંદિર ધ્રૂજવા લાગે છે. ભગવાનની મૂર્તિ સામે આવતાં જ અને ધૂપનો ધુમાડો તેના શ્વાસમાં જતાં તેમજ હનુમાનજીના મંત્રો ભણતાં જ પ્રેતાત્મા નાસી જાય છે.

મંદિરની પાસે જ ધર્મશાળા આવેલી છે, જેમાં 50 રૂમો છે. ત્યાં રહેનાર ભક્તોને મફત જમાડવામાં આવે છે. ભક્તોને જે ઈચ્છા હોય તે ભગવાનને આપે. મંદિરના સ્થાનક પાસે જ ગૌશાળાછે. મંદિરની વ્યવસ્થા- કમિટી પાસે 600 એકર જમીન ઈનામમાં મેળલી છે. જેમાં 200 એકરમાં મંદિર તરફથી વાવણી કરી અનાજ ઉગાડવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્થાનનું મંદિર છે. તેમાં સ્વામી સહજાનંદ,સ્વામી યજ્ઞ પુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્વામી સહજાનંદ સ્વામીનાં પગલાં છે અને અન્ય મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે. આમ સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્વ છે.

Friday, April 19, 2019

બંકિમભાઈ મોતીવાલા લિખીત રચના - વાંચીને મૂછમાં મલકાઈ જશો ....

બંકિમભાઈ મોતીવાલા લિખીત રચના -

વાંચીને મૂછમાં મલકાઈ જશો ....!

 
🌹તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે....
હૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છે.
 
જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી
ધંધા માં કસ નથી જવું છે સ્વર્ગ માં, પણ જવા માટે કોઈ બસ નથી
 
દિલ ના દર્દ ને પીનારો શું જાણે, પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે
છે કેટલી તકલીફ કબરમા, તે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણે
 
નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
‘ સેલ-ફોન ’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,…....
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,,......
‘ ઇમેલ ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે
આજે, સ્પેસ ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?...
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

' લેક્સસ ' ને ‘ મરસીડીઝ ’ માં આમતેમ ફરો છો તમે ,.....
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી ,.....
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,...
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી હવે ?....
‘ઇલેક્ટ્રિક ’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા 🌹

Sunday, April 14, 2019

રામ રાજ્ય

જોશો, કેમ આવે, કોણ લાવે રામ રાજ્ય..
સૌ બની બેઠા છે રાવણ, કેમ આવે રામ રાજ્ય...

લે બગલમાં રાખ છૂરો, નામ લેવું રામ મુખમાં..
જાય ઓળંગી બઘું, પાછો  ચલાવે રામ રાજ્ય...

રામ નામે જાપ કરતો, પારકું આગવું ગણાવે..
માણસો જો સાવ કેવા, જે ભણાવે રામ રાજ્ય...

છે ભરોસો, રામ રાખે એ ભલાને કોણ ચાખે..
રામના કાર્યો કરે છે, એ બનાવે રામ રાજ્ય...

રામ છું રમતો, કહે સૌ મસ્ત રામ મને ભલેને..
મોજમાં રહે છે એ, ને સૌને હસાવે, રામ રાજ્ય...

નામ લઇને રામનું આરંભ કરવા જાય માનવ..
રામ નામે પત્થરો ને જે તરાવે, રામ રાજ્ય...

રામ બોલો ભાઇ રામ કહી "જગત" મોકલાવે..
કર્મનું બંધન છતાં મોક્ષે સિધાવે, રામ રાજ્ય...

Tuesday, April 9, 2019

મારે પણ એકવાર રીટર્ન ફાઈલ કરવું છે!

કશું સંતાડવું નથી,
જેટલો હોય એટલો બધો ટેક્સ ભરવો છે.
દોસ્ત, ગયા વર્ષની મારી ઈન્કમમાં
મારે તને જાહેર કરવો છે.

તારી કંપની લક્ઝરી છે.
એના પર લક્ઝરી ટેક્સ ચોક્કસ લાગશે.
તું મારો દોસ્ત છે એની સાબિતી રુપે,
આ લોકો કેટલા ડોક્યુમેન્ટ્સ માંગશે?

ખિસ્સાઓ સાવ ખાલી હોય અને.
છતાં કોઈની જાહોજલાલી હોય
આવો ભાગ્યે જ કોઈ અપવાદ મળશે.
તારી ભાઈબંધી બહુ મોંઘી છે યાર.
એના પર લોન લઈ લઉં તો
એનું વ્યાજ મને ટેક્સમાંથી બાદ મળશે?

તારી હાજરી બહુ Obvious છે યાર.
તારા કારણે કેટલાયની નજરોમાં આવું છું.
એક તારા નામને કારણે,
હું ૩૦ %ના સ્લેબમાં આવું છું.

તેં આપેલી મોંઘીદાટ ક્ષણો
હવે ચોપડે ચડાવવી છે,
જિંદગી પાસેથી
તારા નામની એક રસીદ ફડાવવી છે.

તારા માટેનો સમય
જો હું બીજા કોઈને ન આપું,
તો એને કરચોરી કહેવાય?
મારું ચાલે તો તને ગજવામાં સંતાડી દઉં.
પણ તું જ કહે,
સરકારને થોડું સોરી કહેવાય?

તારી હાજરીના માનમાં,
જીવતરના દુઃખ સામે જોઈને
થોડું સ્માઈલ કરવું છે.
દોસ્ત, મિલકતના નામે જો તું હોય ને
તો મારે પણ એકવાર
રીટર્ન ફાઈલ કરવું છે.

ખુદને એપ્રિલ ફુલ બનાવું છું રોજે રોજ,

ખુદને એપ્રિલ ફુલ બનાવું છું રોજે રોજ,
જુઠી વાતે મન બહેલાવું છું રોજે રોજ!

ચહેરા પર મહોરા સજાવું છું રોજે રોજ,
સ્મિત પાછળ આંસુ છુપાવું છું રોજે રોજ!

નિત નવા સપના સજાવું છું રોજે રોજ,
પછી અમથું મન મનાવું છું રોજે રોજ!

સુખની પાછળ જાત દોડાવું છું રોજે રોજ,
અને દુખો ગૂંજે ભરીને લાવું છું રોજે રોજ!

સુજે શબ્દો તો કવિતા સજાવું છું રોજે રોજ,
મળવાને હું શાયરી થઇ આવું છું રોજે રોજ!

જીવું છું માની શ્વાસ લંબાવું છું રોજે રોજ,
પીડાઓની પણ મૌજ મનાવું છું રોજે રોજ!

જીવું છું એવુ મનને સમજાવું છું રોજે રોજ,
ખુદ ખુદને એપ્રિલ ફુલ બનાવું છું રોજે રોજ!

પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું.. કેવી રીતે ?

1. મારે અત્યારે નવાં કપડાંની શી જરૂર છે, એવું ખોટું કહીને સંતાનો માટે નવાં કપડાં ખરીદતા રહીને…

2. પોતાને કેટલું દુઃખ થશે એ છુપાવી રાખીને સાસરે જતી દીકરીને સુખી થવાના આશીર્વાદ આપતી વખતે…

3. પોતાને બસ કે ટ્રેનમાં મિત્રો સાથે ઓફિસે જવાની બહુ મજા પડે છે, એવું કહીને દીકરાને કોલેજ જવા માટે હપ્તેથી બાઇક અપાવતી વખતે…

4. પોતાને ફિલ્મો કે નાટકો જોવાનો શોખ જ નથી એવું કહીને સંતાનોને પોકેટમની આપતા રહીને…

5. પોતાની બગડેલી તબિયત વિશે મૌન રહીને ફેમિલી માટે ઓવર ટાઈમ કરતા રહીને…

6. હોટલમાં જઈએ ત્યારે મને તો કોઈ પણ વાનગી ભાવશે એમ કહીને સંતાનના હાથમાં મેન્યુ આપીને વાનગી પસંદ કરવાનું કહીને…

7. પોતાને થાક લાગ્યો હોય કે ઊંઘ આવતી હોય એ છુપાવીને સાસરેથી આવેલી દીકરી સાથે મોડે સુધી વાતો કરીને કે પત્તાં રમતા રહીને…

8. દીકરો-વહુ અલગ રહેવા જવાની વાત કરે ત્યારે પોતાની પીડા અને વ્યથા દબાવી રાખીને એમને સંમતિ આપતી વખતે…

9. પોતાના તૂટેલા ચશ્મા હજી ખાસ્સો સમય ચાલે એવા છે, એમ કહીને સંતાનને ગોગલ્સ અપાવતી વખતે…

10. આર્થિક પરિસ્થિતિ છુપાવી રાખીને સંતાનનાં ધામધૂમથી લગ્ન કરતી વખતે…

11. દરવાજા પાછળ છુપાઈને પપ્પાને ‘હાઉ’ કહીને ડરાવતા સંતાનથી ખોટેખોટું ડરતા રહીને…

12. પોતાનો બર્થ ડે ઉજવવાની હંમેશાં ના પડે અને ફેમિલીમાં સૌનો બર્થ ડે ઉજવવા તૈયાર રહીને…

– પપ્પા, હવે અમારેય તમને, તમારી સ્ટાઈલથી એપ્રિલફુલ બનાવવા છે, થોડા ચાન્સ અમનેય આપોને !

આપણી ભાષામાં વપરાતા ગ્રામિણ રહેણી કરણીના ખાસ શબ્દો જેમાંના કેટલાંક નવી પેઢીને જાણમાં પણ નહીં હોય...જેવા કે...

આપણી ભાષામાં વપરાતા ગ્રામિણ રહેણી કરણીના ખાસ શબ્દો જેમાંના કેટલાંક નવી પેઢીને જાણમાં પણ નહીં હોય...જેવા કે...
● દોરી - કપડાં સૂકવવા કે કઈ બાંધવા માટે
● જાળી - ભમરડો ફેરવવા માટે
● રાશ - બળદને કન્ટ્રોલ કરવાની લગામ
● વરત - પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું
● વરતડી - પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું
● નાથ - બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી
● રાંઢવુ - જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી
● નાડી - ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી
● નોંજણું - ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.
● ડામણ - દામણ: ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે.
● જોતર - બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન
● નેતર - છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી
● આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે દા. ત.
● શીંદરી- નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી.
● સૂતળી - શણમાં થી બનાવેલી દોરી
● વાણ- જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી
● કાથી - નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી
...તે જ રીતે કપડાના જુદા જુદા આકારના જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના જુદા જુદા નામ છે. જેમ કે,
● ચાકળો- સુતરાઉ કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.
● પછેડી- માથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો.
● ચોફાળ - પછેડી કરતા મોટા કાપડનો ટુકડો જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.
● બુંગણ - ચોફાળ કરતા પણ મોટો જાડા કાપડનો ભાગ જે જુદા જુદા ખેતીના કામ માટે વપરાય છે.
● ફાળિયું- માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો
● પનિયું- માથે બાંધવાનું કાપડ
● ગુમછો- આછું,પાતળુ લાલ કાપડ
● ઓછાડ- ગાદલાને કવર કરવા વપરાતું કાપડ.
● કામળી- ઉનનું વસ્ત્ર જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે.
● મસોતું- રસોડામાં વપરાતું હાથ લુંછવા માટે તથા વાસણ લુસવા માટે વપરાતો કાપડનો ટુકડો.
● પંચિયું- શરીર લુચવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો.
● અબોટિયું - પૂજા અથવા અન્ય ર્ધાિમક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.
● લુગડું - સાડીને લુગડું પણ કહે છે.

ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો:-

● પરોણો - બળદને હાંકવા માટેની લાકડી
● કળીયુ - ખેતી માટેનું સાધન
● બેલી- બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.
● ફાળ - હળનો નીચેનો ભાગ
● કોશ - ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો સળિયો
● કોસ (ઉ. કોહ) - કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન
● સુંઢ - કોસનો ચામડાનો ભાગ
● ગરેડી - કોસને ઉપર ખેંચવા માટે વપરાતુ ચક્ર
● પાડો - બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે તે મજબુત મોટું લાકડું
● તરેલું - કોસમાં બળદને જોડવાનું સાધન
● ધોંસરુ - ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન
● પાટ - ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું
● ઈસ - ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા
● ઉપલું - ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા
● પાંગથ - ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું
● તગારું - સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન
● ઘમેલું - કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન
● બકડીયું - તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન
● સૂયો - કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય
● રાંપ - ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન
● રંધો - સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન
● નેવા - છાપરામાંથી પાણી પડવાના ભાગ
● મોભ - છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો જેના તરફથી બંને બાજુ ઢાળ હોય
● વળી - મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.
● સાલ - ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે આવા લાકડાને સાલ કહે છે.
● વિંધ - સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.
● પાયો - ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે
● ઢોલિયો - મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.
● નીક - ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.
● ધોરિયો - મોટી નીક ને ધોરિયો કહે છે.
● છીંડું - વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.
● ખળું - અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા
● કેડો - રસ્તો
● કેડી - પગ રસ્તો
● વંડી - દિવાલ
● કમાડ - મોટું બારણું
● ડેલો - મોટા કમાડવાળું બારણું.
તુફાન શું છે એનો અનુભવ કરી તો જો,
કાંઠે ઊભો છે શું? અરે સાગર તરી તો જો.

પ્રત્યેક પળ મરણ ની તરફ લઈને જાય છે,
તારા જીવનની સામે અરીસો ધરી તો જો.

જીવન સફળ જીવનનું રૂડું સ્મારક થઈ જશે,
દિલ પર ખુદાનું નામ જરા કોતરી તો જો.

એની કૃપાઓ જોઈનેજ સ્તબ્ધ થઈ જઈશ,
વરસાદના ટીપાંની ગણતરી કરીતો જો.

ફૂલો તો બાગમાંથી બધા લઈને જાય છે,
ક્યારેક કંટકોથી એ પાલવ ભરી તો જો.

ખાબોચિયામાં ક્યાં સુધી ગુંગળાઈને રહીશ,
કેવું વિશાળ વિશ્વ છે તું વિસ્તરી તો જો.

ઘડતર જીવનનું થાય છે સંકટ સહ્યા પછી,
સંકટ જિંદગીમાં કદી નોતરી તો જો...

બાળપણ નુ મારૂ ફળિયુ ખોવાયુ

બાળપણ નુ મારૂ ફળિયુ ખોવાયુ
                 અને
રમતો હુ એ મારુ આંગણુ ખોવાયુ

નથી છીપાતી તરસ ફ્રીજ ના પાણીથી
                   કેમકે
રસોડામાં રમતું એ પાણીયારુ ખોવાયુ

નથીરે આવતુ લુંછવા આંસુ આજ કોઈ
                     અને
મારી "મા" લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
                   જયારે
કિલોમીટર દોડાવતુ એ મારુ પૈડુ ખોવાયુ

બત્રીસ ભાતના ભોજન કયા ભાવે છે હવે
                     ત્યારે
ગોળ ઘીનુ મારી મા-બેની નુ એ ચુરમુ ખોવાયુ

મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે
                   કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ

નથી ભૂંસી શકતો હવે લખેલુ આ કાગળ નુ
                      અને
ત્યાં તો દફ્તર ની એ મારી પેનને પાટીયું ખોવાયુ

હજારો દોસ્તો છે  ફેસબુક અને વોટસએપ મા                 
                      પણ

લંગોટીયા યાર સાથેનુ મારું આખે આખું ગામ ખોવાયુ.....

"એઠું"


----------------
"મમ્મા... પ્લીઝ,
દાદા ભેગું જમવા દે ને...
ઉહુ. ઉહુ.. "
"મારો મુન્નો સમજુ છેને..!
દાદા ભેગું ન જમાય...
દાદાનું  એઠું થયું હોય ને..?
દાદાના ગળામાં
ફિલ્ટર થઈને આવેલ ડૂમો
 આંખને બદલે
બોખલા હોઠ વચ્ચેથી
 હાસ્યરૂપે વહી ગયો...!!

" દાદા...!
 તમારી જોડે
સુઈ જાઉ..?
વાર્તા કરશોને..? "
દાદાના હકાર પહેલા જ..
મુન્ના...
દાદાની બીમારી
તારામાં આવી જાય કે નહી...?
 જીદ ન કર નહિતર
પપ્પા વઢશે હો...!
દાદાની ચશ્માં ચડેલી
મોતિયાવાળી આંખોમાં
વધુ ધૂંધળાશ આવી ગઈ...

.....મુન્નાની ફરિયાદ પછી
ડોકટરને બતાવ્યું,
નિદાન...
બન્ને કિડની નબળી... !!!
.....કુટુંબમાંથી કોઈ ડોનેટ કરે તો..

થોડા મહિના પછી
મુન્નો બિલકુલ તંદુરસ્ત હતો,
 દાદાની...
               " એઠી" કિડની મેળવીને....               અજ્ઞાત..... લેખકની નહી ખબર .પણ સરસ લાગી તો શેર કરી

Shu khutu

પ્રશ્ન પલટી ખાય એ ખોટું નથી ?
માલમી  મુંઝાય  એ ખોટું નથી ?

માંડ પકડ્યો છે ફણીધર હાથમાં
પકડ  ઢીલી થાય એ ખોટું નથી ?

આંખમાં   ભૂલી  પડેલી   વાદળી
આભ ભરખી જાય એ ખોટું નથી?

જે સહજ અભ્યાસમાં વિંધ્યું સતત
અટકળે   વિંધાય  એ  ખોટું  નથી?

સ્નેહને  દત્તક  દીધી  છે  આ નજર
ધૂળ  સામી  ધાય  એ  ખોટું  નથી?

વાંસળી   છે   કાય   સુંદર  ઠાવકી
ફૂંક   આડી   થાય એ  ખોટું  નથી?

Tuesday, April 2, 2019

મારુ ભુલાયેલું બાળપણ

મારુ ભુલાયેલું બાળપણ

ત્રણેક દાયકા પહેલાં ઉનાળો એટલે; 
સવારે સાડા આઠે ય માથે વ્હાલથી હાથ ફરતો. 
"ચાલો ચાલો જલ્દી. 
આ કેરી ઓ ઘોળીને મૂકી છે. 
ફટાફટ બ્રશ કરીને ચૂસી લો ને 
પછી ન્હાઈને રમવા જાવ." 
અને નાના ટેણીયાઓ માત્ર 
ચડ્ડી પહેરીને ગોઠવાઈ જતા. 
થાળી અને મન ભરીને 
કેરીઓ ચુસાતી. 
માત્ર જીભ જ નહીં, 
આખું શરીર કેરીમય બની જતું. 
અને એ મેંગો 🥭 સ્પાથી રિલેક્સ થઈ 
પછી મસ્ત ઠંડા પાણીની પાઇપમાંથી 
શરૂ થતી આનંદની છોળો.
મામા-ફોઈના છોકરાઓની ધમાલ 
છેક ચાર ઘેર સંભળાતી. 
જો કે કોઈ ને 
એમાં નવાઈ ના લાગતી.. 
કેમ કે બધા ઘરે 
આવું જ વાતાવરણ હોતું. 
કંઈક કેટલીય રમતો રમી, 
લડી-ઝગડીને અને પાછા 
બુચ્ચા કરીને જમવાના ટાઈમે 
બધા ભેગા થઈ જતાં. 
મમ્મી / મામીને રોટલી બનાવતા 
જોઈ નવાઈ લાગતી.. 
"આ થાકતા નહીં હોય!" 
પણ એ ક્ષણિક જ, 
કેમ કે રસ-રોટલી ખાવામાં 
હરીફાઈ જામતી અને 
પેલી રોટલીનો ઢગલો 
બનતો જ જતો. 
બપોરે મોટાઓની આંખ 
મીંચાઈ નથી કે ઘરની બહાર.. 
અને આખું ફળીયું માથે લેવાતું. 
મોટા ઓટલે સાડીઓ બાંધી 
ઘર બનાવતા ને એમાં રમાતું ઘર-ગત્તા. 
માત્ર ચા-દૂધ પીવા જ ઘરે જવાનું.. 
સાંજે પાછા પેલું પાઇપ સ્નાન કરી 
રમવા, માત્ર જમવા જ ઘરે જવાનું 
અને રાત્રે પાછા રમવા..!! 
વળી ક્યારેક રાત્રે ભાડાની 
સાઇકલ લાવ્યા હોય તો 
એ વસુલ કરવા છેક 
અગિયાર વાગ્યા સુધી 
ચલાવવાની અને સવારે ય 
વહેલા ઉઠીને ચલાવી લેવાની. 
એ બે રૂપિયામાં જાણે 
ઢગલો આનંદ લૂંટી લેતા.. 
ધાબે નંખાયેલી ઠંડી પથારીમાં 
મોંઘીદાટ ડનલોપ મેટ્રસ કરતા ય 
વધારે મઝા આવતી ને 
એક જ ઊંઘમાં સીધી સવાર પડતી.
કોઈ જ કલાસીસ નહીં, 
કોઈ સમરકેમ્પ નહીં..
ના કોઈ વિડિઓ ગેમ કે 
નહીં કોઈ જ પાબંદી. 
ડાન્સ અમેય કરતાં જ.. 
પણ મિત્રો સાથે, જ્યારે 
આપણી ટીમ જીતી જાય 
ત્યારે કોઈ કલાસ વાળા 
ના શીખવાડી શકે એવો ડાન્સ થતો. 
આર્ટ/ક્રાફ્ટ અમેય શીખતાં 
પણ જૂની નોટોના કાગળિયા 
ફાડીને કૈંક કેટલુંય બનાવતા. 
ક્રિકેટ ના કોચિંગ નહોતા.. 
પણ મમ્મીના કપડાં ધોવાય 
ત્યાં સુધી રાહ જોઈ પછી 
એ ધોકો અમારું બેટ બની જતું. 
મેનર્સના કોઈ કલાસ નહોતાં 
પણ વહેંચીને ખાવું, હળી મળી ને રમવું, 
ઘરડાની સેવા કરવી, સામે નહીં બોલવું.. 
આ બધું વગર શિખવ્યે ય 
ઘરના સંસ્કાર થકી વર્તનમાં વણાઈ જતું. 
વખત વખતની વાત છે.. 
પણ દુઃખ થાય છે 
એ બાળપણ ગુમાવ્યાનું 
અને અત્યારનું બાળપણ જોયાનું. 
બાળક હવે બાળક રહ્યું છે જ ક્યાં..!! 
મેચ્યોરિટી શબ્દએ તો દાટ વાળ્યો છે. 
મૂકો યાર, 
આ મેચ્યોરિટીને માળિયે.. 
લૂંટવા દો બચ્ચાઓને 
એમની જિંદગીની ખરી મઝા.. 
ને સાચું કહું;
બને તો બની જાઓ 
તમેય નાના બાળક, 
રમી જુઓ એમની જોડે એકાદ રમત.. 
પછી જુઓ, 
એ જમાનો પાછો આવે છે કે નહીં.!! 

અરે. 
બાપની બાય ઝાલીને આવશે, 
જશે ક્યાં..??

હિંદુ સંસ્કૃતિ વિષે ક્યારેય ન જાણી હોય તેવી માહિતી

(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો 

1. ગર્ભાધાન સંસ્કાર 
2. પુંસવન સંસ્કાર 
3.સીમંતોન્ન્યન સંસ્કાર 
4. જાતકર્મ સંસ્કાર 
5. નામકરણ સંસ્કાર 
6. નિષ્ક્રમણ સંસ્કાર 
7. અન્નપ્રાશન સંસ્કાર 
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર 
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
 11. વેદારંભ સંસ્કાર 
12. કેશાન્ત સંસ્કાર 
13. સમાવર્તન સંસ્કાર 
14. વિવાહ સંસ્કાર 
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર 
16. અગ્નિ સંસ્કાર

 (2) હિન્દુધર્મના ઉત્સવો

1. નૂતન વર્ષારંભ 
2. ભાઈબીજ 
3. લાભપાંચમ 
4. દેવદિવાળી 
5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
 6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ 
7. વસંત પંચમી
 8. શિવરાત્રી 
9. હોળી
10. રામનવમી 
11. અખાત્રીજ 
12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા) 
13. અષાઢી બીજ 
14. ગુરુ પૂર્ણિમા 
15. શ્રાવણી-રક્ષાબંધન 
16. જન્માષ્ટમી 
17. ગણેશ ચતુર્થી 
18. શારદીય નવરાત્રી
 19. વિજ્યા દશમી 
20. શરદપૂર્ણિમા 
21. ધનતેરસ 
22. દીપાવલી. 

(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ

1. દ્વારિકા 
2. જગન્નાથપુરી 
3. બદરીનાથ 
4. રામેશ્વર 

( 4 ) હિમાલ હિમાલય ના ચાર ધામ

1. યમુનોત્રી 
2. ગંગોત્રી 
3. કેદારનાથ 
4. બદરીનાથ 

(5) હિમાલયના પાંચ કેદાર

1. કેદારનાથ 
2. મદમહેશ્વર 
3. તુંગનાથ 
4. રુદ્રનાથ 
5. કલ્પેશ્વર 

ભારતની સાત પવિત્ર પુરી

1. અયોધ્યા 
2. મથુરા 
3. હરિદ્વાર 
4. કાશી 
5. કાંચી 
6.. અવંતિકા 
7. દ્વારિકા

દ્વાદશ જ્યોતિલિંગ

 1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)
 2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત) 
3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ) 
4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર) 
5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) 
6. ભીમાશંકર (મહારાષ્ટ્ર) 
7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) 
8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)
 9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ) 
10. રામેશ્વર (તમિલનાડુ) 
11. કેદારનાથ (ઉત્તરાંચલ) 
12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર) 

અષ્ટવિનાયક ગણપતિ

1. ઢુંઢીરાજ – વારાણસી 
2. મોરેશ્વર-જેજૂરી 
3. સિધ્ધટેક 
4. પહ્માલય 
5. રાજૂર 
6. લેહ્યાદ્રિ 
7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ 
8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર

 શિવની અષ્ટમૂર્તિઓ

1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર 
2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર 
3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ) 
4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી) 
5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી) 
6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)
 7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર 
8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ) 

પ્રસિધ્ધ 24 શિવલિંગ

 1. પશુપતિનાથ (નેપાલ) 
2. સુંદરેશ્વર (મદુરા) 
3. કુંભેશ્વર (કુંભકોણમ) 
4. બૃહદીશ્વર (તાંજોર) 
5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)
 6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર) 
7. અમરનાથ (કાશ્મીર) 
8. વૈદ્યનાથ (કાંગજા) 
9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ) 
10. ભુવનેશ્વર (ઓરિસ્સા) 
11. કંડારિયા શિવ (ખાજુરાહો)
 12. એકલિંગજી (રાજસ્થાન) 
13. ગૌરીશંકર (જબલપુર) 
14. હરીશ્વર (માનસરોવર) 
15. વ્યાસેશ્વર (કાશી) 
16. મધ્યમેશ્વર (કાશી)
 17. હાટકેશ્વર (વડનગર) 
18. મુક્તપરમેશ્વર (અરુણાચલ) 
19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત) 
20. કપાલેશ્વર (કૌંચ પર્વત) 
21.કુમારેશ્વર (કૌંચ પર્વત) 
22. સર્વેશ્વર (ચિત્તોડ)
23. સ્તંભેશ્વર (ચિત્તોડ)
24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત) 

સપ્ત બદરી

1. બદરીનારાયણ 
2. ધ્યાનબદરી 
3. યોગબદરી 
4. આદિ બદરી 
5. નૃસિંહ બદરી 
6. ભવિષ્ય બદરી
 7.. વૃધ્ધ બદરી. 

પંચનાથ

1. બદરીનાથ 
2. રંગનાથ 
3. જગન્નાથ 
4. દ્વારિકાનાથ 
5. ગોવર્ધનનાથ 

પંચકાશી

1. કાશી (વારાણસી) 
2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ) 
3.ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ) 
5. શિવકાશી 

સપ્તક્ષેત્ર

: 1. કુરુક્ષેત્ર (હરિયાણા) 
2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર) 
3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)
 4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ) 
5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત) 
6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા) 
7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ) 

પંચ સરોવર

 1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત) 
2. નારાયણ સરોવર (કચ્છ) 
3. પંપા સરોવર (કર્ણાટક) 
4. પુષ્કર સરોવર (રાજસ્થાન) 
5. માનસ સરોવર (તિબેટ) 

નવ અરણ્ય (વન)

1. દંડકારણ્ય (નાસિક) 
2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)
3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ) 
4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 
5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 
6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર) 
7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી) 
8. અર્બુદારણ્ય (આબુ) 
9. હિમવદારણ્ય (હિમાલય) 

ચૌદ પ્રયાગ

1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)
 2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)
 3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની) 
4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા) 
5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)
 6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા) 
7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી) 
8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા) 
9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)
 10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા) 
11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા) 
12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા) 
13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા) 
14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી) 

પ્રધાન દેવીપીઠ

1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ) 
2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ) 
3. કન્યાકુમારી (તામિલનાડુ)
 4. અંબાજી (ઉત્તર ગુજરાત)
 5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર) 
6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
 7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)
 8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)
 9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ) 
10. મંગલાવતી (ગયા-બિહાર) 
11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા) 
12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ) 

શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ

1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ) 
2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)
 3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)
 4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક) 
5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ) 

(4) ચાર પુરુષાર્થ

1. ધર્મ 
2. અર્થ
3. કામ 
4. મોક્ષ 
(વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે. )

(5) ચાર આશ્રમ

1. બ્રહ્મચર્યાશ્રમ 
2. ગૃહસ્થાશ્રમ 
3. વાનપ્રસ્થાશ્રમ 
4. સંન્યાસાશ્રમ 

(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ

1. યજ્ઞ
2. પૂજન 
3. સંધ્યા 
4. શ્રાધ્ધ 
5. તર્પણ 
6. યજ્ઞોપવીત 
7. સૂર્યને અર્ધ્ય 
8. તીર્થયાત્રા 
9. ગોદાન 
10. ગોરક્ષા-ગોપોષણ
11. દાન 
12.ગંગાસ્નાન 
13.યમુનાપાન
14. ભૂમિપૂજન  શિલાન્યાસ  વાસ્તુવિધિ 
15.સૂતક 
16.તિલક 
17.કંઠી – માળા 
18. ચાંદલો – ચૂડી – સિંદૂર 
19. નૈવેદ્ય 
20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન 
21. પીપળે પાણી રેડવું 
22. તુલસીને જળ આપવું 
23. અન્નદાન – અન્નક્ષેત્ર 

આપણા કુલ 4 વેદો છે

1. ઋગવેદ 
2. સામવેદ 
3. અથર્વેદ 
4. યજુર્વેદ 

ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે

1. ઉપનીષદો 
2. બ્રમ્હસુત્ર 
3. શ્રીમદ ભગવદગીતા 

આપણા કુલ 6 શાસ્ત્ર છે

1. વેદાંગ 
2. સાંખ્ય 
3. નિરૂક્ત
4. વ્યાકરણ 
5. યોગ 
6. છંદ 

આપણી 7 નદી

1. ગંગા 
2. યમુના 
3. ગોદાવરી 
4. સરસ્વતી 
5. નર્મદા 
6. સિંધુ 
7. કાવેરી 

આપણા 18 પુરાણ

1. ભાગવતપુરાણ 
2. ગરૂડપુરાણ 
3. હરિવંશપુરાણ 
4. ભવિષ્યપુરાણ
 5. લિંગપુરાણ 
6. પદ્મપુરાણ 
7. બાવનપુરાણ 
8. બાવનપુરાણ 
9. કૂર્મપુરાણ 
10. બ્રહ્માવતપુરાણ
 11. મત્સ્યપુરાણ 
12. સ્કંધપુરાણ 
13. સ્કંધપુરાણ 
14. નારદપુરાણ 
15. કલ્કિપુરાણ 
16. અગ્નિપુરાણ 
17. શિવપુરાણ 
18. વરાહપુરાણ 

પંચામૃત

1. દૂધ 
2. દહીં 
3. ઘી 
4. મધ 
5. ખાંડ 

પંચતત્વ

1. પૃથ્વી 
2. જળ 
3. વાયુ 
4. આકાશ 
5. અગ્નિ 

ત્રણ ગુણ

1. સત્વ 
2. રજ 
3. તમસ 

ત્રણ દોષ

1. વાત 
2. પિત્ત 
3. કફ 

ત્રણ લોક

1. આકાશ 
2. મૃત્યુલોક 
3. પાતાળ 

સાત સાગર

1. ક્ષીર સાગર 
2. દૂધ સાગર 
3. ધૃત સાગર 
4. પથાન સાગર 
5. મધુ સાગર 
6. મદિરા સાગર 
7. લડુ સાગર 

સાત દ્વીપ

1. જમ્બુ દ્વીપ 
2. પલક્ષ દ્વીપ 
3. કુશ દ્વીપ
4. પુષ્કર દ્વીપ
5. શંકર દ્વીપ 
6. કાંચ દ્વીપ 
7. શાલમાલી દ્વીપ 

ત્રણ દેવ

1. બ્રહ્મા 
2. વિષ્ણુ 
3. મહેશ 

ત્રણ જીવ

1. જલચર 
2. નભચર 
3. થલચર 

ત્રણ વાયુ

1. શીતલ
2. મંદ 
3. સુગંધ 

ચાર વર્ણ

1. બ્રાહ્મણ 
2. ક્ષત્રિય 
3. વૈશ્ય 
4. ક્ષુદ્ર 

ચાર ફળ

1. ધર્મ 
2. અર્થ 
3. કામ 
4. મોક્ષ 

ચાર શત્રુ

1. કામ 
2. ક્રોધ 
3. મોહ, 
4. લોભ 

ચાર આશ્રમ

1. બ્રહ્મચર્ય 
2. ગૃહસ્થ 
3. વાનપ્રસ્થ 
4. સંન્યાસ 

અષ્ટધાતુ

1. સોનું 
2. ચાંદી 
3. તાબું 
4. લોખંડ 
5. સીસુ 
6. કાંસુ 
7. પિત્તળ 
8. રાંગુ 

પંચદેવ

1. બ્રહ્મા 
2. વિષ્ણુ 
3. મહેશ 
4. ગણેશ 
5. સૂર્ય 

ચૌદ રત્ન 

1. અમૃત 
2. ઐરાવત હાથી 
3. કલ્પવૃક્ષ 
5. કૌસ્તુભમણિ 
6. ઉચ્ચૈશ્રવા ઘોડો 
7. પચજન્ય શંખ 
8. ચન્દ્રમા 
9. ધનુષ 
10. કામધેનુ
11. ધનવન્તરિ 
12. રંભા અપ્સરા 
13. લક્ષ્મીજી 
14. વારુણી 
15. વૃષ 

નવધા ભક્તિ :

1. શ્રવણ 
2. કીર્તન 
3. સ્મરણ 
4. પાદસેવન 
5. અર્ચના 
6. વંદના 
7. મિત્ર 
8. દાસ્ય 
9. આત્મનિવેદન 

ચૌદભુવન :

1. તલ 
2. અતલ 
3. વિતલ 
4. સુતલ 
5. સસાતલ 
6. પાતાલ 
7. ભુવલોક
8. ભુલૌકા 
9. સ્વર્ગ 
10. મૃત્યુલોક 
11. યમલોક 
12. વરૂણલોક 
13. સત્યલોક 
14. બ્રહ્મલોક
  
( આ માહીતી પોતાના બાળકને ભણાવો અને બીજાને મોકલો )

પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું

પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું...

કેવી રીતે ?
1. મારે અત્યારે નવાં કપડાંની શી જરૂર છે, એવું ખોટું કહીને સંતાનો માટે નવાં કપડાં ખરીદતા રહીને…
2. પોતાને કેટલું દુઃખ થશે એ છુપાવી રાખીને સાસરે જતી દીકરીને સુખી થવાના આશીર્વાદ આપતી વખતે…
3. પોતાને બસ કે ટ્રેનમાં મિત્રો સાથે ઓફિસે જવાની બહુ મજા પડે છે, એવું કહીને દીકરાને કોલેજ જવા માટે હપતેથી બાઇક અપાવતી વખતે…
4. પોતાને ફિલ્મો કે નાટકો જોવાનો શોખ જ નથી એવું કહીને સંતાનોને પોકેટમની આપતા રહીને…
5. પોતાની બગડેલી તબિયત વિશે મૌન રહીને ફેમિલી માટે ઓવર ટાઈમ કરતા રહીને…
6. હોટલમાં જઈએ ત્યારે મને તો કોઈ પણ વાનગી ભાવશે એમ કહીને સંતાનના હાથમાં મેન્યુ આપીને વાનગી પસંદ કરવાનું કહીને…
7. પોતાને થાક લાગ્યો હોય કે ઊંઘ આવતી હોય એ છુપાવીને સાસરેથી આવેલી દીકરી સાથે મોડે સુધી વાતો કરીને કે પત્તાં રમતા રહીને…
8. દીકરો-વહુ અલગ રહેવા જવાની વાત કરે ત્યારે પોતાની પીડા અને વ્યથા દબાવી રાખીને એમને સંમતિ આપતી વખતે…
9. પોતાના તૂટેલા ચશ્મા હજી ખાસ્સો સમય ચાલે એવા છે, એમ કહીને સંતાનને ગોગલ્સ અપાવતી વખતે…
10. આર્થિક સંકડાશ છુપાવી રાખીને સંતાનનાં ધામધૂમથી લગ્ન કરતી વખતે…
11. દરવાજા પાછળ છુપાઈને પપ્પાને ‘હાઉ’ કહીને ડરાવતા સંતાનથી ખોટેખોટું ડરતા રહીને…
12. પોતાનો બર્થડે ઉજવવાની હંમેશાં ના પડે અને ફેમિલીમાં સૌનો બર્થડે ઉજવવા તૈયાર રહીને…

પપ્પા, હવે અમારેય તમને, તમારી સ્ટાઈલથી એપ્રિલફુલ બનાવવા છે, થોડા ચાન્સ અમનેય 
આપોને !

અને છેલ્લે...

પથ્થરમાં એક ખામી છે કે,
એ કયારેય પીગળતો નથી.
પરંતુ
પથ્થરમાં એક ખુબી છે કે,
એ કયારેય બદલાતો નથી.